Home /News /business /નંબર સેવ નહિ હોય તો પણ દેખાશે કોલરનું નામ, અજાણ્યા કોલ્સની ઓળખ માટે સરકાર તરફથી મળશે આ સેવા

નંબર સેવ નહિ હોય તો પણ દેખાશે કોલરનું નામ, અજાણ્યા કોલ્સની ઓળખ માટે સરકાર તરફથી મળશે આ સેવા

યૂઝર્સ ફેક કોલ્સથી બચી શકશે.

કેવાયસી ડેટા અધિકારીઓને એ જાણવામાં મદદ કરશે કે, મોબાઈલ કંપનીઓએ સિમ કાર્ડ આપ્યા અગાઉ વેરિફિકેશન પ્રક્રિયાનો યોગ્ય રીતે અમલ કર્યો છે કે નહિ. જો શોર્ટકટની મદદ લીધી છે તો કોલરની વાસ્તવિક ઓળખ થઈ શકશે નહિ. ત્યારબાદ કંપની પર કડક કાર્યવાહી કરવામાં આવશે.

વધુ જુઓ ...
નવી દિલ્હીઃ અજાણ્યા કોલથી તમને ટૂંક સમયમાં રાહત મળવાની શક્યતા છે. ટેલીકોમ રેગ્યુલેટર ટ્રાઈ ટૂંક જ સમયમાં કેવાયસી આધારિત વ્યવસ્થા લાગૂ કરી શકે છે. આ વ્યવસ્થા અમલમાં આવ્યા પછી, તમારા મોબાઈલમાં જો કોઈ નંબર સેવ નહિ હોય અને તે નંબરથી કોલ આવશે તો નંબરની સાથે કોલ કરનારનું નામ પણ તમારી મોબાઈલ સ્ક્રીન પર આવી જશે.

યુઝર્સ ટ્રૂકોલર એપથી અજ્ઞાત કોલરની ઓળખ કરે છે.


આ ઘટનાક્રમથી જોડાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, હાલમાં કેટલાક યુઝર્સ ટ્રૂકોલર એપથી અજ્ઞાત કોલરની ઓળખ કરે છે. જો કે ટ્રૂકોલર જેવી એપ્સની મર્યાદા છે કે તેમાં ડેટા વેચાઈ જવાનો ભય રહે છે. તેથી 100 ટકા પ્રામાણિકતાની આશા રાખી શકાય નહિ. બીજી તરફ ટ્રાઈના મોબાઈલ બેઝ્ડ સર્વિસ શરૂ કરવાથી મોબાઈલ ગ્રાહકને 100 ટકા સાચી માહિતી મળી શકશે.

આ પણ વાંચોઃ ગેસ ચોરી કરવા વાળાની હવે ખેર નથી, QR કોડ સાથે ઘરે આવશે LPGના બાટલા

કેવાયસી ડેટા અધિકારીઓને એ જાણવામાં મદદ કરશે કે, મોબાઈલ કંપનીઓએ સિમ કાર્ડ આપ્યા અગાઉ વેરિફિકેશન પ્રક્રિયાનો યોગ્ય રીતે અમલ કર્યો છે કે નહિ. જો શોર્ટકટની મદદ લીધી છે તો કોલરની વાસ્તવિક ઓળખ થઈ શકશે નહિ. ત્યારબાદ કંપની પર કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચોઃ Google એ UPI થી પેમેન્ટ કરવાનું સરળ બનાવ્યું, જાણો કેવી રીતે કામ કરશે

વોટ્સએપ કોલ ઉપર આ વ્યવસ્થા લાવવામાં આવશે


ટ્રાઈની તૈયારી મોબાઈલ કોલની સાથે વોટ્સએપ કોલ ઉપર આ વ્યવસ્થા લાવવાની છે. જો કે આ અંગેની પ્રક્રિયા પછીથી શરૂ કરવામાં આવશે. જો કે મેસેજિંગ એપ સિમકાર્ડથી જોડાયેલ હોય છે, તેથી ઉપયોગકર્તાના ફોન નંબર અને વોટ્સએપ એકાઉન્ટની વચ્ચે એક લિંક હોય છે.


યૂઝર્સ ફેક કોલ્સથી બચી શકશે


એક અલગ પ્રક્રિયાની હજુ પણ જરૂર પડશે કારણકે, કોમ્પ્યુટરનો ઉપયોગ કરીને વોટ્સએપ કોલ પણ કરી શકાય છે. આવામાં સિમ કાર્ડ અને વોટ્સએપ એકાઉન્ચની વચ્ચે લિંક તૂટી જાય છે. આ સુવિધા શરૂ કર્યા પછી યૂઝર્સ ફેક કોલ્સથી બચી શકશે. આ વ્યવસ્થા શરૂ થયા પછી કોલરનું નામ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમના નિયમ અનુસાર ટેલિકોમ કંપનીઓ દ્વારા કરવામાં આવેલા કેવાયસી અનુસાર ફોન સ્ક્રીન પર આવશે. એટલે કે જેના નામનું સીમ હશે, તેનું જ નામ સ્ક્રીન પર ડિસપ્લે થશે.
First published:

Tags: Business news, Telecom Department, Truecaller

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો