મોટો આંચકો! ટૂંક સમયમાં TV થઈ જશે મોંઘા, આટલા ટકા થશે વધી જશે ભાવ

પ્રતીકાત્મક તસવીર

ટેલીવિઝનના ભાવમાં ઓક્ટોબર મહિનામાં મોટો ઉછાળો જોવા મળી શકે છે, જાણો શું છે કારણ

  • Share this:
    નવી દિલ્હીઃ ટેલીવિઝનના ભાવ (TV Price Increased) ઓક્ટોબરથી વધી શકે છે કારણ કે ઓપન સેલ પેનલ પર 5% આયાત ચાર્જ પર છૂટ આપવામાં આવી હતી, જે ગયા વર્ષે શરૂઆત થઈ હતી, જેની અવધિ આ મહિનાના અંતમાં સમાપ્ત થઈ જશે. ટેલીવિઝન ઉદ્યોગ પહેલાથી જ પ્રેશરમાં છે કારણ કે ટીવી માટે મુખ્ય ગણાતી પૂરી રીતે નિર્મિત પેનલોના ભાવ 50% સુધી વધી ગયા છે.

    ટાઇમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ, એ જાણવા મળ્યું છે કે ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલય ઇમ્પોર્ટ છૂટને વધારવાના પક્ષમાં છે. ઇમ્પોર્ટ ડ્યૂટી (Import Duty) પર છૂટ આપવાના કારણે ટીવી મેન્યૂફેક્ચરિંગમાં રોકાણ વધવામાં મદદ મળી છે અને તેનું જ પરિણામ છે કે દક્ષિણ કોરિયન કંપની સેમસંગ વિયતનામથી પોતાનો ઉત્પાદન કારોબાર સમેટીને હવે ભારતમાં ઉત્પાદન શરૂ કરશે. સૂત્રો મુજબ, અંતિમ નિર્ણય નાણા મંત્રાલય (Ministry of Finance) તરફથી લેવામાં આવશે, જે હજુ કોલ્ડ સ્ટોરેજમાં બંધ છે.

    આ પણ વાંચો, Gold Silver Price: સોનાના ભાવમાં આવી તેજી, ચાંદી પણ થઈ મોંઘી

    1200-1500 રૂપિયા સુધી વધી શકે છે ટીવીના ભાવ

    ટીવી કંપનીઓએ ટાઇમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે, તેમની પાસે ભાવ વધારવા ઉપરાંત અન્ય કોઈ વિકલ્પ નથી. કારણ કે વધારાના ખર્ચ તેઓ વહન કરશે કારણ કે આ ચાર્જ છૂટ 30 સપ્ટેમ્બરથી આગળ વધારવામાં આવે છે. તેમાં LG, પેનાસોનિક, થોમસન અને સેન્સૂઇ જેવી બ્રાન્ડ સામેલ છે.

    આ પણ વાંચો, SBI ગ્રાહકોને મોટો આંચકો! FD પર વ્યાજ ઘટ્યું, જાણો નવા Rates

    તેમનું કહેવું છે કે ટીવીની ભાવ લગભગ 4% અથવા તો એમ કહી શકાય કે 32 ઇંચના ટેલીવિઝન માટે લઘુત્તમ 600 રૂપિયા અને 42 ઇંચ માટે 1200-1500 રૂપિયા સુધી વધી જશે, અને મોટા સ્ક્રીનવાળા ટીવી માટે ભાવવધારો તેનાથી પણ વધી જશે.
    Published by:Mrunal Bhojak
    First published: