Home /News /business /

આ 5 બેન્ક Personal Loan પર વસૂલે છે સૌથી ઓછો વ્યાજદર, તમે પણ જુઓ આ લિસ્ટ

આ 5 બેન્ક Personal Loan પર વસૂલે છે સૌથી ઓછો વ્યાજદર, તમે પણ જુઓ આ લિસ્ટ

પર્સનલ લોન

પર્સનલ લોન લેવા માટે તમારે જે બેન્ક ઓછો વ્યાજ દર વસૂલ કરે તેવી બેન્કમાં લોન માટે એપ્લાય કરવું જોઈએ. જે ગ્રાહકોનો ક્રેડિટ સ્કોર સારો હોય તેને બેન્ક સૌથી ઓછા વ્યાજ દરની લોન આપે છે.

    જ્યારે હાથમાં રોકડ ન હોય અને તાત્કાલિક પૈસાની જરૂરિયાત હોય તો તમે પર્સનલ લોન લઈ શકો છો. આ લોન ગોલ્ડ લોનની જેમ જ હોય છે, જેમાં તમે ગોલ્ડનો સિક્યોરિટી તરીકે ઉપયોગ કરી શકો છો. જોકે, પર્સનલ લોન સિક્યોરિટી તરીકે કંઈ જ જમા કરાવવાની જરૂર રહેતી નથી.

    પર્સનલ લોન લેવા માટે તમારે જે બેન્ક ઓછો વ્યાજ દર વસૂલ કરે તેવી બેન્કમાં લોન માટે એપ્લાય કરવું જોઈએ. જે ગ્રાહકોનો ક્રેડિટ સ્કોર સારો હોય તેને બેન્ક સૌથી ઓછા વ્યાજ દરની લોન આપે છે.

    વ્યાજદરનો પ્રકાર


    જ્યારે પણ તમે લોન માટે એપ્લાય કરો છો ત્યારે તમારે બેન્ક પાસેથી સુનિશ્ચિત કરવું જોઈએ કે, વ્યાજદર નિશ્ચિત છે કે, અસ્થાયી. જો નિશ્ચિત વ્યાજદર હોય તો તમારા માસિક હપ્તા (EMI) પર કોઈ અસર પડતી નથી. પર્સનલ લોન અસુરક્ષિત હોય છે તથા અન્ય લોન કરતા પર્સનલ લોન પર વ્યાજદર વધુ વસૂલવામાં આવે છે.







































    બેન્કપર્સનલ લોન એમાઉન્ટસમયગાળોવ્યાજદર
    IDBI બેન્કરૂ.25,000થી રૂ.5 લાખ12 થી 60 મહિના8.9%-14%
    પંજાબ નેશનલ બેન્કરૂ.10 લાખ સુધી60 મહિના સુધી9.35%-5.35%
    ઈન્ડિયન બેન્કરૂ.50,000થી રૂ.5 લાખ12થી 36 મહિના9.40%-9.90%
    કરુર વૈશ્ય બેન્કરૂ.10 લાખ સુધી12 થી 60 મહિના સુધી9.40%-19%
    સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયારૂ.25,000થી રૂ.20 લાખ6 થી 72 મહિના સુધી9.80%-2.80%

    પર્સનલ લોન કોણ આપે છે


    પર્સનલ લોન માટે તમે મિત્રો અથવા પરિવારને પણ વાત કરી શકો છો. બેન્ક, નોન બેન્કિંગ સંગઠનો (NBFCs) પણ પર્સનલ લોનની સુવિધા આપે છે. ટાટા કેપિટલ, બજાજ ફિનસર્વ, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI), HDFC સહિત અન્ય બેન્ક પણ પર્સનલ લોનની સુવિધા આપે છે.

    આ પણ વાંચો -જાણો કાર સાફ કરતી વખતે FASTagમાંથી પૈસા સાફ કરવાના વાયરલ વીડિયોનું સત્ય

    પર્સનલ લોનનો ચાર્જ (Charges in personal loan)


    - બેન્ક અથવા NBFC પર્સનલ લોન માટે સ્ટેમ્પ ડ્યુટી ચાર્જ, સ્ટેચ્યુટરી ચાર્જ તથા અન્ય ચાર્જ વસૂલ કરે છે. તમામ લોન પ્રોવાઈડર પર્સનલ લોન પર અલગ અલગ ચાર્જ વસૂલ કરે છે.
    - લોન લેનાર વ્યક્તિને પ્રિ-ક્લોઝર અથવા પ્રિ-પેમેન્ટ ચાર્જ જમા કરાવવાનો હક છે. લોન પ્રોવાઈડર પર્સનલ લોન પર કયા કયા ચાર્જ વસૂલ કરે છે, તેની લોન લેનારે સંપૂર્ણ જાણકારી મેળવી લેવી જોઈએ.
    - લોન પ્રોવાઈડર વધુમાં વધુ પાંચ વર્ષ માટે પર્સનલ લોન (Personal loans) આપે છે. તમામ કેસમાં લોનની ચૂકવણી કરવાનો કાર્યકાળ અલગ અલગ હોય છે.

    પર્સનલ લોનની મર્યાદા કેટલી હોય છે?


    - ઓછામાં ઓછા રૂ.25,000 માટે લોન લઈ શકાય છે.
    - ટર્મ લોન- રૂ. 25,000
    - ઓવરડ્રાફ્ટ- રૂ.5 લાખ
    - ઓવરડ્રાફ્ટ માસિક આવકને આધારિત રહેશે, જેથી 72 મહિનામાં પર્સનલ લોનની ચૂકવણી થઈ શકે.
    - મહત્તમ લોનની મર્યાદા
    - વધુમાં વધુ રૂ. 20 લાખ સુધીની લોન મેળી શકે છે. મહત્તમ લોનની રકમ માસિક આવકને આધીન રહેશે.
    - EMI/ NMI- સરકારી કર્મચારીઓ સિવાય તમામ વ્યક્તિઓ માટે 50%

    પર્સનલ લોન લેવા માટે કયા દસ્તાવેજની જરૂરિયાત રહેશે?


    પર્નલ લોન માટે એપ્લાય કરવા લોન એપ્લિકેશનની સાથે સાથે અહીં જણાવેલ ડોક્યુમેન્ટ જમા કરાવવાના રહેશે.

    - પાસપોર્ટ સાઈઝ ફોટો- 2
    - એમ્પ્લોયર તરફથી આપવામાં આવેલ ID કાર્ડ
    - છેલ્લા 6 મહિનાની સેલેરી સ્લીપ અથવા ફોર્મ 16
    - પાન કાર્ડ (Permanent Account Number)
    - ઓળખ માટે એક આઈન્ડેટીટી પ્રૂફ અને હાલના એડ્રેસનો પુરાવો
    - પાસપોર્ટ
    - ડ્રાઈવિંગ લાયસન્સ
    - આધાર કાર્ડ
    - ચૂંટણી કાર્ડ
    - NREGA દ્વારા જાહેર કરેલ જોબ કાર્ડમાં રાજ્ય સરકારના અધિકારીની સહી હોવી જોઈએ.
    - રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટરે જાહેર કરેલ પત્રમાં નામ અને એડ્રેસ હોવું જોઈએ.
    Published by:Bhavyata Gadkari
    First published:

    Tags: Interest Rate, Personal loan

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन