મુંબઈ: ટેગા ઇન્ડસ્ટ્રીઝ (Tega Industries IPO)નો 619 કરોડ રૂપિયાનો આઈપીઓ આજે એટલે કે 1 ડિસેમ્બરના રોજ ખુલી ગયો છે અને ત્રીજી ડિસેમ્બરના રોજ બંધ થશે. ટેગા ઇન્ડસ્ટ્રીઝ તરફથી આઈપીઓ માટે 443થી 543 રૂપિયા પ્રાઇસ બેન્ડ નક્કી કરવામાં આવી છે. આ આઈપીઓ સંપૂર્ણ રીતે ઑફર ફૉર સેલ છે. જેમાં કંપનીની વર્તમાન પ્રમોટર્સ પોતાનો હિસ્સો વેચશે. એટલે કે આ આઈપીઓ મારફતે કોઈ જ નવા ઇક્વિટી શેર જાહેર નહીં કરવામાં આવે. હાલ ટેગા ઇન્ડસ્ટ્રીઝની 85.17% ભાગીદારી તેના પ્રમોટર્સ પાસે છે. જ્યારે Wagner પાસે કંપનીની 14.54% ભાગીદારી છે.
કોણ કેટલો હિસ્સો વેચશે?
આ આઈપીઓ અંતર્ગત ટેગા ઇન્ડસ્ટ્રીઝના પ્રમોટર્સ અને શેર હોલ્ડર્સ કુલ 1,36,69,478 શેર વેચશે. પ્રમોટર્સમાં સામેલ મદન મોહન મોહનકા આશરે 33.14 લાખ ઇક્વિટી શેર, મનીષ મોહનકા આશરે 6.63 લાખ ઇક્વિટી શેર વેચશે. આ ઉપરાંત Wagner આશરે 96.92 લાખ ઇક્વિટી શેર ઑફર ફૉર સેલ માટે મૂકશે.
કંપનીએ આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 443-453 રૂપિયા રાખી છે. એટલે કે બીડ કરનાર વ્યક્તી 443થી 453 રૂપિયા પ્રતિ શેરની પ્રાઇસ બેન્ડ પ્રમાણે બીડ કરી શકાય છે.
આઈપીઓ લોટ સાઇઝ (Tega Industries IPO size)
ટેગા ઇન્ડસ્ટ્રીઝનો આઈપીઓ સંપૂર્ણ રીતે ઑફર પૉર સેલ છે. એટલે કે કંપનીના પ્રમોટરો પોતાનો હિસ્સો વેચીને 619.23 કરોડ રૂપિયા એકઠા કરવાનો પ્રયાસ કરશે.
કેટલું રોકાણ કરવું પડશે? (Tega Industries IPO lot size)
ટેગા ઇન્ડસ્ટ્રીઝના આઈપીઓ માટે રોકાણકારો ઓછામાં ઓછા 33 શેરના એક લૉટ માટે બોલી લગાવી શકે છે. એક રોકાણકારો વધારેમાં વધારે 13 લોટ માટો બોલી લગાવી શકે છે. કંપનીએ નક્કી કરેલી અપર પ્રાઇસ બેન્ડ પ્રમાણે એક રોકાણકારો આઈપીઓમાં ઓછામાં ઓછા 14,949 રૂપિયા (453*33) માટે રોકાણ કરવું પડશે. એક રોકાણકાર વધારેમાં વધારે 1,94,337 (453*33*13) રૂપિયા માટે બીડ કરી શકે છે.
આઈપીઓ ભરવો જોઈએ કે નહીં? (Should you subscribe Tega Industries IPO)
એક બજાર નિષ્ણાતો જણાવ્યું કે, "આ આઈપીઓ માટે બીડ કરનાર રોકાણકારને ભારતીય અને વૈશ્વિક બજાર પર નજર રાખવી જોઈએ. કારણ કે કોરોનાના નવા વેરિઅન્ટને પગલે બજાર ખૂબ ખરાબ રીતે પ્રભાવિત થયું છે. જો આગામી અઠવાડિયે નિફ્ટી 17,000થી નીચે જાય છે તો આ ઇશ્યૂ બિયર માર્કેટમાં સબ્સક્રિપ્શન માટે ઉપલબ્ધ બનશે. આવા કેસમાં આ આઈપીઓ સંપૂર્ણ રીતે ઑફર ફૉર સેલ હોવાથી વિઘ્ન આવી શકે છે."
ટેગા ઇન્ડસ્ટ્રીઝ પૉલીમર આધારિત મીલ લાઇનર્સ બનાવતી દેશની બીજી સૌથી મોટી કંપની છે. ટેગા ઇન્ડસ્ટ્રીઝ કંપનીની સ્થાપના સ્વીડનના સ્કેજા ABના સહયોગથી 1978માં ભારતમાં થઈ હતી. બાદમાં પ્રમોટર મદન મોહન મોહનકાએ 2001માં કંપનીમાં સ્કેજા ABની સંપૂર્ણ ભાગીદારી ખરીદી લીધી હતી.
નોંધ: શેર બજારમાં રોકાણ જોખમોને આધિન છે. અહીં આપવામાં આવેલી સલાહ જે તે બ્રોકરેજ હાઉસની છે. ન્યૂઝ18 ગુજરાતી તરફથી આઈપીઓ કે શેરમાં રોકાણ અંગે ક્યારેય કોઈ સલાહ આપવામાં આવતી નથી.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર