Elon Musk: એલન મસ્કે ટેસ્લા કંપનીના ચાર અબજ ડૉલરના શેર વેચી દીધા, ટ્વિટર માટે એકઠી કરી રહ્યા છે મૂડી
Elon Musk: એલન મસ્કે ટેસ્લા કંપનીના ચાર અબજ ડૉલરના શેર વેચી દીધા, ટ્વિટર માટે એકઠી કરી રહ્યા છે મૂડી
એલન મસ્ક (ફાઇલ તસવીર)
Tesla CEO Elon Musk: ઉલ્લેખનીય છે કે એલન મસ્કે 44 અબજ ડૉલર રૂપિયમાં ટ્વિટરને ખરીદવા માટે સોશિયલ નેટવર્કિંગ કંપની સાથે 25 એપ્રિલના રોજ એક કરાર કર્યો છે.
નવી દિલ્હી. Tesla CEO Elon Musk: ટેસ્લાના સ્થાપક એલન મસ્કે ઇલેક્ટ્રિક કાર કંપની (Electric Car)ના આશરે ચાર અબજ ડૉલરના શેર વેચી દીધા છે. રેગ્યુલેટરને આપેલી માહિતીમાં આ વિગત સામે આવી છે. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમીશન (SEC) સમક્ષ કરવામાં આવેલા ફાઇલિંગ્સ પ્રમાણે મસ્કે મંગળવારે અને બુધવારે ટેસ્લાના આશરે 44 લાખ શેર વેચી દીધા છે.
હવે શેર વેચવાની યોજના નથી
ટેસ્લાના સીઈઓ મસ્કે વધુમાં કહ્યું છે કે હવે તેમની શેર વેચવાની કોઈ યોજના નથી. આ ઘટનાક્રમ વધુ એક રિપોર્ટ બાદ સામે આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે મસ્કે શરૂઆતમાં ટ્વિટરનો 9 ટકા હિસ્સો ખરીદવાના કેસમાં ફેડરલ ટ્રેડ કમીશને તપાસ શરૂ કરી છે.
ટ્વિટરમાં ભાગીદારી વેચવી પડી શકે
બજાર વિશ્લેષકોને આશંકા છે કે મસ્કને ડીલમાં 21 અબજ ડૉલરની ઇક્વિટીને કવર કરવા માટે ટ્વિટરમાં પોતાનો હિસ્સો વેચવો પડી શકે છે.
ઉલ્લેખનીય છે કે એલન મસ્કે 44 અબજ ડૉલર રૂપિયમાં ટ્વિટરને ખરીદવા માટે સોશિયલ નેટવર્કિંગ કંપની સાથે 25 એપ્રિલના રોજ એક કરાર કર્યો છે.
ટેસ્લાના શેરમાં કડાકો
એલન મસ્કે ટ્વિટર ખરીદવાની જાહેરાત કર્યાં બાદ તેની કંપની ટેસ્લાના શેરમાં ઘટાડો નોંધાયો છે. જેના પગલે ટેસ્લાની બજાર કિંમત 100 અબજ ડૉલરથી નીચે ચાલી ગઈ છે. ડીલ પહેલા ટેસ્લાની માર્કેટ કેપ એક ટ્રિલિયન ડૉલર હતી, જે ડીલ બાદ ઘટીને 906 અબજ ડૉલર થઈ ગઈ છે. આ વાત ટેસ્લા અને સ્પેસએક્સ જેવી કંપનીના માલિક એલન મસ્ક માટે ઝટકા સમાન છે.
ટ્વિટર પર બ્લૂ ટીક મેળવવું વપરાશકર્તા માટે ખૂબ જ રોમાંચક છે. ઈલોન મસ્કના જણાવ્યા અનુસાર, હવે દરેક યૂઝરના એકાઉન્ટ પર બ્લૂ ટીક હશે. તેમણે પહેલા જ કહ્યુ હતુ કે હું ટ્વિટરને ખાનગી બનાવવા માંગુ છું. જો મારી બીડ સફળ થશે, તો હું સ્પામ બૉટોને હરાવીશ. આ પ્લેટફોર્મ પરના દરેક વપરાશકર્તાને પ્રમાણિત કરવામાં આવશે.
ટેસ્લાના સહ-સ્થાપક અને હવે ટ્વિટરના માલિક મસ્કએ કહ્યું હતું કે, પ્લેટફોર્મ પર ટૂંક સમયમાં એડિટ બટન હશે. તેમણે એડિટ બટન વિશે ટ્વિટર પર એક મતદાન પણ કર્યું હતું. તેમનો હેતુ કોઈપણ ટ્વીટમાં થયેલી ભૂલોને સુધારવાનો હતો. જોકે, ટ્વિટરે પહેલા જ કહ્યું છે કે તેના પ્લેટફોર્મ પર ટૂંક સમયમાં એડિટ બટન લાવવામાં આવશે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર