Home /News /business /

Tega Industries IPO Listing: ટેગા ઇન્ડસ્ટ્રીઝના આઈપીઓનું શેર બજારમાં ધમાકેદાર લિસ્ટિંગ, જાણો વિગત

Tega Industries IPO Listing: ટેગા ઇન્ડસ્ટ્રીઝના આઈપીઓનું શેર બજારમાં ધમાકેદાર લિસ્ટિંગ, જાણો વિગત

ટેગા ઇન્ડસ્ટ્રીઝ IPO

Tega Industries IPO Listing: ટેગા ઇન્ડસ્ટ્રીઝનો આઈપીઓ 1 ડિસેમ્બરના રોજ ખુલ્યો હતો અને ત્રીજી ડિસેમ્બરના રોજ બંધ થયો હતો. કંપનીએ આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 443-453 રૂપિયા રાખી હતી.

    મુંબઈ. Tega Industries IPO: ટેગા ઇન્ડસ્ટ્રીઝના શેરની ફાળવણી (Allotment) બાદ તમામ લોકોની નજર લિસ્ટિંગ પર હતી. ટેગા ઇન્ડસ્ટ્રીઝના શેરનું આજે BSE અને NSE પર ધમાકાદેર લિસ્ટિંગ (Tega Industries IPO Listing) થયું છે. ઉલ્લેખનીય છે કે ટેગા ઇન્ડસ્ટ્રીઝનો આઈપીઓ 219.04 ગણો ભરાયો (Tega Industries IPO subscription) હતો. આઈપીઓને મળેલા અભૂતપૂર્વ પ્રતિસાદ બાદ રોકાણકારો આશા રાખી રહ્યા હતા કે કંપનીના શેરનું ધમાકેદાર લિસ્ટિંગ થશે. ટેગા ઇન્ડસ્ટ્રીઝનો આઈપીઓ 1 ડિસેમ્બરના રોજ ખુલ્યો હતો અને ત્રીજી ડિસેમ્બરના રોજ બંધ થયો હતો. કંપનીએ આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 443-453 રૂપિયા રાખી હતી.

    ધમાકેદાર લિસ્ટિંગ (Tega Industries IPO Listing)

    BSE પર ટેગા ઇન્ડસ્ટ્રીઝની શેર 753 રૂપિયા પર લિસ્ટ થયો હતો. જ્યારે NSE પર 760 રૂપિયા પર લિસ્ટ થયો હતો. એટલે કે BSE પર ટેગા ઇન્ડસ્ટ્રીઝનો શેર આશરે 66.23 ટકા અને એનએસઈ પર 67.77 ટકાના પ્રીમિયમ પર લિસ્ટ થયો છે.

    ટેગા ઇન્ડસ્ટ્રીઝ આ વર્ષે સૌથી વધારે ભરાયેલો ત્રીજો IPO

    કોલકાતા સ્થિતિ ટેગા ઇન્ડસ્ટ્રીઝનો આઈપીઓ (Tega Industries) આ વર્ષે સૌથી વધારે ભરાયેલો ત્રીજો આઈપીઓ બની ગયો છે. ટેગા ઈન્ડસ્ટ્રીઝનો આઈપીઓ અંતિમ દિવસ સુધી 219 ગણો ભરાયો છે. ટેગા ઇન્ડસ્ટ્રીઝના આઈપીઓને તમામ કેટેગરીમાં સારો રિસ્પોન્સ (Tega Industries IPO subscription) મળ્યો છે. રિટેલ માટે અનામત હિસ્સો 29.44 ગણો ભરાયો છે. જ્યારે નૉન-ઇન્સ્ટીટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (NII) માટે અનામત હિસ્સો 666.19 ગણો ભરાયો છે. ક્વૉલિફાઇડ ઇન્સ્ટીટ્યૂશનોલ ઇન્વેસ્ટર્સ માટે અનામત હિસ્સો 215.45 ગણો ભરાયો છે.

    પારસ ડિફેન્સ આઈપીઓ 304 ગણો ભરાયો હતો

    આ જ વર્ષે આવેલા બે આઈપીઓ લેટેન્ટ વ્યૂ એનાલિટિક્સ (Latent view analytics) અને પારસ ડિફેન્સ (Paras Defence)ના આઈપીઓને રોકાણકારો તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો. લેટેન્ટ વ્યૂ એનાલિટિક્સનો આઈપીઓ 338 ગણો ભરાયો હતો જ્યારે પારસ ડિફેન્સ આઈપીઓ 304 ગણો ભરાયો હતો.

    ટેગા ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇસ બેન્ડ (Tega Industries Price band)

    કંપનીએ આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 443-453 રૂપિયા રાખી હતી. એટલે કે બીડ કરનાર વ્યક્તિ 443થી 453 રૂપિયા પ્રતિ શેરની પ્રાઇસ બેન્ડ પ્રમાણે બીડ કરી શકે છે.

    આઈપીઓ લોટ સાઇઝ (Tega Industries IPO size)

    ટેગા ઇન્ડસ્ટ્રીઝનો આઈપીઓ સંપૂર્ણ રીતે ઑફર પૉર સેલ છે. એટલે કે કંપનીના પ્રમોટરો પોતાનો હિસ્સો વેચીને 619.23 કરોડ રૂપિયા એકઠા કરવાનો પ્રયાસ કરશે.

    અગત્યની તારીખો (Tega Industries IPO Important dates)

    ટેગા ઇન્ડસ્ટ્રીઝનો આઈપીઓ 1 ડિસેમ્બરના રોજ ખુલ્યો હતો અને ત્રીજી ડિસેમ્બરના રોજ બંધ થયો હતો. ટેગા ઇન્ડસ્ટ્રીઝના શેરનું લિસ્ટિંગ 13મી ડિસેમ્બરના રોજ થયું છે.

    આ પણ વાંચો: MedPlus Health IPO: મેડપ્લસ હેલ્થનો આઈપીઓ ખુલ્યો, પ્રાઇસ બેન્ડ, ગ્રે માર્કેટ પ્રીમિયમ સહિતની વિગત

    કંપનીનો બિઝનેસ (Tega Industries profile)

    ટેગા ઇન્ડસ્ટ્રીઝ પૉલીમર આધારિત મીલ લાઇનર્સ બનાવતી દેશની બીજી સૌથી મોટી કંપની છે. ટેગા ઇન્ડસ્ટ્રીઝ કંપનીની સ્થાપના સ્વીડનના સ્કેજા ABના સહયોગથી 1978માં ભારતમાં થઈ હતી. બાદમાં પ્રમોટર મદન મોહન મોહનકાએ 2001માં કંપનીમાં સ્કેજા ABની સંપૂર્ણ ભાગીદારી ખરીદી લીધી હતી.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: BSE, Investment, IPO, NSE, Share market

    આગામી સમાચાર