Home /News /business /Second મુંબઈના નામે જાણીતા અડોનીના ખેડૂતોની હાલત બની કફોડી , 'સફેદ સોનું' થયું બરબાદ
Second મુંબઈના નામે જાણીતા અડોનીના ખેડૂતોની હાલત બની કફોડી , 'સફેદ સોનું' થયું બરબાદ
'સફેદ સોનું' થયું બરબાદ
આ વર્ષના શરૂઆતના મહિનાઓમાં જ્યારે કપાસના ભાવ રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા હતા, ત્યારે અહીંના ખેડૂતોને લોટરી લાગી હતી. હવે વર્ષ પૂરું થતાં ખેડૂતોની આશા પણ ખતમ થઈ ગઈ છે. કમોસમી વરસાદ અને નકલી બિયારણે વધુ આવકના સપના જોતા ખેડૂતોને ફરી એકવાર રડાવ્યા છે.
અડોનીઃ અંગ્રેજોના સમયમાં સેકન્ડ મુંબઈ તરીકે પ્રખ્યાત આંધ્રપ્રદેશનું અડોની શહેર ફરી એકવાર મુશ્કેલીમાં મુકાઈ ગયું છે. આ વર્ષના શરૂઆતના મહિનાઓમાં જ્યારે કપાસના ભાવ રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા હતા, ત્યારે અહીંના ખેડૂતોને લોટરી લાગી હતી. હવે વર્ષ પૂરું થતાં ખેડૂતોની આશા પણ ખતમ થઈ ગઈ છે. કમોસમી વરસાદ અને નકલી બિયારણે વધુ આવકના સપના જોતા ખેડૂતોને ફરી એકવાર રડાવ્યા છે.
રાયલસીમા જિલ્લાના સૌથી મોટા વ્યાપારી કેન્દ્ર એવા કુર્નૂલ જિલ્લાના અડોનીમાં કપાસને સોના તરીકે જોવામાં આવે છે. અહી આ વર્ષે ખેડૂતોએ છપ્પર ફાડ કમાણી કરી હતી. વર્ષના પ્રથમ ચાર મહિનામાં કપાસનો ભાવ પ્રતિ ક્વિન્ટલ 12,000ની નજીક પહોંચી ગયો હતો. આ ઓલ ટાઈમ હાઇ પ્રાઈઝ હતી. જોકે, આના માત્ર એક વર્ષ પહેલા, ભાવ અડધા પણ ન હતા. આવી સ્થિતિમાં ભાવ વિક્રમી સપાટીએ પહોંચ્યા બાદ, ખેડૂતોએ આ સિઝનમાં પણ કપાસના પાક પર મોટો દાવ રમ્યો છે.
ખેડૂતોને આશા હતી કે, ગત સિઝનની જેમ આ વખતે પણ બમ્પર કમાણી થશે, પરંતુ ભારે વરસાદ અને હવે નકલી બિયારણના કારણે તેમની આશા પર પાણી ફરી વળ્યું છે. જણાવી દઈએ કે, આંધ્ર પ્રદેશના આ વિસ્તારમાં આ વર્ષે ઘણો વરસાદ થયો છે, જેના કારણે પાકને ઘણું નુકસાન થયું હતું. જે ખેડૂતોએ વરસાદને કારણે પોતાનો પાક બચાવી લીધો હતો, તેઓ હવે ખેતરોની હાલત જોઈને રડી પડ્યા છે. એવો આરોપ લગાવામાં આવી રહ્યો છે કે, ખાનગી કંપનીઓએ કપાસના પાકમાં ખેડૂતોના હિતનો ફાયદો ઉઠાવીને તેમને મોટા પાયે બિન-પ્રામાણિક અથવા નકલી બિયારણો આપ્યા હતા, જેના કારણે તેમનો પાક બરબાદ થઈ ગયો છે.
જણાવી દઈએ કે, અડોની વિસ્તારમાં સેંકડો ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. તેમણે ભૂતકાળમાં સ્થાનિક સ્તરે વિરોધ પ્રદર્શન પણ કર્યા હતા. ખેડૂતોનું નેતૃત્વ કરતી સ્થાનિક સમિતિએ માંગ કરી છે કે, રાજ્ય સરકારે આ મુદ્દે તાત્કાલિક દરમિયાનગીરી કરવી જોઈએ. તેઓ ખેડૂતોને 50,000 રૂપિયાની વચગાળાની ગ્રાન્ટ અને દોષિત બિયારણ કંપનીઓ સામે કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.
અડોની માર્કેટમાં કપાસના ભાવમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. થોડા અઠવાડિયા પહેલા ભાવ રૂપિયા 9,000 પ્રતિ ક્વિન્ટલના સ્તરને પાર કરી ગયા હતા. હવે તે ઘટીને 8,500 રૂપિયા થઈ ગયો છે. એટલું જ નહીં લઘુત્તમ દર રૂપિયા 5,500 સુધી પહોંચી ગયો છે. આવા સંજોગોમાં ખેડૂતોને ભારે નુકશાનીનો ભય સતાવી રહ્યો છે.
ખેડૂતોના વિરોધને જોતા સ્થાનિક સરકારી અધિકારીઓએ પાકના બગાડનો સર્વે શરૂ કર્યો છે. અધિકારીઓએ ખેડૂતોને ખાતરી આપી છે કે, તેમની સમસ્યાઓનું યોગ્ય રીતે નિરાકરણ કરવામાં આવશે અને સરકાર શક્ય તેટલી મદદ કરશે. તેમણે કહ્યું છે કે, આ મામલામાં જે પણ દોષિત હશે તેની સામે નિયમો હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર