BSNL ગ્રાહકોની તમામ સેવાઓ ગમે ત્યારે થઈ શકે છે બંધ! જાણો આખો મામલો

BSNL ગ્રાહકોની તમામ સેવાઓ ગમે ત્યારે થઈ શકે છે બંધ! જાણો આખો મામલો
પ્રતિકાત્મક તસવીર

દૂરસંચારની ઇન્ફ્રા. કંપનીઓનું કહેવું છે કે અનેક જગ્યાઓ પર મોબાઇલ સેવામાં વિઘ્નો આવવાના શરૂ થઈ ગયા છે.

  • Share this:
    નવી દિલ્હી : ટૅલિકોમ ઇન્ફ્રા. કંપનીઓ (Telecom infrastructure companies)એ જાહેર ક્ષેત્રની કંપની બીએસએનએલ (BSNL) પાસેથી બાકીના 1500 રૂપિયા તાત્કાલિક ચૂકવી આરવાની માંગણી કરી છે. આ કંપનીઓએ કહ્યું છે કે આવું નહીં કરવા પર તેઓ દૂરસંચાર કંપનીઓ સેવા ચાલૂ રાખવા જરૂરી ખર્ચ કરવા માટે અસમર્થ છે. ઇન્ફ્રાસ્ટ્રક્ટર ક્ષેત્રની કંપનીઓએ કહ્યું છે કે ચૂકવણી નહીં થવાના કેસમાં દેશમાં અનેક જગ્યાએ પહેલાથી જ મોબાઇલ સેવામાં વિઘ્નો આવી રહ્યા છે.

    ઇન્ડસ્ટ્રી બોડી ટાવર એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોવાઇડર્સ એસોસિએશન (TAIPA) અંતર્ગત આવતી આઠ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીના જૂથે ગુરુવારે બીએસએનએલના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર પી.કે. પુરવારને પત્ર લખીને ટૅલિકોમ પીએસયૂ સેવાઓને ચાલુ રાખવા માટે જરૂરી વીજળી, ડીઝલ, બેટરી વગેરેની ચૂકવણીમાં સમસ્યા આવતી હોવાથી બાકીની રકમ ચૂકવવાની માંગ કરી છે.



    ટીએઆઈપીએના ડિરેક્ટર જનરલ ટીઆર દુઆએ એક નિવેદનમાં કહ્યું છે કે બીએસએનએલ પર કુલ 1500 કરોડ રૂપિયાનું લાંબા સમયથી દેવું છે, જેના પરિણામે સમસ્યા ગંભીર બની છે. આ મામલે બીએસએનએલના સીએમડી તાત્કાલિક હસ્તક્ષેપ કરે તેવી અમને આશા છે.

    આ પણ વાંચો : ભારતમાં ફસાયેલા બ્રિટનનાં નાગરિકો માટે અમદાવાદથી ખાસ ત્રણ ફ્લાઇટ ઉપડશે

    તેમણે કહ્યું કે દૂરસંચાર ક્ષેત્રની ઇન્ફ્રા કંપનીઓ પહેલા જ નાણાકીય સંકટનો સામનો કરી રહી છે. આ સમયે ચાલી રહેલા લૉકડાઉનમાં નેવર્કને સુચારું બનાવી રાખવા માટે ખૂબ મુશ્કેલી આવી રહી છે. આ અંગે બીએસએનએલને મોકલવામાં આવેલા સવાલો અંગે હાલ કોઈ જ પ્રતિક્રિયા આવી નથી.

    આ પણ વાંચો : કોરોના વાયરસ : કૉન્ડમ ઉત્પાદક કંપની બનાવશે કોરોનાની ટેસ્ટિંગ કિટ, પ્રતિદિન 20 હજાર યૂનિટનું ઉત્પાદન કરશે

     

    ટીએઆઈપીએ ઇન્ડસ ટાવર્સ લિમિડેટ, એટીસી ટેલીકૉમ ઇન્ફ્રાસ્ટ્રક્ટર પ્રાઇવેટ લિમિટેડ, ભારતી ઇન્ફ્રાટેક લિમિટેડ, ટાવર વિડન લિમિટેડ, સ્ટરલાઇટ ટેક્નોલૉજીસ લિમિટેડ, સ્પેસ ટેલીલિન્ક, એપ્લાઇડ સોલર ટેક્નોલૉજી અને કૉસલાઇટ ઇન્ડિયા લિમિટેડ તરફથી બીએસએનએલના સીએમડીને તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગણી કરી છે.
    First published:April 11, 2020, 08:58 am