નવી દિલ્હીઃ વોડાફોનના શેર જો તમે ખરીદ્યા છે, તો આ ખબર તમારા માટે મહત્વપૂર્ણ છે. દેશની ટેલીકોમ કંપની વોડાફોનની મુશ્કેલી આવનારા દિવસોમાં વધતી નજરે આવી શકે છે. સીએનબીસી આવાઝના સૂત્રો પ્રમાણે, એસબીઆઈ લેન્ડર્સ VI વધારે લોન આપવાના પક્ષમાં નથી. એસબીઆઈ નવી લોનના બદલે ઈક્વિટી ઈન્ફ્યૂજનના પક્ષમાં છે. લેન્ડર્સનું VI ને કહેવું છે કે, પ્રમોટર્સ ઈક્વિટી ઈન્ફ્યૂજન કરે.
CNBC TV18 HINDIના અહેવાલ મુજબ, તેની સાથે જ લેન્ડર્સ VI ને લોન આપવા પહેલા સરકાર પાસેથી સ્પષ્ટતા માંગે છે. લેન્ડર્સના પ્રમાણે, સરકાર તરફથી કોઈ પણ સ્પષ્ટતા ન મળવાની સ્થિતિમાં લોન આપવી શક્ય નથી. લેન્ડર્સ વોડાફોનથી ઈક્વિટી કન્વર્ઝન પર સ્પષ્ટતાની માંગ કરી રહ્યા છે.
કેબિનેટમાંથી મંજૂરીના લગભગ 15 મહિનાથી વધારે સમય થઈ ગયો છે. પરંતુ સરકારે વોડાફોન આઈડિયાના લેણાંને ઈક્વિટીમાં રૂપાંતરિત કર્યા નથી. હજુ સુધી તે સ્પષ્ટ નથી કે આખરે ક્યાં સુધી કંપનીના લેણાંને ઈક્વિટીમાં કન્વર્ટ કરવામાં આવશે. આ પ્રક્રિયામાં મોડું થવાનું કારણ પણ હજુ સુધી બહાર નથી આવ્યુ. સૂત્રો પ્રમાણે, ટેલિકોમ વિભાગ ઈચ્છે છે કે, કંપની તેના ઈક્વિટી કેપિટલને વધારે અને નવા રોકાણકારોને સામેલ કરે.
(Disclaimer: અહીં આપવામાં આવેલ બિઝનેસ આઈડિયા ફક્ત સમાન્ય માહિતી રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by:Sahil Vaniya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર