Home /News /business /

રોકાણકારો માટે ખરાબ સમાચાર! કેન્દ્ર સરકાર crypto currency એક્સચેંજ IP એડ્રેસને કરશે બ્લોક

રોકાણકારો માટે ખરાબ સમાચાર! કેન્દ્ર સરકાર crypto currency એક્સચેંજ IP એડ્રેસને કરશે બ્લોક

પ્રતિકાત્મક તસવીર

સંસદમાં પૂર્ણ બહુમત હોવાના કારણે આ બિલને કાયદો બનાવવામાં વધુ મુશ્કેલી નહીં આવે તેવુ જણાઈ રહ્યું છે. જો આ પ્રકારનો કાયદો બને છે, તો ભારત ક્રિપ્ટોકરન્સીને અયોગ્ય જણાવનાર પ્રથમ અર્થવ્યવસ્થા હશે.

નવી દિલ્હીઃ ભારતમાં ક્રિપ્ટોકરન્સીને લઈને અનિશ્ચિતતા જાહેર કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર (central Government) ક્રિપ્ટો કરન્સીમાં (Cryptocurrency) કારોબાર કરનાર ફર્મ કે એક્સચેન્જના (Exchange) ઈન્ટરનેટ પ્રોટોકોલ એડ્રેસને બ્લોક કરવાની યોજના બનાવી રહી છે. જો આ પ્રમાણે થાય છે તો આવનારા દિવસોમાં કેન્દ્ર સરકાર આ પ્રકારના દરેક IP એડ્રેસને બ્લોક કરશે જેના દ્વારા ક્રિપ્ટોકરન્સીની લેવડ દેવડ થઈ રહી છે. કેન્દ્ર ક્રિપ્ટોકરન્સીને લઈને કડક નિયમો બનાવી રહી છે, તે સમયે IP એડ્રેસને બ્લોક (IP address) કરવા અંગે અટકળો કરવામા આવી રહી છે. સંસદમાં ક્રિપ્ટોકરન્સી અને રેગ્યુલેશન ઓફ ઓફિશિયલ ડિજિટલ કરન્સી બિલ 2021 રજૂ કરવામાં આવશે. ભારત સરકાર તરફથી આ પ્રકારનું કોઈ અધિકૃત નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.

એડલ્ટ સાઈટ્સ અને ચીની સાઈટ્સના એડ્રેસ બ્લોક
અગાઉ કેન્દ્ર સરકાર દ્વારા એડલ્ટ સાઈટ્સ અને અનેક ચીની સાઈટ્સના IP એડ્રેસ બ્લોક કરવાની કોશિશ કરવામાં આવી હતી. વિશેષજ્ઞ અનુસાર સરકાર ક્રિપ્ટોકરન્સીના કારોબાર અને રોકાણની અનુમિત આપનાર પ્લેટફોર્મના દરેક જાણકાર સ્ત્રોતને બંધ કરવામાં આવશે. આવનાર સમયમાં ભારતમાં રોકાણકર્તા ક્રિપ્ટોકરન્સીમાં કોઈપણ પ્રકારની માઈનિંગ, ટ્રેડિંગ અને ટ્રાન્સફર નહીં કરી શકે.

દંડ અને કેદની સજાની છે જોગવાઈ
સંસદમાં પૂર્ણ બહુમત હોવાના કારણે આ બિલને કાયદો બનાવવામાં વધુ મુશ્કેલી નહીં આવે તેવુ જણાઈ રહ્યું છે. જો આ પ્રકારનો કાયદો બને છે, તો ભારત ક્રિપ્ટોકરન્સીને અયોગ્ય જણાવનાર પ્રથમ અર્થવ્યવસ્થા હશે. ચીનમાં પણ તેના માઈનિંગ અને ટ્રેડિંગ પર પ્રતિબંધ છે. ભારતમાં ક્રિપ્ટોકરન્સી રાખવી અપરાધ હશે. દરેક ટ્રેડિંગ એક્સચેન્જ બેન હશે. તેને રાખવા અને વેચવા પર અપરાધ માનવામાં આવશે. આ પ્રકારના મામલામાં દંડ અને જેલની જોગવાઈ હશે.

આ પણ વાંચોઃ-જેલમાં બંધ પતિ સાથે શરીર સંબંધ બાંધવા માટે મહિલા પહોંચી હાઇકોર્ટ, શું આપ્યું કારણ?

આ પણ વાંચોઃ-રાજકોટઃ માતા-પિતાએ ઓનલાઈન અભ્યાસ માટે આપ્યો હતો પુત્રીને મોબાઈલ, ધો.12ની વિદ્યાર્થિનીનો કડવો અનુભવ

દુનિયામાં ભારત પહેલો દેશ બનશે
જો ભારત ક્રિપ્ટોકરન્સીને સંપૂર્ણ રીતે બેન કરનાર કાયદો લાગુ કરે છે તો તે આ પ્રમાણે કરનાર પ્રથમ દેશ બનશે. અત્યાર સુધી કોઈપણ દેશે આટલો કડક કાયદો બનાવ્યો નથી. ચીને પણ ટ્રેડિંગ અને માઈનિંગ પર પ્રતિબંધ લગાવ્યો છે, પરંતુ રોકાણ પર નહીં. દેશના 80 લાખ રોકાણકારોએ ક્રિપ્ટોકરન્સીમાં રૂ. 100 અરબનું રોકાણ કર્યું છે.

આ પણ વાંચોઃ-દાહોદઃ ડોક્ટર બન્યા દંપતી માટે 'ભગવાન', 20 વર્ષે ગરીબના ઘરે પારણું, બિલ માટે ખેતર વેચવાની ફરજ પડતાં તબીબે બિલ માફ કર્યું

આ પણ વાંચોઃ-વૈભવી જીવન જીવવાની આદી સાડીના ધંધાના નામે મહિલા ચલાવતી હતી દેહવ્યાપારનો વેપલો, વિધવા મહિલાઓ પાસે કરાવતી 'ગંદુ' કામ

રાશિને ડાયવર્ટ કરી શકાય છે
જાણકારો અનુસાર ક્રિપ્ટોને સ્ટોર કરવા અને ટ્રાંસફર કરવા માટે વિભિન્ન રસ્તાઓ જેમ કે, VPNs, પીયર-ટૂ-પીયર ટ્રેડિંગ, ક્રિપ્ટોકરન્સી ખરીદવા/વેચવા માટે કેસ અને વોલેટનો ઉપયોગ કરતા ભારત બહાર $ 250,000ની રાશિ મોકલાવાની અનુમતિ હશે. વિદેશમાં ક્રિપ્ટોકરન્સી ખરીદવા માટે આ રાશિને ડાયવર્ટ કરી શકાય છે.રોકાણકારોને નાણામંત્રીનું આશ્વાસન
દેશમાં ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધના કારે અનેક રોકાણકારો ચિંતામાં મુકાયા છે. પરંતુ કેન્દ્રએ સંકેત આપીને તેમની ચિંતાને ઓછી કરી છે કો આ પ્રકારે કોઈ પ્રતિબંધ નહીં લાગે. તાજેતરમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતુ કે દરેક વિકલ્પને બંધ કરવામાં નથી આવી રહ્યા. બ્લોકચેન, બિટકોઈન અથવા ક્રિપ્ટોકરન્સી પર પ્રયોગ કરવા માટે અમુક વિંડોઝને અનુમતિ અપાશે.
First published:

Tags: Business news, કેન્દ્ર સરકાર

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन