Home /News /business /

Elon Musk: એલન મસ્કે ફરી ટેસ્લાના 90.65 કરોડ ડૉલરના શેર વેચી દીધા, જાણો કેમ વેચી રહ્યા છે શેર?

Elon Musk: એલન મસ્કે ફરી ટેસ્લાના 90.65 કરોડ ડૉલરના શેર વેચી દીધા, જાણો કેમ વેચી રહ્યા છે શેર?

એલન મસ્ક

Elon Musk: Teslaના સીઈઓ એલન મસ્કે છઠ્ઠી ડિસેમ્બરના રોજ પોતાના ફોલોઅર્સને પૂછ્યું હતું કે શું તેમણે પોતાની 10% ભાગીદારી વેચી દેવી જોઈએ.

    નવી દિલ્હી: Tesla કંપનીના CEO એલન મસ્કે (Elon Musk) ફરી એકવાર પોતાની કંપનીના શેર વેચ્યા (Elon Musk sell share) છે. અમેરિકન રેગ્યુલેટરને આપવામાં આવેલી જાણકારી પ્રમાણે કંપનીએ જણાવ્યું કે એલન મસ્કે 21.3 લાખ શેર્સ ખરીદ્યા પણ છે. ટેસ્લા (Tesla) દુનિયાની સૌથી વધારે વેલ્યૂએશન ધરાવતી કંપની છે. સોમવારે ટેસ્લાના શેરમાં 4.98%નો ઘટાડો નોંધાયો હતો. ગુરવારે શેર વેચી દીધા બાદ એલન મસ્કની નેટવર્થ (Elon Musk net worth) 266 અબજ ડૉલર રહી ગઈ છે.

    કેટલા શેર વેચ્યા?

    આ મહિનાની શરૂઆતમાં એલન મસ્કે 96.32 કરોડ ડૉલરની કિંમતના શેર વેચ્યા હતા. જેના પહેલા એલન મસ્કે 24 નવેમ્બરના રોજ મસ્કે ટેસ્લા કંપનીના 1.01 અબજ ડૉલરની કિંમતના શેર વેચ્યા હતા. એલન મસ્કે સ્ટૉક વિકલ્પ અંતર્ગત કંપનીના આશરે 21.5 લાખ શેર ખરીદ્યા હતા. જે બાદમાં તેમાંથી 934,091 શેર વેચી દીધા હતા. આ શેરની કિંમત 1.05 અબજ ડૉલર હતી.

    ટ્વિટર પર પૂછ્યો હતો સવાલ

    એલન મસ્કે છ ડિસેમ્બરના રોજ પોતાના ટ્વિટર ફોલોઅર્સને સવાલ પૂછ્યો હતો કે શું તેમણે 10% ભાગીદારી વેચી દેવી જોઈએ? મોટાભાગના ફોલોઅર્સે તેમનું સમર્થન કર્યું હતું. જે બાદથી અત્યારસુધી એલન મસ્ક પોતાની કંપનીના 92 લાખ શેર વેચી ચૂક્યા છે. જેની કિંમત 9.9 અબજ ડૉલર છે. ગત મંગળવારે એલન મસ્કે ટેક્સનું દેવું ચૂકવવા માટે ટેસ્લાના 934,091 શેર વેચી દીધા છે.

    શા માટે મસ્ક શેર વેચી રહ્યા છે?

    હકીકતમાં એલન મસ્ક ટેસ્લામાં પગારના બદલે સ્ટૉક ઑપ્શન્સ લે છે. જેમાં તેમને માર્કેટ ભાવ કરતા 90% નીચા ભાવે ટેસ્લાના શેર ખરીદવાનો અધિકાર મળે છે. વર્ષ 2012માં ટેસ્લાએ એલન મસ્કને સ્ટૉક ઑપ્શન આપ્યો હતો. જે અંતર્ગત મસ્કને ફક્ત 6.24 ડૉલર પ્રતિ શેરની કિંમતે કંપનીના આશરે 2.28 કરોડ શેર ખરીદવાનો વિકલ્પ મળ્યો હતો. મસ્ક પાસે આ વિકલ્પનો ઉપયોગ કરવા માટે 2022 સુધીનો સમય હતો.

    અમેરિકાનો નવો કાયદો

    આ દરમિયાન અમેરિકામાં એક કાયદો આવ્યો કે, જે અંતર્ગત તમામ શેરની એક્સરસાઈઝ પ્રાઇસ (ખરીદ કિંમત) અને શેરની વાસ્તવિક કિંમત વચ્ચેના અંતર પર થયેલા કેપિટલ ગેન (લાભ)ના 50% ટેક્સ સ્વરૂપે ચૂકવવી પડશે. એલન મસ્ક આ જ સ્ટૉક ઑપ્શનનો લાભ લઈને શેર્સ ખરીદી રહ્યા છે. જોકે, 50% ટેક્સ ચૂકવવા માટે મોટી સંખ્યામાં શેર્સ વેચવા પડ્યા છે.

    ટ્રાન્ઝેક્શન માટે બિટકોઈનની સરખામણીમાં Dogecoin ચલણ વધારે સારું: મસ્ક

    દુનિયાની સૌથી મોટી, સૌથી વધારે લોકપ્રિય અને સૌથી જૂની ક્રિપ્ટોકરન્સી બિટકોઈન (Bitcoin) સહિત દુનિયાની તમામ પ્રમુખ ક્રિપ્ટોકરન્સીની કિંમતમાં એક અઠવાડિયા પહેલા ઘટાડો જોવામાં આવ્યો હતો. આ વચ્ચે 2021ના વર્ષ માટે ટાઇમ મેગેઝીન 'પર્સન ઑફ ધ યર' પસંદ કરવામાં આવેલા દિગ્ગજ અમેરિકન અબજોપતિ એલન મસ્કે કહ્યુ છે કે, બિટકોઈનની સરખામણીમાં ક્રિપ્ટોકરન્સી ડૉગકૉઈન લેવડદેવડ માટે ઉત્તમ છે.

    આ પણ વાંચો: શું ઇલેક્ટ્રિક વાહનો ભરોસાપાત્ર હોય છે? એક અભ્યાસમાં સામે આવ્યા ચોંકવનારા તારણો

    એલન મસ્કે ટાઇમ મેગેઝીનને આપેલા એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે જ્યારે દરરોજની લેવડદેવડની વાત આવે છે ત્યારે ડૉગકૉઈન એક સારી કરન્સી છે. તેમણે કહ્યુ કે બિટકોઈનની ટ્રાન્ઝેક્શન કિંમત ઓછી છે, પરંતુ પ્રત્યેક ટ્રાન્ઝેક્શન કોસ્ટ વધારે છે. અબજોપતિએ કહ્યુ કે બિટકોઈન લેવડદેવડની કરન્સી માટે સારો વિકલ્પ નથી.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Business, Elon musk, Share market, Tesla, US

    આગામી સમાચાર