Home /News /business /આ કંપનીના શેર પર લાગ્યું અપર સર્કિટ, 10.98 ટકાનો ઉછાળો; હવે બોનસ શેર આપવા જાહેર કરી રેકોર્ડ ડેટ
આ કંપનીના શેર પર લાગ્યું અપર સર્કિટ, 10.98 ટકાનો ઉછાળો; હવે બોનસ શેર આપવા જાહેર કરી રેકોર્ડ ડેટ
એક મહિનામાં 10.98 ટકા વધ્યા કંપનીના શેર
શેરબજારમાં ગત કેટલાક મહિનાથી તેજી જોવા મળી છે. જેનો રોકાણકારોને ખૂબ જ ફાયદો થઈ રહ્યો છે. પરંતુ સીએલ એડુટેક તે કંપનીઓમાંથી એક છે, જેણે આ વર્ષે ખૂબ જ સારું પ્રદર્શન કર્યુ છે.
નવી દિલ્હીઃ શેરબજારમાં ગત કેટલાક મહિનાથી તેજી જોવા મળી છે. જેનો રોકાણકારોને ખૂબ જ ફાયદો થઈ રહ્યો છે. પરંતુ સીએલ એડુટેક તે કંપનીઓમાંથી એક છે, જેણે આ વર્ષે ખૂબ જ સારું પ્રદર્શન કર્યુ છે. કંપનીએ આ વર્ષે પોઝિશનલ રોકાણકારોને 48.78 ટકાનું વળતર આપ્યુ છે. જાણકારી અનુસાર, સીએલ એડુકેટની તરફથી હવે રોકાણકારોને બોનસ શેર આપવાની તૈયારી છે. કંપનીએ આ માટે બોનસ ઈશ્યૂ માટે રેકોર્ડ તારીખની પણ જાહેરાત કરી દીધી છે.
ક્યારે છે રેકોર્ડ ડેટ?
સીએલ એડુકેટના શેરે એક્સચેન્જને જાણકારી આપતા જણાવ્યુ કે, ‘કંપનીના બોર્ડે 5 રૂપિયાની ફેસ વેલ્યૂવાળા 1 શેર પર 1 બોનસ શેર આપવામાં આવશે.’ કંપનીએ તેના માટે 16 ડિસેમ્બર 2022ની તારીખને રેકોર્ડ તારીખ તરીકે નક્કી કરી છે. એટલે કે જે રોકાણકારોનું નામ કંપનીની રેકોર્ડ બુકમાં છે, તેમને 16 ડિસેમ્બરે બોનસ શેર આપવામાં આવશે.
મંગળવાર એટલે કે 6 ડિસેમ્બરે કંપનીના શેરોમાં 10 ટકાનું અપર સર્કિટ લાગ્યુ છે. જે પછી એડુકેટના શેરના ભાવ 169.10 રૂપિયાના સ્તરે પહોંચી ગયા હતા. જો કે, ત્યારપછી થોડા ઘટાડાના કારણે બીએસઈમાં કંપનીના શેરના ભાવ 169.10 રૂપિયાના સ્તરે પહોંચી ગયા છે. ગત 6 મહિનામાં સીએલ એડુકેટના શેરોમાં 28.16 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. જ્યારે, 1 મહિના પહેલા જે કોઈ પણ રોકાણકારોએ કંપનીના શેરો પર વિશ્વાસ મૂક્યો છે, તેમને 10.98 ટકાનું વળતર મળ્યુ છે. જાણકારી અનુસાર, કંપનીનું 52 સપ્તાહનું ઉચ્ચતમ સ્તર 190 રૂપિયા છે, જ્યારે 52 સપ્તાહનું સૌથી નીચલું સ્તર 97 રૂપિયા છે.ૉ
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by:Sahil Vaniya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર