મુંબઈ. Tega Industries IPO: ટેગા ઇન્ડસ્ટ્રીઝના શેરની ફાળવણી (Allotment) કંપની તરફથી કરી દેવામાં આવી છે. હવે તમામ લોકોની નજર સોમવારે એટલે કે 13મી ડિસેમ્બરના રોજ થનારા ટેગા ઇન્ડસ્ટ્રીઝના લિસ્ટિંગ (Tega Industries IPO Listing) પર છે. ટેગા ઇન્ડસ્ટ્રીઝનો આઈપીઓ 219.04 ગણો ભરાયો (Tega Industries IPO subscription) હતો. આઈપીઓને મળેલા અભૂતપૂર્વ પ્રતિસાદ બાદ રોકાણકારો આશા રાખી રહ્યા છે કે કંપનીના શેરનું ધમાકેદાર લિસ્ટિંગ થશે. ગ્રે માર્કેટ (Grey market) પણ કંઈક આવો જ ઈશારો કરી રહ્યું છે. આઈપીઓ પર નજર રાખતા બજાર નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે આજે ટેગા ઇન્ડસ્ટ્રીઝનો શેર ગ્રે માર્કેટમાં 300 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યો છે, જે ઇશ્યૂ કિંમતથી 65% વધારે છે.
ગ્રે માર્કેટ પ્રીમિયમ (Tega Industries IPO GMP)
બજાર નિષ્ણાતોનું કહેવું છે કે આજે શનિવારે (11 ડિસેમ્બર) ટેગા ઇન્ડસ્ટ્રીઝનો શેર 300 રૂપિયાના પ્રીમિયમ પર ગ્રે માર્કેટમાં ટ્રેડ કરી રહ્યો છે. શુક્રવારે પણ શેર આટલા પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યો હતો. આથી નિષ્ણાતો એવી આશા રાખી રહ્યા છે કે ટેગા ઇન્ડસ્ટ્રીઝનો શેર 65% કે તેનાથી વધુના પ્રીમિયમ પર ગ્રે માર્કેટમાં લિસ્ટ થઈ શકે છે. હાલ ગ્રે માર્કેટમાં ટેગા ઇન્ડસ્ટ્રીઝનો શેર 753 રૂપિયા (453+300) પર ટ્રેડ થઈ રહ્યો છે.
નિષ્ણાતનો અભિપ્રાય
મિન્ટના જણાવ્યા પ્રમાણે અનલિસ્ટેડઅરેના.કોમના સ્થાપક અભય દોષીએ જણાવ્યું હતું કે, "બજાર હાલ ખૂબ સિલેક્ટિવ છે. જે આઈપીઓમાં ઉજળી તકો જોવા મળે છે તેમાં લોકો રોકાણ કરતા થયા છે. ટેગા ઇન્ડસ્ટ્રીઝના આઈપીઓને રોકાણકારો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. સારો પ્રતિસાદ મળવાનું કારણ વિકાસની સંભાવના અને યોગ્ય વેલ્યુએશન છે. આથી ટેગા ઇન્ડસ્ટ્રીઝના આઈપીઓનું ધમાકાદેર લિસ્ટિંગ થવાની પૂરી શક્યતા છે."
ટેગા ઇન્ડસ્ટ્રીઝ આ વર્ષે સૌથી વધારે ભરાયેલો ત્રીજો IPO
કોલકાતા સ્થિતિ ટેગા ઇન્ડસ્ટ્રીઝનો આઈપીઓ (Tega Industries) આ વર્ષે સૌથી વધારે ભરાયેલો ત્રીજો આઈપીઓ બની ગયો છે. ટેગા ઈન્ડસ્ટ્રીઝનો આઈપીઓ અંતિમ દિવસ સુધી 219 ગણો ભરાયો છે. ટેગા ઇન્ડસ્ટ્રીઝના આઈપીઓને તમામ કેટેગરીમાં સારો રિસ્પોન્સ (Tega Industries IPO subscription) મળ્યો છે. રિટેલ માટે અનામત હિસ્સો 29.44 ગણો ભરાયો છે. જ્યારે નૉન-ઇન્સ્ટીટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (NII) માટે અનામત હિસ્સો 666.19 ગણો ભરાયો છે. ક્વૉલિફાઇડ ઇન્સ્ટીટ્યૂશનોલ ઇન્વેસ્ટર્સ માટે અનામત હિસ્સો 215.45 ગણો ભરાયો છે.
પારસ ડિફેન્સ આઈપીઓ 304 ગણો ભરાયો હતો
આ જ વર્ષે આવેલા બે આઈપીઓલેટેન્ટ વ્યૂ એનાલિટિક્સ (Latent view analytics) અને પારસ ડિફેન્સ (Paras Defence)ના આઈપીઓને રોકાણકારો તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો. લેટેન્ટ વ્યૂ એનાલિટિક્સનો આઈપીઓ 338 ગણો ભરાયો હતો જ્યારે પારસ ડિફેન્સ આઈપીઓ 304 ગણો ભરાયો હતો.
કંપનીએ આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 443-453 રૂપિયા રાખી હતી. એટલે કે બીડ કરનાર વ્યક્તિ 443થી 453 રૂપિયા પ્રતિ શેરની પ્રાઇસ બેન્ડ પ્રમાણે બીડ કરી શકે છે.
આઈપીઓ લોટ સાઇઝ (Tega Industries IPO size)
ટેગા ઇન્ડસ્ટ્રીઝનો આઈપીઓ સંપૂર્ણ રીતે ઑફર પૉર સેલ છે. એટલે કે કંપનીના પ્રમોટરો પોતાનો હિસ્સો વેચીને 619.23 કરોડ રૂપિયા એકઠા કરવાનો પ્રયાસ કરશે.
અગત્યની તારીખો (Tega Industries IPO Important dates)
ટેગા ઇન્ડસ્ટ્રીઝનો આઈપીઓ 1 ડિસેમ્બરના રોજ ખુલ્યો હતો અને ત્રીજી ડિસેમ્બરના રોજ બંધ થયો હતો. ટેગા ઇન્ડસ્ટ્રીઝના શેરનું લિસ્ટિંગ 13મી ડિસેમ્બરના રોજ થશે.
ટેગા ઇન્ડસ્ટ્રીઝ પૉલીમર આધારિત મીલ લાઇનર્સ બનાવતી દેશની બીજી સૌથી મોટી કંપની છે. ટેગા ઇન્ડસ્ટ્રીઝ કંપનીની સ્થાપના સ્વીડનના સ્કેજા ABના સહયોગથી 1978માં ભારતમાં થઈ હતી. બાદમાં પ્રમોટર મદન મોહન મોહનકાએ 2001માં કંપનીમાં સ્કેજા ABની સંપૂર્ણ ભાગીદારી ખરીદી લીધી હતી.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર