Home /News /business /

Term Life insurance: ટર્મ ઈન્શ્યોરન્સ લેવાનું છે પ્લાનિંગ? તો જાણી લો તેના ફાયદા, મેળવો સંપૂર્ણ જાણકારી

Term Life insurance: ટર્મ ઈન્શ્યોરન્સ લેવાનું છે પ્લાનિંગ? તો જાણી લો તેના ફાયદા, મેળવો સંપૂર્ણ જાણકારી

પ્રતિકાત્મક તસવીર

business news: જાણકારીના અભાવે ઘણી વખત લોકો ટર્મ ઈન્શ્યોરન્સ (Term Life insurance) અને નોર્મલ ઈન્શ્યોરન્સનો (Normal insurance) તફાવત સમજી શકતા નથી.

  Term Life insurance: ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાન લેવાની યોજના બનાવનારને આ પ્લાન અંગે કેટલીક સામાન્ય જાણકારીઓ હોવી ખુબ જરૂરી છે. જાણકારીના અભાવે ઘણી વખત લોકો ટર્મ ઈન્શ્યોરન્સ (Term Life insurance) અને નોર્મલ ઈન્શ્યોરન્સનો (Normal insurance) તફાવત સમજી શકતા નથી. જો કે, બન્ને ઈન્શ્યોરન્સમાં કેટલાક તફાવત (difference between term and normal insurance) સામાન્ય પણે જોવા મળતા હોય છે. આજે અહીં અમે આપને ટર્મ ઈન્શ્યોરન્સને લગતી કેટલીક જાણકારીઓથી અવગત કરાવીશું.

  ટર્મ ઇન્શ્યોરેન્સ એટલે શું?
  ટર્મ ઇન્શ્યોરેન્સ જીવન વીમાનો જ એક પ્રકાર છે. જીવન વીમો લેવાની સૌથી સરળ રીત એટલે ટર્મ ઇન્શ્યોરેન્સ. ભવિષ્ય વિશે આપણે હંમેશા અનિશ્ચિત જ રહીએ છીએ. જેથી સારી કે ખરાબ પરિસ્થિતી માટે તૈયાર રહેવુ પણ ખુબ જરૂરી છે અને વીમો તેમાં સહાયરૂપ બને છે. ટર્મ પ્લાન કોઈ સંપત્તિનું નિર્માણ નથી કરતો, પણ ભવિષ્યમાં કોઈ અણધાર્યો બનાવ બનવા પર ચોક્કસ રકમ સાથે સલામતીની ખાતરી પુરી પાડે છે. ટર્મ ઇન્શ્યોરેન્સ પ્લાનમાં વ્યક્તિ કોઈ ચોક્કસ ટર્મ માટે પ્રીમિયમની નિશ્ચિત રકમ ચૂકવીને તે સમયગાળા માટેનું વીમા કવચ મેળવી શકે છે. ટર્મ ઇન્શ્યોરેન્સ પૉલિસીમાં સ્પષ્ટ કરવામાં આવેલ સમયગાળા દરમિયાન વીમાધારક વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે તો, આ વીમા પૉલિસી નોમીની અથવા પરિવારના સભ્યોને મૃત્યુ સંબંધિત લાભની ચૂકવણીની ખાતરી આપે છે.

  કેવી રીતે કામ કરે છે ટર્મ ઇન્શ્યોરેન્સ પૉલિસી?
  ટર્મ પ્લાન પસંદ કરનાર વીમા ધારકનું મૃત્યુ થાય ત્યારે તેના નોમીનીને રકમ ચૂકવવામાં આવે છે. આવી પરિસ્થિતીમાં ઊચક રકમ મેળવવાને બદલે વ્યક્તિ માસિક આવકના લાભ મેળવવાનો વિકલ્પ પણ પસંદ કરી શકે છે. વિકલાંગતા, ગંભીર બીમારી અથવા આકસ્મિક મૃત્યુ થવાના કિસ્સામાં ટર્મ પ્લાન વધુ લાભદાયક બને છે.

  ટર્મ ઇન્શ્યોરેન્સ પૉલિસીના ફાયદા
  આ પોલિસી ખૂબ ઓછા ખર્ચે સારું કવરેજ આપે છે. આ સિવાય ટર્મ પ્લાન આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 80C હેઠળ આવરી લેવામાં આવેલી ધારાઓની યાદીમાં પણ સમાવિષ્ટ છે. જેના કારણે પેલિસી ધારકને ટેક્સ બેનીફીટ્સ પણ થાય છે. આ સાથે જ કેટલીક વીમા કંપનીઓ વીમા ધારકોને આકસ્મિક ખર્ચ દરમ્યાન કવરેજમાં ફેરબદલ અને સુધારા કરવાની પણ તક આપતી હોય છે.

  ટર્મ કવરની જરૂરિયાત કોને?
  આમ તો સૌ કોઇની પાસે ટર્મ કવર હોવું જરૂરી છે, ખાસ કરીને પરિવારના અન્ય લોકો આશ્રિત હોય તેવા વ્યક્તિ માટે આ પ્રકારના ટર્મ કવર ખુબ જરૂરી બની રહે છે. આ યાદીમાં પરણિત યુગલો, આશ્રિત માતા-પિતા ધરાવનારા લોકો, બાળકો ધરાવનારા માતા-પિતા, સ્વ-રોજગાર ધરાવનારી વ્યક્તિઓ, વ્યવસાય કરનારા લોકો તથા અન્ય કરદાતાઓનો સમાવેશ થઈ શકે છે.

  આ પણ વાંચોઃ-મહિલા જેલર રાત્રે સંતાઈને બેરેકમાં જતી, કેદીઓ સાથે બાંધતી શરીર સંબંધ, હત્યાના દોષીઓને પણ ન છોડ્યા

  લાંબા સમય સુધી સુરક્ષાનો લાભ
  ટર્મ લાઈફ ઇન્શ્યોરેન્સથી વીમાધારક અને તેના પરિવારને જીવનના દરેક ઉતારચઢાવ અને આપત્તિના સમયમાં શ્રેષ્ઠ મદદ મળે છે. વ્યક્તિ 100 વર્ષ સુધીના હોલ લાઈફ કવર વીમાની પસંદગી પણ કરી શકે છે. આ પ્રકારના વીમામાં આકસ્મિક ખર્ચમાં નાણાકીય સહાય મળી રહે છે. આ સિવાય ઘણાબધા ટર્મ ઇન્શ્યોરેન્સ પ્લાનમાં એક્સિડેંટલ કવર, ક્રીટીકલ ઈલનેસ કવર વગેરે જેવા એડ ઓન બેનિફિટ્સ પણ મળતા હોય છે અને જરૂર પ્રમાણે બેઝ પ્લાનમાં ઉમેરી શકાય છે.

  આ પણ વાંચોઃ-મોરબીઃ મમુ દાઢીના હત્યારાઓ ઝડબાયા, ફોરચ્યુનર ગાડી ઉપર અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું, કોણ છે આરોપી?

  અનિશ્ચિતતા એ જીવનની એકમાત્ર નિશ્ચિત બાબત છે. અકાળે નિધન, અકસ્માતો, વિકલાંગતા અને બીમારીની શક્યતાઓ હંમેશા રહે છે. જેથી આપ યોગ્ય ટર્મ ઇન્શ્યોરેન્સ પૉલિસીની મદદથી પરિવારનું ભવિષ્ય સુરક્ષિત કરી શકો છો.
  Published by:ankit patel
  First published:

  Tags: Business news, Insurance Policy

  આગામી સમાચાર