ઇલેક્ટ્રીક કાર કંપની Teslaના માલિક એલન મસ્કે 150 કરોડ રૂપિયા Bitcoinમાં શા માટે રોક્યા?

એલન મસ્કની ફાઇલ તસવીર

ટેસ્લા કંપનીએ ગઈકાલે 1.5 બિલિયન અમેરિકન ડૉલરના બીટકોઇન ખરીદ્યા, એલન મસ્કની ગેમ શું છે? જાણશો તો ફાયદો થશે

 • Share this:
  વિશ્વના અનેક ઉદ્યોગકારોને માત આપીને નવા નવા ઉદ્યોગો થકી જગતમાં કાઠું કાઢનારા ટેસ્લા (Tesla) કંપનીના માલિક એલન મસ્કે (Elon Musk) ગઈકાલે એક મોટી જાહેરાત કરી હતી. મસ્કની જાહેરાતના કારણે રાતોરાત બીટકોઇનના (Bitcoin) ભાવ ઉંચકાઈ ગયા કારણ કે તેની કંપની ટેસ્લાએ સત્તાવાર રીતે 1.5 બિલિયન ડૉલર એટલે કે ભારતીય મુદ્રામાં આશરે 150 કરોડ રૂપિયાના બીટકોઇન ખરીદ્યા હતા. જ્યારે જગતનો આટલો મોટો ઉદ્યોગકાર બીટકોઇનમાં આટલી મોટી માતબર રકમનું રોકાણ કરે ત્યારે પ્રશ્ન એ થાય કે એલન મસ્કે બીટકોઇનમાં આટલું મોટું રોકાણ કેમ કર્યુ. આ પ્રશ્ન જાણીને તમને આશ્ચર્ય થશે. મસ્કની સોમવારની જાહેરાત બાદ બીટકોઇની કિંમત ઐતિહાસિક ઊંચાઈ 47000 ડૉલરની સપાટીએ પહોંચી ગઈ છે. ટેસ્લાના શેરની કિંમતમાં પણ બે ટકાનો વધારો જોવા મળ્યો છે.

  ટેસ્લાએ ગઈકાલે સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે તેઓ તેની પ્રોડક્ટના ખરીદ-વેચાણમાં બીટકોઇનને પેમેન્ટ તરીકે સ્વીકારશે. વર્ષ 2020ના અંતે ટેસ્લા પાસે 19 બિલિયન અમેરિકન ડૉલર રોકડમાં હતા. એલન મસ્કની ખરીદીના કારણે બીટકોઇન અને dogecoinના ભાવ ઉંચકાયા છે. આ સ્થિતિના કારણે લોકો આ વર્ચ્યુલ કરન્સીમાં રોકાણ કરશે તે પણ સ્પષ્ટ છે.

  આ પણ વાંચો : કાચા તેલના ભાવમાં ઉછાળો આવતા પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયો વધારો, જાણો આજના ભાવ

  એલન મસ્કની રણનીતિ

  મસ્કે બે અઠવાડિયા પહેલાં પોતાના ટ્વીટર બાયોમાં #bitcoin ઉમેર્યુ હતું. આના લીધે ધીરે ધીરે એક અઠવાડિયામાં બીટકોઇનના ભાવ ઉંચકાવા લાગ્યા હતા. બે દિવસ બાદ મસ્કે કહ્યું કે હું બીટકોઇનનો સમર્થક છું અને બીટકોઇન એ ખૂબ સારું રોકાણ છે. મસ્કની જાહેરાત બાદ બીટકોઇનમાં રોકાણ વધશે તેનો વ્યવહાર પણ કોર્પોરેટ જગતમાં થશે ત્યારે ટેસ્લા પાસે મોટી માત્રામાં લિક્વિડ બીટકોઇન હશે જેનો મોટો આર્થિક ફાયદો થશે.

  આ પણ વાંચો :  એલન મસ્કની ઇલેક્ટ્રિક કાર કંપની Teslaએ બિટકોઇનના ભાવ કઇ રીતે વધાર્યા?

  ડૉલર અને સોનાનો ઓપ્શન

  મસ્કની જાહેરાત બાદ તમામ મોટી કંપની બીટકોઇનામાં રોકાણ દર્શાવશે. આમ સોના અને ડૉલરના રોકાણ પરરથી ભાવ હળવો થશે. ભારતમાં બીટકોઇનની કાયદસેરની માન્યતા અંગે સવાલો છે પરંતુ સરકાર પણ પોતાની ડિજિટલ ક્રિપ્ટો કરન્સી લાવવા અંગે વિચાર કરી રહી છે. આ સ્થિતિમાં થોડા ઘણા અંશે પણ ટેસ્લા બીટકોઇન સ્વીકારશે જેના કારણે તેઓ મોટી માત્રાના ખરબો રૂપિયાના વ્યવહાર ટૂંકમાં કરી શકશે. આ વ્યવહારો આયકર મર્યાદા કે સરકારી વ્યવસ્થાઓને આધીન દરેક દેશમાં જુદા જુદા કાયદા હેઠળ છે. આમ લોકોને ભવિષ્યમાં ટાઇમ ટ્રાવેલ અને રોકેટથી 30 મિનિટમાં ન્યૂયોર્કથી સિંગાપોર લઈ જવાનો દાવો કરનારા મસ્કનું રોકાણ દુનિયા માટે નવી સંભાવનાઓ લઈને આવશે.
  Published by:Jay Mishra
  First published: