Home /News /business /Multibagger Stock: ટાટા ગ્રુપના આ શેરમાં સતત પાંચમા દિવસે લાગી અપર સર્કિટ, શું હજુ પણ રોકાણ કરી શકાય?

Multibagger Stock: ટાટા ગ્રુપના આ શેરમાં સતત પાંચમા દિવસે લાગી અપર સર્કિટ, શું હજુ પણ રોકાણ કરી શકાય?

મલ્ટીબેગર શેર (પ્રતીકાત્મક તસવીર)

Tejas Network Stock: તેજસ નેટવર્ક્સનો શેર 2021ના વર્ષમાં મલ્ટીબેગર સાબિત થયો હતો. છેલ્લા એક વર્ષમાં આ સેરે 182 ટકા વળતર આપ્યું છે. ટાટા ગ્રુપનો આ શેર 2022માં અત્યારસુધી 15 ટકા ભાગ્યો છે.

મુંબઇ. Multibagger Stock: મંગળવારે એટલે કે આજે ટ્રેડિંગ દરમિયાન તેજસ નેટવર્કના શેર (Tejas Network stock)માં પાંચ ટકાની અપર સર્કિટ (Upper circuit) લાગી હતી. NSE પર તેજસ નેટવર્કનો શેર 493.95 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો હતો. આ મલ્ટીબેગર શેર (Multibagger stock)માં સતત પાંચમા દિવસે અપર સર્કિટ લાગી છે. ટાટા ગ્રુપ (Tata Group)ની આ કંપનીએ જાહેરાત કરી છે કે કંપની પોતાના વાયરલેસ પ્રોડક્ટ સેવાઓ માટે પોર્ટફોલિયોના વિસ્તાર માટે Saankhya Labs Pvt Ltd કંપનીમાં હિસ્સો ખરીદશે. આ શેરમાં રોકાણકાર વિજય કેડિયા (Vijay Kedia) પણ ભાગીદારી ધરાવે છે.

આ સમાચાર આવ્યા બાદથી તેજસ નેટવર્કના શેરમાં સતત અપર સર્કિટ લાગતી જોઈ શકાય છે. ગત અઠવાડિયે તેજસ નેટવર્ક તરફથી કહેવામાં આવ્યું હતું કે, તેણે બેંગલુરુ સ્થિત કંપની સાંખ્યા લેબ્સ (Saankhya Labs Pvt Ltd) પ્રાઇવેટ લિમિટેડમાં 283.9 કરોડ રૂપિયાનો રોકાણ કરીને 64 ટકા હિસ્સો ખરીદવા માટે એક કરાર કર્યો છે.

આ સોદો પૂર્ણ થયા બાદ Saankhya Labs, તેજસ નેટવર્કની બહુમત હિસ્સો ધરાવતી સબ્સિડિયરી બની જશે. Saankhya Labs ના બાકીના હિસ્સાનું અધિગ્રહણ મર્જર પ્રક્રિયા દ્વારા કરવામાં આવશે. આશા છે કે કંપની 120 દિવસમાં મર્જની સ્કીમ દાખલ કરી દેશે.

2007ના વર્ષમાં શરૂઆત


ઉલ્લેખનીય છે કે સાંખ્યા લેબ્સની સ્થાપના 2007ના વર્ષમાં થઈ હતી. કંપની સેલ્યુલર વાયરલેસ, બ્રોડકાસ્ટ રેડિયો, સેટેલાઇટ કોમ્યુનિકેશન અને ગ્રાઉન્ટ ટર્મિનલ માટે તમામ પ્રકારની સિસ્ટમ્સ અને સેમી કન્ડક્ટર પ્રોડક્ટ્સ બનાવી છે. ભારત ઉપરાંત દુનિયાના અન્ય દેશોમાં પણ સાંખ્યા લેબ્સના સારા ગ્રાહકો છે.

તેજસ નેટવર્ક્સનો શેર 2021ના વર્ષમાં મલ્ટીબેગર સાબિત થયો હતો. છેલ્લા એક વર્ષમાં આ સેરે 182 ટકા વળતર આપ્યું છે. ટાટા ગ્રુપનો આ શેર 2022માં અત્યારસુધી 15 ટકા ભાગ્યો છે.

આ પણ વાંચો: પેટ્રોલ-ડીઝલના વધતા ભાવની ચિંતા છોડો, આ CNG કાર્સ આપશે દમદાર માઇલેજ

નિષ્ણાતોનો અભિપ્રાય


Proficient Equities ના મનોજ દાલમિયાનું કહેવું છે કે 5G ટેક્નોલોજીના વિસ્તાર અને Saankhya Labs માં હિસ્સો ખરીદવો કંપની માટે સારું પરિણામ લાવી શકે છે. બજારમાં કંપનીને બિઝનેસનો મોટો મોકો મળી શકે છે.

શેર ઇન્ડિયાના રવિ સિંહનું કહેવું છે કે સાંખ્યા લેબ્સમાં હિસ્સો ખરીદવાથી તેજસ નેટવર્કના વાયરલેસ પોર્ટફોલિયોનો વિસ્તાર થવાની સાથે જ ઘરેલૂ અને વિદેશી બજારોમાં કંપનીનો ગ્રાહકોનો બેઝ વધશે. રવિ સિંહનું કહેવું છે કે તેજસ નેટવર્કની ચાર્ટ પેટર્ન ખૂબ સારી નજરે પડી રહી છે. આ સ્ટૉક 360 રૂપિયાના સ્વિંગ લૉથી હાયર હાઈ અને હાયર લૉ બનાવવાની સાઇકલમાં નજરે પડી રહ્યો છે. આ ઉપરાંત બીજા મોમેન્ટમ ઇન્ડિકેટર પણ આ સ્ટૉકમાં ભવિષ્યમાં તેજી આવવાના સંકેત આપી રહ્યા છે.

આ પણ વાંચો: આનંદો! એલઆઈસીના આઈપીઓની તારીખને લઈને આવ્યા સારા સમાચાર

તેજસ નેટવર્કમાં વિજય કેડિયાની ભાગીદારી


તેજસ નેટવર્ક્સની શેર હોલ્ડિંગ પેટર્ન પ્રમાણે ઓક્ટોબર-ડિસેમ્બર 2021 ત્રિમાસિકમાં વિજય કેડિયાએ તેજસ નેટવર્ક્સમાં પોતાની કંપની કેડિયા સિક્યોરિટી પ્રાઇવેટ લિમિડેટના માધ્યમથી રોકાણ કર્યું છે. તેજસ નેટવર્ક્સમાં કેડિયા સિક્યોરિટીની ભાગીદારી 39 લાખ શેર અથવા 3.42 ટકા છે.
First published:

Tags: Investment, Multibagger Stock, Share market, Stock market, Tata group

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો