Home /News /business /આ કંપનીએ લોન્ચ કર્યો IPO, પહેલા જ દિવસે દેખાઈ રહ્યા છે નફાના સંકેત; જલ્દીથી લગાવી દો દાવ
આ કંપનીએ લોન્ચ કર્યો IPO, પહેલા જ દિવસે દેખાઈ રહ્યા છે નફાના સંકેત; જલ્દીથી લગાવી દો દાવ
આ કંપનીએ લોન્ચ કર્યો IPO
બજાર જાણકારોના અનુસાર, એમઓએસ યૂટિલિટીના શેર આજે ગ્રે માર્કેટમાં 7 રૂપિયાના પ્રીમિયમ પર છે. એટલે કે દાવ લગાવનારા રોકાણકારોને પહેલા જ દિવસે નફો થઈ શકે છે. કંપનીના શેર એનએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર 18 એપ્રિલ, 2023ના રોજ લિસ્ટ થવાની આશા છે.
નવી દિલ્હીઃ એમઓએસ યૂટિલિટી લિમિટેડનો આઈપીઓ આજે એટલે કે, 31 માર્ચ 2023ના રોજ ખુલી ગયો છે. આ ઈશ્યૂમાં ગુરૂવાર 6 એપ્રિલ સુધી દાવ લગાવી શકાશે. એમઓએસ યૂટિલિટી આઈપીઓ પ્રત્યેક 10 રૂપિયાની ફેસ વેલ્યૂવાળા 65,74,400 ઈક્વિટી શેરોનો હશે. આમાં 57,74,400 ફ્રેશ ઈક્વિટી શેર અને પ્રમોટર દ્વારા 8,00,000 ઈક્વિટી શેરો માટે ઓફર ફોર સેલ સામેલ છે. તેનો પ્રાઈસ બેન્ડ 72 રૂપિયાથી લઈને 76 રૂપિયા સુધી નક્કી કરવામાં આવ્યો છે.
કેવો ચાલી રહ્યો છે GMP?
બજાર જાણકારોના અનુસાર, એમઓએસ યૂટિલિટીના શેર આજે ગ્રે માર્કેટમાં 7 રૂપિયાના પ્રીમિયમ પર છે. એટલે કે દાવ લગાવનારા રોકાણકારોને પહેલા જ દિવસે નફો થઈ શકે છે. કંપનીના શેર એનએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર 18 એપ્રિલ, 2023ના રોજ લિસ્ટ થવાની આશા છે.
એમઓએસ યૂટિલિટી લિમિટેડ લોકલ કમ્યુનિટીને ડિજિટલ અને નાણાકીય સેવા આપે છે. એમઓએસએ એક ઈન્ટીગ્રેટેડ વેબસાઈટ (www.mos-world.com) અને એક એપ-આધારિત પ્લેટફોર્મ બનાવ્યું છે. તેમના ઈન્ટીગ્રેટેડ પ્લેટફોર્મ દ્વારા MOS વિવિધ નેટવર્ક ભાગીદારીઓની યાદી આપે છે. ચિરાગ શાહ, કુર્જીભાઈ રુપારેલિયા અને સ્કાઈ ઓશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ કંપનીના પ્રમોટર છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર