નવી દિલ્હી: સંસદનું બજેટ સત્ર (budget session) 31 જાન્યુઆરીથી શરુ થશે અને 6 એપ્રિલ સુધી ચાલશે. કેન્દ્રીય સંસદીય કાર્યમંત્રી પ્રહ્લાદ જોશીએ ટ્વિટ કરીને કહ્યું કે, સામાન્ય રજાની સાથે 66 દિવસમાં કુલ 27 બેઠકોનું આયોજન થશે. જોશીએ કહ્યુ કે, સંસદીય રજા 14 ફેબ્રુઆરીથી 12 માર્ચ સુધી રહેશે. સંસદીય કાર્ય મંત્રી જોશીએ ટ્વિટ કરીને કહ્યું કે, સંસદમાં રજા 14 ફેબ્રુઆરીથી 12 માર્ચ સુધી રહેશે, જેથી વિભાગોની સંબંધિત સંસદીય સ્થાયી સમિતિ અનુદાન માગની તપાસ કરી શકે અને પોતાના મંત્રાલયો અને વિભાગોથી સંબંધિત રિપોર્ટ તૈયાર કરી શકે.
Budget Session, 2023 of Parliament will commence from 31 January and continue till 6 April with 27 sittings spread over 66 days with usual recess. Amid Amrit Kaal looking forward to discussions on Motion of Thanks on the President’s Address, Union Budget & other items. pic.twitter.com/IEFjW2EUv0
નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ કેન્દ્રીય બજેટ રજૂ કરશે. બજેટ સત્રની શરુઆત રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂ દ્વારા સંસદના સેન્ટ્રલ હોલમાં લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠકને સંબોધન કરશે. ગત વર્ષે જૂલાઈમાં રાષ્ટ્રપતિ બન્યા બાદ રાષ્ટ્રપતિ મૂર્મૂ બંને સદનને સંબોધન કરશે, તે આ પ્રથમ મોકો હશે. આ અગાઉ એક સમાચારમાં કહેવાયું હતું કે, બજેટ સત્રનો પ્રથમ દિવસ બંને સદનોમાં આર્થિક સર્વે રજૂ કરવામાં આવશે.
બજેટ સત્રના પ્રથમ ભાગ દરમિયાન બંને સદનમાં રાષ્ટ્રપતિના અભિભાષણનો ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા થશે અને ત્યાર બાદ બજેટ પર ચર્ચા થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપશે. જ્યારે સીતારમણ બજેટ પર ચર્ચાનો જવાબ આપશે. બજેટ સત્રના બીજા ભાગ દરમિયાન વિધાયી એજન્ડા ઉપરાંત વિવિધ મંત્રાલયો દ્વારા અનુદાનની માગો પર વિશેષ ધ્યાન આપશે. અહીં ઉલ્લેખનિય છે કે, સંસદનું શીતકાલીન સત્ર તવાંગમાં ચીનની સેના સાથે ભારતીય સેનાના સંઘર્ષ પર ચર્ચા કરવાની વિપક્ષની માગ વચ્ચે 23 ડિસેમ્બરે નિર્ધારિત સમયથી છ દિવસ પહેલા સમાપ્ત થઈ ગયું હતું. આ દરમિયાન લોકસભામાં રજૂ થયેલા નવ બિલમાંથી સાત બિલ લોકસભામાં પાસ થયા. જ્યારે રાજ્યસભામાં નવ બિલ પાસ થયા હતા.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર