Home /News /business /કુંભમાં ફાઇવ સ્ટાર સુવિધા વાળું ટેન્ટ સિટી, એક રાતનું ભાડું 41,500 રપિયા

કુંભમાં ફાઇવ સ્ટાર સુવિધા વાળું ટેન્ટ સિટી, એક રાતનું ભાડું 41,500 રપિયા

સંગમ નિવાસની ટેન્ટ કોલોનીમાં બે પ્રકારના તંબુઓ છે.

સંગમ નિવાસની ટેન્ટ કોલોનીમાં બે પ્રકારના તંબુઓ છે.

કુંભમાં ટેન્ટ સિટીમાં રહેવા માટે ફાઇવ સ્ટારની સુવિધાઓ, એક્વેરિયમ, સ્પા,યોગ સેન્ટર. આ તમામ પ્રયાગરાજની સંગમ નિવાસ ટેન્ટ સિટીમાં છે. તેનું ભાડું સાભળીને થોડા ઉદાસ થઇ શકો છો.

સંગમ નિવાસની ટેન્ટ કોલોનીમાં બે પ્રકારના તંબુઓ છે. 24,500 રૂપિયાના 17 લક્ઝરી ટેન્ટ અને 41,500 ના ભાડા સાથે 27 વૈભવી સુપર લક્ઝરી ટેન્ટ્સ છે. આટલા મોંઘા તંબુમાં શું શું સુવિધાઓ હશે તે જાણવું જરુરી.

ફાઇવ સ્ટાર હોટેલના રૂમમાં હોય તે દરેક વસ્તુ, ધાર્મિક, પૌરાણિક લૂક અને તળાવ જેવો લૂક. કુંભની ભીડ જોઇને દુરથી લાગી રહ્યું છે કે કોઇ ટુરિસ્ટ પોસ્ટ પર હોય. ત્યા રહેનાર લોકો પણ આશ્ચર્યજનક છે કે આ કેવી રીતે આવો માહોલ તૈયાર કર્યો હશે.

આવા સાત્વિક માહોલમાં વેલનેસ સ્પા પણ છે, જ્યાં તમે પ્રાચીન, વૈદિક, આયુર્વેદની સેવા લઈ શકો છો. માત્ર એટલું જ નહીં, યોગ અને જ્યોતિષવિદ્યા સેન્ટર પણ છે. આ કેન્દ્રમાં સવારે યોગા ક્લાસ અને દિવસભર જ્યોતિષીય પરામર્શ છે. આ ટેન્ટ સિટીમાં મલ્ટી-ક્વિઝાઈન રેસ્ટોરાં પણ છે, જ્યાં ખોરાક સાત્વિત રીતે બનાવવામાં આવે છે અને પીરસવામાં આવે છે.
First published:

Tags: Allahabad, Business, કુંભ મેળો