Home /News /business /1 શેરના બદલામાં 4 બોનસ શેર આપશે આ કંપની, આગામી સપ્તાહમાં રેકોર્ડ ડેટ

1 શેરના બદલામાં 4 બોનસ શેર આપશે આ કંપની, આગામી સપ્તાહમાં રેકોર્ડ ડેટ

1 શેર પર 4 બોનસ શેર આપશે આ કંપની

મેડલેનિક ક્લાઉડના શેર 12 નવેમ્બર 2021ના રોજ બોમ્બે સ્ટોક એકસચેન્જમાં 38.90 રૂપિયા પર હતા. કંપનીના શેર 9 માર્ચ 2023એ બીએસઈમાં 555.10 રૂપિયા પર બંધ થયા હતા. કંપનીના શેરોએ આ પીરિયડમાં 1,327 ટકાનું વળતર આપ્યું છે.

નવી દિલ્હીઃ એક સ્મોલકેપ આઈટી કંપની તેના શેરધારકોને મોટી ભેટ આપવા જઈ રહી છે. આ કંપની મેજલેનિક ક્લાઉડ છે. આઈટી કંપની તેના રોકાણકારોને 4:1ના રેશિયોમાં બોનસ શેર આપવા જઈ રહી છે. એટલે કે, કંપનીના દરેક 1 શેર પર 4 બોનસ શેર આપશે. મેજલેનિક ક્લાઉડની બોર્ડ ઓફ ડિરેક્ટર્સએ બોનસ શેરની રેકોર્ડ ડેટ બુધવાર 22 માર્ચ 2023એ નક્કી કરી છે. કંપનીની માર્કેટ કેપ લગભગ 1,559 કરોડ રૂપિયા છે. કંપનીના શેરોએ ગત કેટલાક વર્ષોમાં તેના રોકાણકારોને તાબડતોડ વળતર આપ્યું છે.

2 વર્ષથી પણ ઓછા સમયમાં 1 લાખને બનાવી દીધા 14 લાખ


મેડલેનિક ક્લાઉડના શેર 12 નવેમ્બર 2021ના રોજ બોમ્બે સ્ટોક એકસચેન્જમાં 38.90 રૂપિયા પર હતા. કંપનીના શેર 9 માર્ચ 2023એ બીએસઈમાં 555.10 રૂપિયા પર બંધ થયા હતા. કંપનીના શેરોએ આ પીરિયડમાં 1,327 ટકાનું વળતર આપ્યું છે. જો કોઈ વ્યક્તિએ નવેમ્બર 2021માં મેજલેનિક ક્લાઉડના શેરોમાં 1 લાખ રૂપિયા લગાવ્યા હોત અને તેના રોકાણને હજુ સુધી કાયમ રાખ્યું હોત, તો વર્તમાન સમયમાં તેના 14.26 લાખ રૂપિયા થઈ ગયા હોત.

આ પણ વાંચોઃ ખેતીનો આ આઈડિયા જાણી લીધા પછી તો કમાણી બમણી, એક જગ્યાએ ઉગાડી શકાય છે 4 જાતના પાક

શરૂઆતથી લઈને હજુ સુધી 13,770 ટકાનું વળતર


મેજલેનિક ક્લાઉડના શેરોએ શરૂઆતથી લઈને હજુ સુધી રોકાણકારોને 13,770 ટકાનું વળતર આપ્યું છે. આઈટી કંપનીના શેર 22 જાન્યુઆરી 2015એ બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં 4 રૂપિયા પર હતા. કંપનીના શેર 9 માર્ચ 2023એ બીએસઈમાં 555.10 રૂપિયા પર બંધ થયા હતા. જો કોઈ વ્યક્તિએ શરૂઆતમાં કંપનીના શેરોમાં 1 લાખ રૂપિયા લગાવ્યા હોત અને હજુ સુધી રોકાણ કાયમ રાખ્યું હોત, તો વર્તમાન સમયમાં તેના આ રૂપિયા 1.38 કરોડ થઈ ગયા હોત. મેજલેનિંક ક્લાઉડના શેરોનું 52 સપ્તાહનું લો લેવલ 270.50 રૂપિયા છે.

આ પણ વાંચોઃ શું તમારી પાસે પણ છે જૂની રૂ.500 અને 1,000 રૂપિયાની નોટ? તો સરકારે કરી ફાયદાની જાહેરાત



(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
First published:

Tags: Business news, Investment, Stock market