Home /News /business /

Elon Musk news: એલન મસ્ક પર 'લક્ષ્મી'નો વરસાદ, વર્ષના પ્રથમ દિવસે જ કરી અધધ કમાણી; એટલો ટેક્સ ચૂકવશે કે ઝીરો ગણીને થાકો

Elon Musk news: એલન મસ્ક પર 'લક્ષ્મી'નો વરસાદ, વર્ષના પ્રથમ દિવસે જ કરી અધધ કમાણી; એટલો ટેક્સ ચૂકવશે કે ઝીરો ગણીને થાકો

એલન મસ્ક

Elon Musk news: દુનિયામાં સૌથી ધનાઢ્યા લોકોની યાદીમાં સામેલ એલન મસ્ક (Elon Musk)ની નવા વર્ષની શરૂઆત કંઈક ખાસ રહી છે. વર્ષના પ્રથમ બિઝનેસ દિવસમાં જ અલન મસ્કની ટેસ્લા કંપનીનો શેર 14% ભાગ્યો હતો.

    નવી દિલ્હી: દુનિયામાં સૌથી ધનાઢ્યા લોકોની યાદીમાં સામેલ એલન મસ્ક (Elon Musk)ની નવા વર્ષની શરૂઆત કંઈક ખાસ રહી છે. વર્ષના પ્રથમ બિઝનેસ દિવસમાં જ અલન મસ્કની ટેસ્લા કંપનીનો શેર આશરે 14% ભાગ્યો હતો. જેના પગલે મસ્કની નેટવર્થમાં એક જ દિવસમાં 33.8 અબજ ડૉલર એટલે કે 2,51,715 કરોડ રૂપિયાનો વધારો થયો હતો. બ્લૂમબર્ગ બિલિયોનર્સ ઇન્ડેક્સ (Bloomberg Billionaires Index) પ્રમાણે મસ્કની નેટવર્થ (Musk net worth $304.2 billion) હવે 304 અબજ ડૉલર રૂપિયા પર પહોંચી છે. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમીશન પ્રમાણે મસ્ક પાસે ટેસ્લા કંપનીના આશરે 167 મિલયન શેર છે.

    10 મહિનામાં સૌથી મોટી છલાંગ

    સોમવારે કંપનીનો શેર 13.5 ટકા વધીને 1,199.78 ડૉલર પર પહોંચી ગયો છે. 10 મહિનામાં ટેસ્લાના શેરની આ સૌથી મોટી છલાંગ છે. નિષ્ણાતોનું કહેવું છે કે 2022ના વર્ષમાં પણ ટેસ્લાનું પ્રદર્શન ખૂબ સારું રહેશે. બર્લિન અને ટેક્સાસમાં નવી ફેક્ટરી બનવાથી કંપનીના ઉત્પાદનમાં વધારો થશે. આ ઉપરાંત ડિલિવરીમાં પણ તેજી આવશે.

    માર્કેટ કેપ ત્રણ ટ્રિલિયન ડૉલરને પાર

    અમુક નિષ્ણાતોનું માનવું છે કે ટેસ્લાના શેરની કિંમત વાસ્તવિકતાથી ખૂબ વધારે છે. આ જ કારણ છે કે તેનું ઉત્પાદન ખૂબ ઓછું છે. કંપનીએ ગત વર્ષે આશરે 9,30,000 ઇલેક્ટ્રિક વાહનો બનાવ્યા હતા. ટોયોટા મોટર સાથે તેની સરખામણી કરવામાં આવે તો આ વર્ષે ટોયોટાનો ટાર્ગેટ 90 લાખ ગાડી બનાવવાનો છે. ટેસ્લા દુનિયાની સૌથી કિંમતી ઑટો કંપની છે. તેનું માર્કેટ કેપ ટોયોટા મોટરથી ચાર ગણું વધારે છે.

    મોટો ટેક્સ ચૂકવશે

    બીજી તરફ એલન મસ્ક આશરે 11 અબજ ડૉલર ફેડરલ ટેક્સ ચૂકવનાર છે. ટેક્સની આટલી મોટી રકમ ચૂકવવા માટે તેમણે ટેસ્લા કંપનીના 15.4 બિલિયન ડૉલરના શેર વેચી દીદા છે. એટલું જ નહીં, તેઓ કેલોફોર્નિયાને વધારાનો બે બિલિયન ડૉલરનો ઇન્મક ટેક્સ પણ ચૂકવશે. અહીંથી તેમણે ખૂબ લાંબા સમય સુધી પોતાની કંપનીનું સંચાલન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે એલન મસ્કે ટેક્સ ચૂકવવા માટે જ કંપનીના શેર વેચી દીધા હતા.

    હેડક્વાર્ટરને ટેક્સાસ ખાતે ખસેડશે

    WION વેબસાઇટમાં છપાયેલા સમાચાર પ્રમાણે ટેસ્લા કંપની વર્ષો સુધી કેલિફોર્નિયામાં હતી. હવે મસ્ક કંપનીનું હેડક્વાર્ટર અને પોતાનું ઘરે બંને ટેક્સાસ ખાતે બદલી રહ્યા છે. ટેક્સ ચૂકવ્યા બાદ જે રકમ બચશે તેનું રોકાણ મસ્ક પોતાની બીજી કંપની 'સ્પેસએક્સ' (SpaceX)માં રોકશે. આ પહેલા પણ તેમણે ઇક્વિટી શેર વેચીને સ્પેસએક્સમાં પૈસા રોક્યા હતા. સ્પેસએક્સ પ્રત્યે એલન મસ્કનો પ્રેમ જગ જાહેર છે.

    Tesla કંપનીએ 2021માં દુનિયાભરમાં કરી 10 લાખ કારની ડિલિવરી

    કોરોના વૈશ્વિક મહામારી વચ્ચે પણ અમેરિકાની ટેસ્લા કંપની (Tesla Company)એ વાહનોના વેચાણમાં વિક્રમ સર્જ્યો છે. અમેરિકાના દિગ્ગજ અબજોપતિ એલન મસ્ક (Elon Musk)ની ઇલેક્ટ્રિક કાર બનાવતી કંપની ટેસ્લા (Tesla)એ રવિવારે એક નિવેદનમાં કહ્યુ છે કે 2021ના વર્ષમાં કંપનીએ આશરે 10 લાખ વાહનોની ડિલિવરી કરી છે. આ સંખ્યા ગત વર્ષની સરખામણીમાં બેગણી છે. કંપનીએ કહ્યું છે કે ડિલિવરીને લઈને વૈશ્વિક પડકારો વચ્ચે પણ કંપનીના આંકડા અપેક્ષા કરતા વધારે સારા રહ્યા છે.

    આ પણ વાંચો:  મલ્ટીબેગર પેની સ્ટૉક 15 મહિનામાં ₹21થી ₹941 પર પહોંચ્યો

    કંપનીએ એક નિવેદનમાં કહ્યું છે કે અમેરિકન ઇલેક્ટ્રિક કાર નિર્માતાએ 2021માં તમામ મૉડલની 9,36,000થી વધારે કારની ડિલિવરી કરી છે. જે ગત વર્ષની સરખામણીમાં 87% વધારે છે. ટેસ્લાએ ગત જાન્યુઆરીમાં જાહેરાત કરી હતી કે તેનો ટાર્ગેટ દર વર્ષે 50 ટકા વૃદ્ધિ કરવાનો છે. રવિવારે જાહેર થયેલું પરિણામ કંપનીના લક્ષ્યથી ક્યાંય વધારે છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Electric car, Elon musk, Share market, Tesla

    આગામી સમાચાર