Home /News /business /

ટેગા ઇન્ડસ્ટ્રીઝનો IPO 1 ડિસેમ્બરના રોજ ખુલશો: જાણો તમારે કેટલું રોકાણ કરવું પડશે અને લેટેસ્ટ ગ્રે માર્કેટ પ્રીમિયમ

ટેગા ઇન્ડસ્ટ્રીઝનો IPO 1 ડિસેમ્બરના રોજ ખુલશો: જાણો તમારે કેટલું રોકાણ કરવું પડશે અને લેટેસ્ટ ગ્રે માર્કેટ પ્રીમિયમ

આઈપીઓ

Tega Industries IPO: આઈપીઓ ખુલ્યા પહેલા જ ગ્રે માર્કેટ (Tega Industries IPO Grey Market premium)માં ટેગા ઇન્ડસ્ટ્રીઝનો શેર ટ્રેડિંગ માટે હયાત છે.

    મુંબઈ: ટેગા ઇન્ડસ્ટ્રીઝ (Tega Industries IPO)નો આઈપીઓ આ અઠવાડિયે ખુલી રહ્યો છે. આશરે 619.23 કરોડ રૂપિયાનો આ આઈપીઓ 1 ડિસેમ્બરના રોજ ખુલશે અને ત્રીજી ડિસેમ્બરના રોજ બંધ થશે. આઈપીઓ ખુલ્યા પહેલા જ ગ્રે માર્કેટ (Tega Industries IPO Grey Market premium)માં ટેગા ઇન્ડસ્ટ્રીઝનો શેર ટ્રેડિંગ માટે હયાત છે. બજાર નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે શનિવારે ટેગા ઇન્ડસ્ટ્રીઝનો શેર ગ્રે માર્કેટમાં 240 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો હતો. આ આઈપીઓ વિશે અમુક ખાસ વાતો જાણીએ.

    ટેગા ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇસ બેન્ડ (Tega Industries Price band)

    કંપનીએ આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 443-453 રૂપિયા રાખી છે. એટલે કે બીડ કરનાર વ્યક્તી 443થી 453 રૂપિયા પ્રતિ શેરની પ્રાઇસ બેન્ડ પ્રમાણી બીડ કરી શકાય છે.

    આઈપીઓ લોટ સાઇઝ (Tega Industries IPO size)

    ટેગા ઇન્ડસ્ટ્રીઝનો આઈપીઓ સંપૂર્ણ રીતે ઑફર પૉર સેલ છે. એટલે કે કંપનીના પ્રમોટરો પોતાનો હિસ્સો વેચીને 619.23 કરોડ રૂપિયા એકઠા કરવાનો પ્રયાસ કરશે.

    કેટલું રોકાણ કરવું પડશે? (Tega Industries IPO lot size)

    ટેગા ઇન્ડસ્ટ્રીઝના આઈપીઓ માટે રોકાણકારો ઓછામાં ઓછા 33 શેરના એક લૉટ માટે બોલી લગાવી શકે છે. એક રોકાણકારો વધારેમાં વધારે 13 લોટ માટો બોલી લગાવી શકે છે. કંપનીએ નક્કી કરેલી અપર પ્રાઇસ બેન્ડ પ્રમાણે એક રોકાણકારો આઈપીઓમાં ઓછામાં ઓછા 14,949 રૂપિયા (453*33) માટે રોકાણ કરવું પડશે. એક રોકાણકાર વધારેમાં વધારે 1,94,337 (453*33*13) રૂપિયા માટે બીડ કરી શકે છે.

    આ પણ વાંચો: શું તમે પણ IPOમાં નાણા રોકવા જઈ રહ્યા છો? જરા થોભો, આ વાતો તપાસ્યા બાદ જ કરો રોકાણ

    આઈપીઓ ભરવો જોઈએ કે નહીં? (Should you subscribe Tega Industries IPO)

    એક બજાર નિષ્ણાતો જણાવ્યું કે, "આ આઈપીઓ માટે બીડ કરનાર રોકાણકારને ભારતીય અને વૈશ્વિક બજાર પર નજર રાખવી જોઈએ. કારણ કે કોરોનાના નવા વેરિઅન્ટને પગલે બજાર ખૂબ ખરાબ રીતે પ્રભાવિત થયું છે. જો આગામી અઠવાડિયે નિફ્ટી 17,000થી નીચે જાય છે તો આ ઇશ્યૂ બિયર માર્કેટમાં સબ્સક્રિપ્શન માટે ઉપલબ્ધ બનશે. આવા કેસમાં આ આઈપીઓ સંપૂર્મ રીતે ઑફર ફૉર સેલ હોવાથી વિઘ્ન આવી શકે છે."

    આ પણ વાંચો: Paytmની જેમ આ 10 હાઈ-પ્રોફાઇલ IPO લિસ્ટિંગના દિવસે સાબિત થયા હતા ફૂસ, જાણો તેમના વિશે

    અગત્યની તારીખો (Tega Industries IPO Important dates)

    ટેગા ઇન્ડસ્ટ્રીઝનો આઈપીઓ 1 ડિસેમ્બરા રોજ ખુલશે અને 3 ડિસેમ્બરના રોજ બંધ થશે. શેરના ફાળવણી માટે હાલ કામચલાઉ તારીખ 8મી ડિસેમ્બર છે.

    નોંધ: શેર બજારમાં રોકાણ જોખમોને આધિન છે. અહીં આપવામાં આવેલી સલાહ જે તે બ્રોકરેજ હાઉસની છે. ન્યૂઝ18 ગુજરાતી તરફથી આઈપીઓ કે શેરમાં રોકાણ અંગે ક્યારેય કોઈ સલાહ આપવામાં આવતી નથી.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: GMP, Investment, IPO, Share market

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन