Home /News /business /DA Hike: હોળી પહેલા કેન્દ્રીય કર્મચારીઓને મળી શકે મોટી ભેટ! DA માં વઘારો થવાના સંકેત

DA Hike: હોળી પહેલા કેન્દ્રીય કર્મચારીઓને મળી શકે મોટી ભેટ! DA માં વઘારો થવાના સંકેત

મોટા સમાચાર

નાણા મંત્રાલય પોતાના ખર્ચને ધ્યાનમાં રાખતા ડીએ વધારવા માટે એક પ્રસ્તાવ તૈયાર કરશે અને કેન્દ્રીય મંત્રિમંડળના સમક્ષ મંજૂરી માટે મૂકશે. ડીએ વધારો 1 જાન્યુઆરી 2023થી પ્રભાવી થશે.

  • News18 Hindi
  • Last Updated :
  • New Delhi, India
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર તેના એક કરોડથી વધારે કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થાને (DA)ને 38 ટકાથી વધારીને 42 ટકા કરી શકે છે. કર્મચારીઓ અને પેન્શનદારો માટે મોંધવારી ભથ્થાની ગણતરી લેબર બ્યુરો દ્વારા દર મહિને જાહેર કરવામાં આવતા ઔદ્યોગિક કામદારો માટેના જાહેર ગ્રાહક ભાવના સૂચકાંકના આધાર પર કરવામાં આવે છે. લેબર બ્યુરો લેબર મંત્રાલયનો જ એક ભાગ છે.

ઓલ ઈન્ડિયા રેલવેમેન ફેડરેશનના મહાસચિવ શિવ ગોપાલ મિશ્રાએ સમાચાર એજન્સી સાથે વાત કરતા કહ્યું કે, ‘ડિસેમ્બર 2022 માટે સીપીઆઈ-આઈડબલ્યૂ 31 જાન્યુઆરી 2023એ જાહેર કરવામાં આવ્યુ હતું. તેના હિસાબથી મોંઘવારી ભથ્થામાં 4.23 ટકાનો વધારો થવો જોઈએ. પરંતુ સરકાર ડિએમાં દશાંશ બિંદુ પછી સંખ્યા વધારતી નથી. આ પ્રકારે ડીએને 4 ટકા વધારીને 42 ટકા કરવાની શક્યતા છે.’

આ પણ વાંચોઃ RBIના એક નિર્ણયની આ બેંકિંગ શેર પર થશે સીધી અસર, આવી શકે મોટો ફેરફાર

અંતિમ વાર ક્યારે ડીએમાં વધારો થયો હતો


તેમણે આગળ જણાવ્યુ કે, નાણા મંત્રાલય પોતાના ખર્ચને ધ્યાનમાં રાખતા ડીએ વધારવા માટે એક પ્રસ્તાવ તૈયાર કરશે અને કેન્દ્રીય મંત્રિમંડળના સમક્ષ મંજૂરી માટે મૂકશે. ડીએ વધારો 1 જાન્યુઆરી 2023થી પ્રભાવી થશે. વર્તમાનમાં એક કરોડથી વધારે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને 38 ટાક મોંઘવારી ભથ્થુ મળી રહ્યું છે. ડીએમાં ગત સંશોધન 28 ડિસેમ્બર. 2022માં કરવામાં આવ્યુ હતું. જે 1 જુલાઈ, 2022થી પ્રભાવી થશે.

આ પણ વાંચોઃ આ વ્હીકલ ખરીદવા પર 1.50 લાખ રૂપિયા બચશે, પોતે સરકાર આપી રહી છે આ લાભ

શું હોય છે મોંઘવારી ભથ્થું


વર્તમાન કર્મચારીઓને સરકાર મોંઘવારી ભથ્થુ અને પેન્શનધારકોને મોંઘવારી રાહત એટલે કે ડીઆર આપે છે. આવું વધતી મોંઘવારીને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. આ એક વર્ષમાં 2 વાર થાય છે. રાજ્ય સરકારના કર્મચારીઓનું ડીએ ત્યાંની સરકાર પોતાના સ્તર પ્રમાણે વધારે છે. ગત વર્ષે મોંઘવારી બહુ જ વધી જવાના કારણે ગુજરાત સહિત મધ્યપ્રદેશ અને ઘણા રાજ્યોએ તેના કર્મચારીઓના ડીએમાં વધારો કર્યો હતો. સાથે જ કેન્દ્રએ પણ આમાં વધારો કરતા કર્મચારીઓને ખુશખબરી આપી હતી.


2020માં બંધ થઈ ગઈ હતી વ્યવસ્થા


કેન્દ્ર સરકારે 2020ની શરૂઆતમાં મોંઘવારી ભથ્થા પર રોક લગાવી હતી. જ્યારે આ રોક હટી તો 28 ટકાના હિસાબથી મોંઘવારી ભથ્થું આપવામાં આવ્યું. ડોઢ વર્ષ સુધી દરમાં કોઈ જ વધારો કરવામાં ન આવ્યો. જો કે, ત્યારબાદ હવે આમાં 10 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
First published:

Tags: Business news, DA Hike, India Government

विज्ञापन