Home /News /business /

Tega Industries IPO: ટેગા ઇન્ડસ્ટ્રીઝ આ વર્ષે સૌથી વધારે ભરાયેલો ત્રીજો IPO, લિસ્ટિંગ પહેલા ગ્રે માર્કેટના પ્રીમિયમમાં વધારો

Tega Industries IPO: ટેગા ઇન્ડસ્ટ્રીઝ આ વર્ષે સૌથી વધારે ભરાયેલો ત્રીજો IPO, લિસ્ટિંગ પહેલા ગ્રે માર્કેટના પ્રીમિયમમાં વધારો

ટેગા ઇન્ડસ્ટ્રીઝ IPO

Tega Industries IPO: ટેગા ઇન્ડસ્ટ્રીઝનો આઈપીઓ 1 ડિસેમ્બરના રોજ ખુલ્યો હતો અને ત્રીજી ડિસેમ્બરના રોજ બંધ થયો હતો. શેરના ફાળવણી માટે હાલ કામચલાઉ તારીખ 8મી ડિસેમ્બર છે.

    મુંબઈ. Tega Industries IPO: કોલકાતા સ્થિતિ ટેગા ઇન્ડસ્ટ્રીઝનો આઈપીઓ (Tega Industries) આ વર્ષે સૌથી વધારે ભરાયેલો ત્રીજો આઈપીઓ બની ગયો છે. ટેગા ઈન્ડસ્ટ્રીઝનો આઈપીઓ અંતિમ દિવસ સુધી 219 ગણો ભરાયો છે. ટેગા ઇન્ડસ્ટ્રીઝના આઈપીઓને તમામ કેટેગરીમાં સારો રિસ્પોન્સ (Tega Industries IPO subscription) મળ્યો છે. રિટેલ માટે અનામત હિસ્સો 29.44 ગણો ભરાયો છે. જ્યારે નૉન-ઇન્સ્ટીટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (NII) માટે અનામત હિસ્સો 666.19 ગણો ભરાયો છે. ક્વૉલિફાઇડ ઇન્સ્ટીટ્યૂશનોલ ઇન્વેસ્ટર્સ માટે અનામત હિસ્સો 215.45 ગણો ભરાયો છે. ટેગા ઇન્ડસ્ટ્રીઝનો આઈપીઓ 1 ડિસેમ્બરના રોજ ખુલ્યો હતો અને ત્રીજી ડિસેમ્બરના રોજ બંધ થયો હતો. શેરના ફાળવણી માટે હાલ કામચલાઉ તારીખ 8મી ડિસેમ્બર છે.

    પારસ ડિફેન્સ આઈપીઓ 304 ગણો ભરાયો હતો

    આ જ વર્ષે આવેલા બે આઈપીઓ લેટેન્ટ વ્યૂ એનાલિટિક્સ (Latent view analytics) અને પારસ ડિફેન્સ (Paras Defence)ના આઈપીઓને રોકાણકારો તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો. લેટેન્ટ વ્યૂ એનાલિટિક્સનો આઈપીઓ 338 ગણો ભરાયો હતો જ્યારે પારસ ડિફેન્સ આઈપીઓ 304 ગણો ભરાયો હતો.

    આનંદ રાઠી આઈપીઓ (Anand Rathi IPO)

    બીજી તરફ આનંદ રાઠી વેલ્થ લિમિટેડના આપીઓને પણ રોકાણકારો તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. શુક્રવારે પૂર્ણ થયેલા બીજા દિવસે એન્કર અલોટમેન્ટના બાદ કરતા આઈપીઓ 3.2 ગણો ભરાયો હતો. આનંદ રાઠી વેલ્થ લિ.નો આઈપીઓ સોમવારે એટલે કે છઠ્ઠી ડિસેમ્બરના રોજ બંધ થશે.

    ટેગા ઇન્ડસ્ટ્રીઝ ગ્રે માર્કેટ પ્રીમયિમ (Tega Industries IPO GMP)

    માર્કેટ પર નજર રાખતા લોકોના જણાવ્યા પ્રમાણે આજે ટેગા ઇન્ડસ્ટ્રીઝનો શેર ગ્રે માર્કેટમાં 425 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો હતો. ગઈકાલે ગ્રે માર્કેટ પ્રીમિયમ 420 રૂપિયા હતું. એટલે કે ગ્રે માર્કેટ પ્રીમિયમમાં પ્રતિ શેર 5 રૂપિયાનો વધારો થયો છે. માર્કેટ નિષ્ણાતોનું કહેવું છે કે વધી રહેલુ ગ્રે માર્કેટ પ્રીમિયમ એ વાતનો સંકેત આપે છે કે ટેગા ઇન્ડસ્ટ્રીઝના શેરનું ધમાકેદાર લિસ્ટિંગ થઈ શકે છે. ટેગા ઇન્ડસ્ટ્રીઝના આઈપીઓની 13મી ડિસેમ્બરના રોજ શેર બજારમાં લિસ્ટિંગ થાય તેવી શક્યતા છે.

    આ જીએમપીનો મતલબ શું?

    માર્કેટ નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે ટેગા ઇન્ડસ્ટ્રીઝનો શેર 425 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો છે તેનો મતલબ એવો થાય કે હાલ ટેગા ઇન્ડસ્ટ્રીઝનો એક શેર ગ્રે માર્કેટમાં 878 રૂપિયા (453+425) પર ટ્રેડ થઈ રહ્યો છે. આ કિંમત ઇશ્યૂ કિંમતથી 93% વધારે છે.
    કોણ કેટલો હિસ્સો વેચશે?

    આ આઈપીઓ અંતર્ગત ટેગા ઇન્ડસ્ટ્રીઝના પ્રમોટર્સ અને શેર હોલ્ડર્સ કુલ 1,36,69,478 શેર વેચશે. પ્રમોટર્સમાં સામેલ મદન મોહન મોહનકા આશરે 33.14 લાખ ઇક્વિટી શેર, મનીષ મોહનકા આશરે 6.63 લાખ ઇક્વિટી શેર વેચશે. આ ઉપરાંત Wagner આશરે 96.92 લાખ ઇક્વિટી શેર ઑફર ફૉર સેલ માટે મૂકશે.

    ટેગા ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇસ બેન્ડ (Tega Industries Price band)

    કંપનીએ આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 443-453 રૂપિયા રાખી છે. એટલે કે બીડ કરનાર વ્યક્તી 443થી 453 રૂપિયા પ્રતિ શેરની પ્રાઇસ બેન્ડ પ્રમાણે બીડ કરી શકાય છે.

    આઈપીઓ લોટ સાઇઝ (Tega Industries IPO size)

    ટેગા ઇન્ડસ્ટ્રીઝનો આઈપીઓ સંપૂર્ણ રીતે ઑફર પૉર સેલ છે. એટલે કે કંપનીના પ્રમોટરો પોતાનો હિસ્સો વેચીને 619.23 કરોડ રૂપિયા એકઠા કરવાનો પ્રયાસ કરશે.

    કેટલું રોકાણ કરવું પડશે? (Tega Industries IPO lot size)

    ટેગા ઇન્ડસ્ટ્રીઝના આઈપીઓ માટે રોકાણકારો ઓછામાં ઓછા 33 શેરના એક લૉટ માટે બોલી લગાવી શકે છે. એક રોકાણકારો વધારેમાં વધારે 13 લોટ માટો બોલી લગાવી શકે છે. કંપનીએ નક્કી કરેલી અપર પ્રાઇસ બેન્ડ પ્રમાણે એક રોકાણકારો આઈપીઓમાં ઓછામાં ઓછા 14,949 રૂપિયા (453*33) માટે રોકાણ કરવું પડશે. એક રોકાણકાર વધારેમાં વધારે 1,94,337 (453*33*13) રૂપિયા માટે બીડ કરી શકે છે.

    અગત્યની તારીખો (Tega Industries IPO Important dates)

    ટેગા ઇન્ડસ્ટ્રીઝનો આઈપીઓ 1 ડિસેમ્બરના રોજ ખુલ્યો હતો અને ત્રીજી ડિસેમ્બરના રોજ બંધ થયો હતો. શેરના ફાળવણી માટે હાલ કામચલાઉ તારીખ 8મી ડિસેમ્બર છે.

    આ પણ વાંચો: 7મી ડિસેમ્બરે ખુલશે RateGain IPO, જાણો રોકાણથી લઈને ગ્રે માર્કેટ પ્રીમિયમ અંગે તમામ વિગત

    કંપનીનો બિઝનેસ (Tega Industries profile)

    ટેગા ઇન્ડસ્ટ્રીઝ પૉલીમર આધારિત મીલ લાઇનર્સ બનાવતી દેશની બીજી સૌથી મોટી કંપની છે. ટેગા ઇન્ડસ્ટ્રીઝ કંપનીની સ્થાપના સ્વીડનના સ્કેજા ABના સહયોગથી 1978માં ભારતમાં થઈ હતી. બાદમાં પ્રમોટર મદન મોહન મોહનકાએ 2001માં કંપનીમાં સ્કેજા ABની સંપૂર્ણ ભાગીદારી ખરીદી લીધી હતી.
    Published by:Vinod Zankhaliya
    First published:

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन