Home /News /business /

અમસ્તા જ નથી કહેતા શેરબજારમાં ધીરજ રાખો તો છપ્પરફાડ કમાણી થઈ શકે, આ શેરે 1 લાખના 1.40 કરોડ કર્યા

અમસ્તા જ નથી કહેતા શેરબજારમાં ધીરજ રાખો તો છપ્પરફાડ કમાણી થઈ શકે, આ શેરે 1 લાખના 1.40 કરોડ કર્યા

શેરબજારમાં ધીરજનું નામ કમાણી થાય છે, વધુ એક શેરે સાબિત કરી આપ્યું. 21 વર્ષમાં રોકાણકાર કરોડપતિ બન્યા.

Multibagger Stocks: શેરબજારના નિષ્ણાતો અનેક સમયે કહેતા રહ્યા છે કે કમાણી રાતોરાત નથી થતી તેના માટે ધીરજ રાખવી પડે છે. ભારતના બિગ બુલ કહેવાતા ઝુનઝુનવાલા પણ એક સમયે માર્કેટમાં ટ્રેડિંગથી હટીને વેલ્યુ ઈન્વેસ્ટર બન્યા અને પછીનો ઈતિહાસ આપણે બધા જાણીએ જ છીએ. તો એટલું હંમેશા યાદ રાખો કે વેલ્યુ સ્ટોકમાં લાંબાગાળાનું રોકાણ તમને જબરજસ્ત વળતર આપશે.

વધુ જુઓ ...
  મુંબઈઃ શેરબજારમાં (Indian Share Market) દરેક લોકોને એવા મલ્ટિબેગર શેરની (Multibagger stock) શોધ હોય છે જે તેમના બજેટમાં આવે અને પછી છપ્પરફાડ રિટર્ન આપે. જોકે થાય છે એવું કે જ્યાં સુધીમાં આવા શેર પર નજર પડે અથવા તો ખબર પડે ત્યાં સુધીમાં જે તે શેરમાં ખૂબ જ તેજી આવી ગઈ હોય છે અને પછી એવું થાય છે કે અરે યાર આપણે રહી ગયા. આજે અમે આવા જ એક શેર (Stock Market Multibagger Share) અંગે વાત કરવા જઈ રહ્યા છીએ જેણે છેલ્લા 21 વર્ષમાં પોતાના રોકાણકારોને કરોડપતિ બનાવી દીધા છે. આ વર્ષોમાં રુ. 1 લાખનું રોકાણ આજની કિંમતો મુજબ 1.40 કરોડ થઈ ગયું છે. આ શેર છે Blue Star, જેની બંધ કિંમત 6 જુલાઈ 2001ના રોજ 7.21 રુપિયા હતી. જ્યારે હાલ મંગળવારે 16 ઓગસ્ટ 2022ના રોજ તેનો બંધ ભાવ રુ. 1011.15 રુપિયા હતા. આ શેરે પાછલા 21 વર્ષમાં 13,924.27 ટકાનું રિટર્ન આપ્યું છે. આ વર્ષે 6 મહિનામાં Blue Starના શેરમાં કુલ 24.58 ટકાની તેજી જોવા મળી છે.

  Stock Market Update Today: ગ્લોબલથી લઈને એશિયાના માર્કેટમાંથી પોઝિટિવ સંકેત, બજારમાં દેખાઈ શકે બુલ રન

  NSE પર Blue Starના શેરનો 52 સપ્તાહનો હાઈ 1225 રુપિયા છે. આ શેરે ગત એક વર્ષમાં હાઈએસ્ટ સ્તર 21 એપ્રિલ 2022ના રોજ સ્પર્શ કર્યું હતું. જ્યારે તેનો 52 સપ્તાહનો લો 758 રુપિયા છે. જે તેણે 30 ઓગસ્ટ 2021ના દિવસે બનાવ્યો હતો. આ હિસાબે હાલ Blue Starનો શેર તેના 52 સપ્તાહના હાઈથી 17.95 ટકા નીચે અને 52 સપ્તાહના લોથી 32.59 ટકા ઉપર ટ્રેડ થઈ રહ્યો છે.

  ગત સપ્તાહમાં કંપનીને મળ્યો મોટો ઓર્ડર

  8 ઓગસ્ટનના રોજ Blue Starએ જણાવ્યું કે તેને ઓડિસા ગ્રામ્ય જળ વિતરણ વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં પાણીના સપ્લાય સંબંધિત 3 ઓર્ડર મળ્યા છે. તેમાંથી પહેલો ઓર્ડર 126.51 કરોડ રુપિયાનો છે. આ કોન્ટ્રાક્ટમાં કંપની ઉડિસાના બાલેશ્વર જિલ્લાના Baliapal બ્લોકના 144 ગામમાં પાઈપ દ્વારા પીવાના પાણીની સપ્લાય કરવાની સુવિધા આપશે.

  Hot Stocks: શોર્ટ ટર્મમાં કમાણી કરવી હોય તો નિષ્ણાતોએ સૂચવેલા આ સ્ટોક્સ પર દાવ રમો

  કંપનીને મળેલો બીજો ઓર્ડર 62.16 કરોડ રુપિયાનો છે. આ કોન્ટ્રાક્ટમાં Blue Starને ઓડિસાના કટક જિલ્લાના 72 ગામમાં પાણીની સપ્લાય કરવા માટેની વ્યવસ્થા સ્થાપિત કરવાની છે. જ્યારે કંપનીને ત્રીજો ઓર્ડર 186.68 કરોડ રુપિયાનો મળ્યો છે. Blue Starના મેનેજિંગ ડિરેક્ટર B. Thiagarajanને જણાવ્યું કે આગળ આવનારા વર્ષોમાં અમે આ પ્રકારની યોજનાઓમાં ઝડપથી અમારી ઉપસ્થિતિ વધારવા માગીએ છીએ. અમને એ બાબતનો આનંદ છે કે અમે અમારી ક્ષમતા અને જ્ઞાનના આધારે ભારતની ગ્રામ્ય ઈકોનોમીના વિકાસમાં પોતાનું યોગદાન આપી રહ્યા છીએ.

  (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
  Published by:Mitesh Purohit
  First published:

  Tags: Indian Stock Market, Investment tips, Multibagger Penny Stock, Multibagger Stock, Share market

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन