ટર્મ લાઇફ ઇન્શ્યોરન્સ લેતી વખતે આટલું ધ્યાન રાખજો, નહીંતર રદ થઈ શકે છે ક્લેમ!

મૃત્યુ બાદ પરિવારની આર્થિક સ્થિતિ ડામાડોળ ન થાય તે માટે લોકો ટર્મ લાઇફ ઇન્શ્યોરન્સ લેતા હોય છે.

મૃત્યુ બાદ પરિવારની આર્થિક સ્થિતિ ડામાડોળ ન થાય તે માટે લોકો ટર્મ લાઇફ ઇન્શ્યોરન્સ લેતા હોય છે.

  • Share this:
નવી દિલ્હી : મૃત્યુ બાદ પરિવારની આર્થિક સ્થિતિ ડામાડોળ ન થાય તે માટે લોકો ટર્મ લાઇફ ઇન્શ્યોરન્સ લેતા હોય છે. 5, 10 કે 20 વર્ષના કવરમાં ટર્મ ઇન્શ્યોરન્સ લેવાનું ચલણ વધુ છે. જો આ સમય દરમિયાન પોલિસી ધારકનું મોત થઈ જાય, તો નોમિનીને નિશ્ચિત વળતર મળે છે. જેનાથી આર્થિક ટેકો મળી જાય છે.

વર્તમાન સમયમાં મોટાભાગના લોકો ટર્મ લાઇફ ઇન્શ્યોરન્સને જ મહત્વ આપી રહ્યા છે. પરંતુ કેટલીકવાર જીવન વીમો લેતી વખતે ગફલત થાય છે. જેનો ભોગ તમારા પરિવાર બનવું પડે છે. તેથી જ્યારે પણ તમે ટર્મ લૉન લો તો કેટલીક મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

આવી રીતે કામ કરે છે ટર્મ ઇન્શ્યોરન્સ

પહેલા તો એ જાણવું જરૂરી છે કે ટર્મ ઇન્શ્યોરન્સ શું છે. કેનરા HSBC ઓબીસી લાઇફ ઇન્સ્યુરન્સના સિનિયર રિલેશનશિપ અધિકારી આશય સારસ્વતના મત મુજબ ટર્મ ઇન્શ્યોરન્સ લોકો તેમના પરિવારને આર્થિક સુરક્ષા આપવા માટે લે છે. જે મર્યાદિત સમયગાળામાં ચૂકવણીના નિશ્ચિત દરે કવરેજ આપે છે. વીમો લેનાર પોલિસીની અવધિ દરમિયાન મૃત્યુ પામે છે તો વળતર નોમિનીને આપવામાં આવે છે. અત્યાર સુધી ટર્મ ઇન્શ્યોરન્સમાં મેચ્યોરિટી મળતી ન હતી પરંતુ હવે કેટલીક વીમા કંપનીએ મેચ્યોરિટી આપવાનું પણ શરૂ કર્યું છે.

આ પણ વાંચો - ભચાઉ : નર્મદા કેનાલમાં પાણી પીવા ઉતરેલા એક જ પરિવારના 3 સભ્યોના ડૂબી જવાથી મોત

આ કારણોસર ટર્મ ઇન્શ્યોરન્સ ક્લેમ કેન્સલ થઈ શકે છે

પોલિસીધારકની હત્યા થઈ જાય અને તેમાં નોમિનીનો હાથ હોવાનું સામે આવે, અથવા તેના ઉપર હત્યાનો આરોપ હોય તે સ્થિતિમાં વીમા કંપનીઓ ટર્મ પ્લાન ક્લેમ આપવાનો ઇનકાર કરી શકે છે. ટર્મ પોલિસી લેનાર વ્યક્તિ દારૂના નશામાં ડ્રાઈવિંગ કરતો હોય અથવા તેણે ડ્રગ લીધું હોય તેવી સ્થિતિમાં તેનું મૃત્યુ થાય તો ટર્મ પ્લાનનો ક્લેમ આપવાનો ઇન્કાર કરી શકે છે.

જો વ્યક્તિને ટર્મ પોલિસી લેતા પહેલા કોઈ બીમારી હોય અને તેણે પોલિસી લેતી વખતે વીમા કંપનીને આ વિશે સંપૂર્ણ માહિતી આપી ન હોય તો પણ વીમા કંપની આ રોગથી મૃત્યુની સ્થિતિમાં ટર્મ પ્લાનના ક્લેમને નકારી શકે છે.

આત્મહત્યાના કેસમાં શું છે જોગવાઈ?

1 જાન્યુઆરી 2014થી IRDAI દ્વારા જીવન વીમા હેઠળ આપઘાતની કલમમાં ફેરફાર કર્યા છે. તેથી 1 જાન્યુઆરી 2014 પહેલા લેવાયેલી પોલિસી મામલે આત્મહત્યાની જૂની કલમ હશે. ત્યારબાદની પોલિસીમાં નવી કલમો લાગુ કરવામાં આવશે. જોકે, કેટલીક વીમા કંપનીઓ આત્મહત્યાના કિસ્સામાં કવરેજ આપે છે.
First published: