Home /News /business /લિસ્ટિંગ પછી 12 દિવસમાં જ આ IPOએ 1 લાખને બનાવી દીધા 3 લાખ, હજુ પણ તેજીના અણસાર
લિસ્ટિંગ પછી 12 દિવસમાં જ આ IPOએ 1 લાખને બનાવી દીધા 3 લાખ, હજુ પણ તેજીના અણસાર
લિસ્ટિંગ પછી સતત ઉપર જઈ રહ્યો છે આ IPO
ડ્રોન આચાર્ય એરિયલ ઈનોવેશન આઈપીઓ રોકાણકારો માટે મલ્ટીબેગર સાબિત થઈ રહ્યો છે. આજે શેરબજારમાં ઘટાડા છતાય કંપનીના શેરોમાં 5 ટકાની તેજી જોવા મળી છે અને તે વધીને 158 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર પહોંચી ગયા છે.
નવી દિલ્હીઃ ડ્રોન આચાર્ય એરિયલ ઈનોવેશન આઈપીઓ રોકાણકારો માટે મલ્ટીબેગર સાબિત થઈ રહ્યો છે. આજે શેરબજારમાં ઘટાડા છતાય કંપનીના શેરોમાં 5 ટકાની તેજી જોવા મળી છે અને તે વધીને 158 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર પહોંચી ગયા છે. લિસ્ટિંગ પ્રાઈસના પ્રમાણમાં હવે આ શેર 54 ટકા સુધી ઉપર જઈ ચૂક્યો છે. જ્યારે, ઈશ્યૂ કિંમતની તુલનામાં તેમાં 192 ટકાની તેજી આવી છે. જાણકારી અનુસાર, આ આઈપીઓનું લિસ્ટિંગ 23 ડિસેમ્બરે થયું હતુ. લિસ્ટિંગ પછી માત્ર 8 કારોબારી સત્રોમાં તેણે તેના રોકાણકારોને માલામાલ કરી દીધા છે.
લિસ્ટિંગ પર પણ રોકાણકારોને મળ્યુ હતું શાનદાર વળતર
આ આઈપીઓનુ લિસ્ટિંગ 23 ડિસેમ્બરે થયું હતું, તેણે લિસ્ટિંગ પર પણ રોકાણકારોને 90 ટકાનું વળતર આપ્યુ હતું. તેનો અર્થ છે કે, તેણે રોકાણકારોને લિસ્ટિંગ પર જ 90 ટકાનું વળતર આપ્યું હતું.
આ આઈપીઓ માટે 52-54 રૂપિયા પ્રતિ શેરનું પ્રાઈસ બેન્ડ રાખવામાં આવ્યુ હતું. આમાં રિટેલ રોકાણકારો માટે 2000 શેર્સનો એક લોટ 1.08 લાખ રૂપિયા રાખવામાં આવ્યો હતો. તેનો અર્થ છે કે, જે રોકાણકારોએ આ આઈપીઓમાં 1.08 લાખ રૂપિયાનું રોકાણ કર્યુ હતું, તેમની રકમ હવે વધીને 3,16,000 રૂપિયા થઈ ગઈ છે. દ્રોણાચાર્ય એરિયલ ઈનોવેશન લિમિટેડનો આઈપીઓ 2022ના મલ્ટીબેગર આઈપીઓમાનો એક છે. આ શેર તેની લિસ્ટિંગની દિવસથી જ અપર સર્કિટ થઈ રહ્યો છે. 23 ડિસેમ્બરે લિસ્ટિંગ પછી હજુ સુધી 8 ટ્રેડિંગ સેશનમાં આ શેર 54 ટકા સુધી ઉપર ચઢ્યો છે.
ડ્રોન આચાર્ય દેશની તે પહેલી ખાનગી કંપનીઓમાંની એક છે જેણે DCGA પાસેથી RTPOનું લાઈસન્સ મળ્યુ છે. તેણે માર્ચ 2022થી લઈને હજુ સુધી 180થી વધારે ડ્રોન પાયલટોને તાલીમ આપી છે. કંપનીની નાણાકીય સ્થિતિની વાત કરીએ તો, નાણાકીય વર્ષ 2022-23ના પહેલા ક્વાટરમાં એપ્રિલ જૂન 2022માં 3.09 કરોડ રૂપિયાનો કારોબાર કર્યો હતો અને 72.06 લાખ રૂપિયાનો ચોખ્ખો નફો મેળવ્યો હતો. હવે કંપની જમીન અને પાણીની અંદર સર્વે માટે સંપૂર્ણ રીતે સ્વદેશી ડ્રોન બનાવવાનું કામ કરી રહી છે.
Disclaimer: ન્યૂઝ18 ગુજરાતી પર આપવામાં આવેલી સલાહ અથવા મંતવ્યો નિષ્ણાત/બ્રોકરેજ ફર્મના અંગત મંતવ્યો છે. આ માટે વેબસાઇટ અથવા મેનેજમેન્ટ જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર એટલે કે પ્રમાણિત નિષ્ણાતનો અભિપ્રાય લેવો જ જોઈએ.
Published by:Sahil Vaniya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર