Home /News /business /સપ્તાહમાં માત્ર ત્રણ દિવસ કામ કરવાનો કોન્સેપ્ટ આવી રહ્યો છે, સ્ટાર્ટઅપ માટેના આ અનોખા આઈડિયા અંગે જાણો

સપ્તાહમાં માત્ર ત્રણ દિવસ કામ કરવાનો કોન્સેપ્ટ આવી રહ્યો છે, સ્ટાર્ટઅપ માટેના આ અનોખા આઈડિયા અંગે જાણો

હવે અઠવાડિયામાં માત્ર ત્રણ દિવસ જ કામ કરવાનો નવો કોન્સેપ્ટ અસ્તિત્વમાં આવી રહ્યો છે

3 day work week- હાલના સ્પર્ધાત્મક યુગમાં કર્મચારીઓ પર કામનું દબાણ વધવા લાગ્યું છે. જેના કારણે તેમની ઉત્પાદકતા પર અસર થઈ છે. આવી સ્થિતિમાં કામના કલાક ઘટાડવા સાથે અઠવાડીયામાં બેથી ત્રણ દિવસો રજા આપવાનું ચલણ વધ્યું છે

નવી દિલ્હી : હાલના સ્પર્ધાત્મક યુગમાં કર્મચારીઓ પર કામનું દબાણ વધવા લાગ્યું છે. જેના કારણે તેમની ઉત્પાદકતા પર અસર થઈ છે. આવી સ્થિતિમાં કામના કલાક ઘટાડવા સાથે અઠવાડીયામાં બેથી ત્રણ દિવસો રજા આપવાનું ચલણ વધ્યું છે. આ દરમિયાન હવે અઠવાડિયામાં માત્ર ત્રણ દિવસ જ કામ કરવાનો નવો કોન્સેપ્ટ (3 day work week concept)અસ્તિત્વમાં આવી રહ્યો છે. ફિનટેક કંપની (Fintech company)સ્લાઈસ નવા કર્મચારીઓને બજારના નવા વેતન દરના 80% વેતન આપી રહી છે. કંપનીના સંસ્થાપક રાજન બજાજે (Rajan Bajaj)જણાવ્યું કે, આ નિર્ણયની મદદથી કર્મચારીઓ તેમની રુચિ અનુસાર કાર્ય કરી શકે છે અને આગળ વધી શકે છે. ઉપરાંત કર્મચારીને ફિક્સ પગાર તથા અન્ય લાભ આપવામાં આવશે.

રાજન બજાજે જણાવ્યું કે, લોકો એક જ નોકરીમાં બંધાવા ઈચ્છતા નથી. વૈશ્વિક રોકાણકાર દેશમાં ટેક સ્ટાર્ટઅપ્સમાં અરબોનું રોકાણ કરી રહ્યા છે. જેનાથી ઉદ્યોગકર્મીઓ પર કામનું દબાણ વધી રહ્યું છે. IT આઉટસોર્સસ, સિલિકોન વેલી જાયન્ટ્સ, ગ્લોબલ રિટેલર્સ અને વોલ સ્ટ્રીટ બેન્ક્સ ટેકનોલોજી ક્ષેત્રે ટેલેન્ટની અછત સર્જાઈ છે.

સ્લાઈસનો દાવો છે કે, તેના આ નિર્ણયથી અનોખો બદલાવ આવશે. હાલમાં કંપનીમાં 450 કર્મચારી છે અને આગામી ત્રણ વર્ષમાં 1 હજાર એન્જીનિયર અને પ્રોડક્ટ મેનેજરની ભરતી કરવાનું લક્ષ્ય ધરાવે છે. રાજન બજાજે વધુ માહિતી આપતા જણાવ્યું છે કે, કર્મચારીઓ સપ્તાહમાં ત્રણ દિવસ કામ કરીને સંપૂર્ણ વેતન અને લાભ મેળવી શકે છે. બાકી રહેલ સમયમાં પોતાના ટેલેન્ટનો ઉપયોગ કરીને સ્ટાર્ટઅપ શરૂ કરી શકે છે.’

આ પણ વાંચો - નોકરીયાત શરૂ કરો માત્ર 10,000માં આ બિઝનેસ, દર મહિને થશે 30,000ની એકસ્ટ્રા આવક, જાણો કેવી રીતે

ઉલ્લેખનીય છે કે, વર્ષ 1926માં હેનરી ફોર્ડે સપ્તાહમાં 5 દિવસ કાર્ય કરવાની શરૂઆત કરી હતી. આ તમામ બાબતો અપનાવવા છતાં, કંપનીના ઉત્પાદન પર કોઈપણ પ્રકારનું નુકસાન થયું ન હતું. વર્ષ 2018માં Amazon.com Inc. ના કર્મચારીઓ સપ્તાહમાં 4 દિવસ કાર્ય કરતા હતા. ચીન પણ કામના કલાકો ઓછા કરવાની કોશિશ કરી રહ્યું છે.

સિલિકોન વેલીમાં વર્ક સેન્ટર કલ્ચરનો કેટલાક કર્મચારી લાભ લઈ રહ્યા છે. રાજન બજાજે જણાવ્યું કે, છેલ્લા ત્રણ વર્ષમાં એન્જીનિયરોના વેતનમાં ત્રણ ગણો વધારો થયો છે. રાઈડ હેલિંગ સ્ટાર્ટઅપ ઓલા અને ઈલેક્ટ્રિક કાર સ્ટાર્ટઅપના સંસ્થાપક ભાવિશ અગ્રવાલે ટ્વિટમાં જણાવ્યું છે કે, તે સેન ફ્રાન્સિસ્કોના ખાડી વિસ્તારમાં આઉટસોર્સિંગ કામ વિશે વિચારી રહ્યા છે.

સોશિયલ કોમર્સ પ્લેટફોર્મ મીશોએ નવેમ્બરમાં કર્મચારીઓને 10 દિવસનો બ્રેક આપવાની ઘોષણા કરી છે. જેથી તેઓ થોડા ફ્રી થઈ શકે. સ્લાઈસે સોમવારે સપ્તાહમાં ત્રણ દિવસ કાર્ય કરવાની રજૂઆત કરી છે. તેમણે જણાવ્યું કે, આ નવા આઈડિયાને લાગુ કરવાનો આ યોગ્ય સમય છે. કારણ કે, લગભગ બે વર્ષ સુધી ઘરેથી કામ કર્યા બાદ અનેક કર્મચારીઓ કામ પર પરત ફરવાની યોજના બનાવી રહ્યા છે.

આ સ્ટાર્ટઅપ સમગ્ર દેશમાં ખૂબ જ પ્રચલિત છે. આ ફીઝિકલ કાર્ડ વર્ષ 2019માં લોન્ચ કરવામાં આવ્યું. જેમાં કંપનીએ જણાવ્યું કે, કાર્ડથી એક મિનિટ કરતા પણ ઓછા સમયમાં સાઈન અપ, કેશબેક અને અનેક પેમેન્ટ કરી શકાય છે. સ્લાઈસે ગયા મહિને 1,10,000 કાર્ડ જાહેર કર્યા હતા. જાપાનની ગુનોસી કેપિટલ અને ભારતની બ્લૂમ વેન્ચર્સે આ કંપનીનું સમર્થન કર્યું છે.
Published by:Ashish Goyal
First published:

Tags: Startup Idea, કર્મચારીઓ, બિઝનેસ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन