Home /News /business /

Mental Health Break: ફેશન સ્ટોર મીશોની નવી પહેલ, માનસિક સ્વાસ્થ્યને ફિટ રાખવા કર્મચારીઓને આપશે 11 દિવસની રજા

Mental Health Break: ફેશન સ્ટોર મીશોની નવી પહેલ, માનસિક સ્વાસ્થ્યને ફિટ રાખવા કર્મચારીઓને આપશે 11 દિવસની રજા

મીશો કંપનીનો નિર્ણય, માન્સિક સ્વાસ્થ્ય ફિટ રાખવા માટે 11 દિવસની રજા

Mental Health Break: ઓનલાઈન ફેશન સ્ટોર મીશોએ નવી પહેલ કરી છે અને તે તેના કર્મચારીઓને માત્ર તેમને માનસિક રીતે ચાર્જ કરવા અને તણાવમાંથી મુક્તિ મેળવવા માટે રજા આપશે. આ રજા 22 ઓક્ટોબર, 2022થી 1 નવેમ્બર, 2022 સુધી ચાલશે

    નવી દિલ્હીઃ આજના જમાનામાં દુનિયાભરના લોકો શારિરીકના સાથે-સાથે માનસિક બીમારીઓથી પણ પીડાઈ રહ્યા છે. જ્યાં પહેલા માનસિક સ્વાસ્થ્યને લઈને ખુલીને વાત થતી ન હતી અને લોકો તેને બીમારી પણ માનવામાં ઈનકાર કરી દેતા હતા, તે જ લો કો આજે જાગૃત થઈ રહ્યા છે. પૂરી દુનિયાની તમામ નામી સેલિબ્રિટીઓ પણ તેમના અનુભવને જણાવી રહી છે. અને માનસિક સ્વાસ્થ્યને લઈને જાગૃત રહેવાની અપીલ કરી રહી છે.

    માનસિક સ્વાસ્થ્ય ફિટ રાખવા રજા


    લોકો શારીરિક સમસ્યાઓને કારણે નોકરીમાંથી રજા લઈ શકે છે, પરંતુ માનસિક સ્વાસ્થ્ય માટે રજા લેવા માટે કોઈ જ કાયદો નથી. હવે ભારતમાં ઈ-કોમર્સ કંપની મીશોએ તેના કર્મચારીઓના માનસિક સ્વાસ્થ્યને સારુ રાખવા માટે એક ખાસ નીતિ બનાવી છે. કંપની વર્ષમાં 11 દિવસની રજાઓ કર્મચારીઓને તેમનું દિમાગ રિસેટ અને રિચાર્જ કરવા માટે આપશે.

    આ પણ વાંચોઃ પોપટે ચાલતી કારમાં માસ્કને જ હિંચકો બાનાવ્યો, તેને ઝૂલતો જોઈને તમને પણ થશે ઈર્ષ્યા

    રજા લો અને મનને ફિટ રાખો


    ઓનલાઈન ફેશન સ્ટોર મીશોએ નવી પહેલ કરી છે અને તે તેના કર્મચારીઓને માત્ર તેમને માનસિક રીતે ચાર્જ કરવા અને તણાવમાંથી મુક્તિ મેળવવા માટે રજા આપશે. આ રજા 22 ઓક્ટોબર, 2022થી 1 નવેમ્બર, 2022 સુધી ચાલશે. કંપની તરફથી કહેવામાં આવ્યુ છે કે,- ‘આજકાલ કર્મચારીઓના જીવનમાં તણાવ અને કામ વધારે છે. એવામાં Reset and Recharge કર્મચારીઓને ટોચ પર રાખવા માટે એવો રસ્તો બનાવશે, જે બીજી કંપનીઓ પણ સ્વીકારશે.’ કંપનીના સ્થાપક અને ચીફ ટેકનોલોજી ઓફિસર સંજીવ બરનવાલે ટ્વીટર પર આ નિર્ણયની ઘોષણા કરી છે.

    આ પણ વાંચોઃ 17 કલાકમાં 67 પબમાં જઈને વ્યક્તિએ પીધું દારુ, બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ!

    કંપનીએ પહેલા પણ આવી નીતિ બનાવી છે


    Reset and Recharge હેઠળ મળવા વાળી રજાઓમાં કર્મચારી જે ચાહે તે કરી શકે છે. ભલે તેઓ પરિવારજનો પાસે જાય કે,ફરવા જાય કે નવી આવડત પર કાર્ય કરે. કર્મચારીઓ પર કેન્દ્રિત આવી પ્રગતિશીલ નીતિ કંપનીએ પહેલા પણ બનાવી છે. વર્ષ 2015માં સ્થાપિત થયેલી કંપનીમાં આ પહેલા બાઉન્ડ્રીલેસ વર્કપ્લેસ મોડલ અને વેલનેસ માટે ગમે તેટલી રજાઓ લેવા ઘોષણા કરવામાં હતી. એટલુ જ નહિ કંપની જેન્ડર ન્યૂટ્રલ પેરેંટલ રજાની પણ ઘોષણા કરી ચૂકી છે.
    Published by:Sahil Vaniya
    First published:

    Tags: Mental health, OMG News, Policy

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन