Home /News /business /

Tega Industries IPO: ટેગા ઇન્ડસ્ટ્રીઝનો આઈપીઓ 218 ગણો ભરાયો, રિટેલ હિસ્સો 29 ગણો ભરાયો, જાણો ગ્રે માર્કેટ પ્રીમિયમ

Tega Industries IPO: ટેગા ઇન્ડસ્ટ્રીઝનો આઈપીઓ 218 ગણો ભરાયો, રિટેલ હિસ્સો 29 ગણો ભરાયો, જાણો ગ્રે માર્કેટ પ્રીમિયમ

ટેગા ઇન્ડસ્ટ્રીઝ આઈપીઓ

Tega Industries IPO subscription: ટેગા ઇન્ડસ્ટ્રીઝના આઈપીઓને તમામ કેટેગરીમાં સારો રિસ્પોન્સ મળ્યો છે. રિટેલ માટે અનામત હિસ્સો 29 ગણો ભરાયો છે.

    મુંબઈ. Tega Industries IPO: ટેગા ઇન્ડસ્ટ્રીઝ (Tega Industries)ના આઈપીઓને રોકાણકારો તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. આજે એટલે કે શુક્રવારે (ત્રણ ડિસેમ્બર) બીડ માટે અંતિમ દિવસ હતો. અંતિમ દિવસ સુધી ટેગા ઇન્ડસ્ટ્રીઝનો આઈપીઓ (Tega Industries IPO subscription) 218 ગણો ભરાયો છે. કંપનીના આઈપીઓને 95.68 લાખ ઇક્વિટી શેરની સામે 209 કરોડ ઇક્વિટી શેર માટે અરજી મળી છે. કંપનીએ આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ (Price band) 443-453 રૂપિયા રાખી હતી. ટેગા ઇન્ડસ્ટ્રીઝનો 619 કરોડ રૂપિયાનો આઈપીઓ 1 ડિસેમ્બરના રોજ ખુલ્યો હતો. આ આઈપીઓ સંપૂર્ણ રીતે ઑફર ફૉર સેલ છે. આઈપીઓ પહેલા જ કંપની એન્કર રોકાણકારો પાસેથે 186 કરોડ રૂપિયા એકઠી કરી ચૂકી છે.

    કઈ કેટેગરીમાં કેટલો પ્રતિસાદ મળ્યો?

    ટેગા ઇન્ડસ્ટ્રીઝના આઈપીઓને તમામ કેટેગરીમાં સારો રિસ્પોન્સ મળ્યો છે. રિટેલ માટે અનામત હિસ્સો 29 ગણો ભરાયો છે. જ્યારે નૉન-ઇન્સ્ટીટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (NII) માટે અનામત હિસ્સો 663 ગણો ભરાયો છે. ક્વૉલિફાઇડ ઇન્સ્ટીટ્યૂશનોલ ઇન્વેસ્ટર્સ માટે અનામત હિસ્સો 215.45ગ ણો ભરાયો છે.

    ગ્રે માર્કેટ પ્રીમિયમ (Tega Industries IPO GMP)

    IPO વૉચ પ્રમાણે ગ્રે માર્કેટમાં શુક્રવારે સવારે ટેગા ઇન્ડસ્ટ્રીઝનો શેર 410 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યો હતો. જે કંપનીના આઈપીઓની ઉપરની પ્રાઇસ બેન્ડથી 90.50% વધારે છે. ટેગા ઇન્ડસ્ટ્રીઝના શેરના ગ્રે માર્કેટ પ્રીમિયમથી એ વાતનો સંકેત મળે છે કે આઈપીઓનું શેર બજારમાં ધમાકેદાર લિસ્ટિંગ થઈ શકે છે.

    કોણ કેટલો હિસ્સો વેચશે?

    આ આઈપીઓ અંતર્ગત ટેગા ઇન્ડસ્ટ્રીઝના પ્રમોટર્સ અને શેર હોલ્ડર્સ કુલ 1,36,69,478 શેર વેચશે. પ્રમોટર્સમાં સામેલ મદન મોહન મોહનકા આશરે 33.14 લાખ ઇક્વિટી શેર, મનીષ મોહનકા આશરે 6.63 લાખ ઇક્વિટી શેર વેચશે. આ ઉપરાંત Wagner આશરે 96.92 લાખ ઇક્વિટી શેર ઑફર ફૉર સેલ માટે મૂકશે.

    ટેગા ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇસ બેન્ડ (Tega Industries Price band)

    કંપનીએ આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 443-453 રૂપિયા રાખી છે. એટલે કે બીડ કરનાર વ્યક્તી 443થી 453 રૂપિયા પ્રતિ શેરની પ્રાઇસ બેન્ડ પ્રમાણે બીડ કરી શકાય છે.

    આઈપીઓ લોટ સાઇઝ (Tega Industries IPO size)

    ટેગા ઇન્ડસ્ટ્રીઝનો આઈપીઓ સંપૂર્ણ રીતે ઑફર પૉર સેલ છે. એટલે કે કંપનીના પ્રમોટરો પોતાનો હિસ્સો વેચીને 619.23 કરોડ રૂપિયા એકઠા કરવાનો પ્રયાસ કરશે.

    કેટલું રોકાણ કરવું પડશે? (Tega Industries IPO lot size)

    ટેગા ઇન્ડસ્ટ્રીઝના આઈપીઓ માટે રોકાણકારો ઓછામાં ઓછા 33 શેરના એક લૉટ માટે બોલી લગાવી શકે છે. એક રોકાણકારો વધારેમાં વધારે 13 લોટ માટો બોલી લગાવી શકે છે. કંપનીએ નક્કી કરેલી અપર પ્રાઇસ બેન્ડ પ્રમાણે એક રોકાણકારો આઈપીઓમાં ઓછામાં ઓછા 14,949 રૂપિયા (453*33) માટે રોકાણ કરવું પડશે. એક રોકાણકાર વધારેમાં વધારે 1,94,337 (453*33*13) રૂપિયા માટે બીડ કરી શકે છે.

    આ પણ વાંચો: હવે WhatsAppથી ભરો કોઈ પણ IPO, ફટાફટ ખુલી જશે ડીમેટ એકાઉન્ટ, Upstoxની ખાસ સેવા લૉંચ

    અગત્યની તારીખો (Tega Industries IPO Important dates)

    ટેગા ઇન્ડસ્ટ્રીઝનો આઈપીઓ 1 ડિસેમ્બરા રોજ ખુલશે અને 3 ડિસેમ્બરના રોજ બંધ થશે. શેરના ફાળવણી માટે હાલ કામચલાઉ તારીખ 8મી ડિસેમ્બર છે.

    કંપનીનો બિઝનેસ (Tega Industries profile)

    ટેગા ઇન્ડસ્ટ્રીઝ પૉલીમર આધારિત મીલ લાઇનર્સ બનાવતી દેશની બીજી સૌથી મોટી કંપની છે. ટેગા ઇન્ડસ્ટ્રીઝ કંપનીની સ્થાપના સ્વીડનના સ્કેજા ABના સહયોગથી 1978માં ભારતમાં થઈ હતી. બાદમાં પ્રમોટર મદન મોહન મોહનકાએ 2001માં કંપનીમાં સ્કેજા ABની સંપૂર્ણ ભાગીદારી ખરીદી લીધી હતી.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, IPO, Share market

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन