Home /News /business /

Tega Industries IPO allotment: ટેગા ઇન્ડસ્ટ્રીઝના શેર લાગ્યા કે નહીં તે આ રીતે કરો ચેક, જાણો ગ્રે માર્કેટ પ્રીમિયમ

Tega Industries IPO allotment: ટેગા ઇન્ડસ્ટ્રીઝના શેર લાગ્યા કે નહીં તે આ રીતે કરો ચેક, જાણો ગ્રે માર્કેટ પ્રીમિયમ

ટેગા ઇન્ડસ્ટ્રીઝ આઈપીઓ

Tega industries IPO allotment: ટેગા ઇન્ડસ્ટ્રીઝના શેર માટે બીડ કરનાર રોકાણકારો કંપની રજિસ્ટ્રાર વેબસાઇટ Link Intime India Private Ltd અને BSEની વેબસાઇટ પરથી સ્ટેટસ જાણી શકે છે.

    મુંબઈ: ટેગા ઇન્ડસ્ટ્રીઝના આઈપીઓ (Tega Industries IPO)ને રોકાણકારો તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. ટેગા ઇન્ડસ્ટ્રીઝનો આઈપીઓ 219 ગણો (Tega Industries IPO subscription) ભરાયો છે. આ સાથે જ ટેગા ઇન્ડસ્ટ્રીઝ આ વર્ષે સૌથી વધુ ભરાયેલો ત્રીજો આઈપીઓ બની ગયો છે. આઈપીઓ ભરણા માટે બંધ થઈ ગયો છે ત્યારે હવે તમામની નજર શેરના અલોટમેન્ટ (Tega Industries IPO allotment) પર છે. ટેગા ઇન્ડસ્ટ્રીઝના શેરનું અલોટમેન્ટ 8મી ડિસેમ્બરના રોજ થવાની શક્યતા છે. જેમને શેર નથી લાગ્યા તેમને નવમી ડિસેમ્બરથી રિફંડ (Refund) મળવાની શરૂઆત થશે. જેમને શેર લાગ્યા છે તેમના ડીમેટ ખાતામાં 10મી ડિસેમ્બરે શેર જમા થઈ જશે. ટેગા ઇન્ડસ્ટ્રીઝના શેર લાગ્યા કે નહીં (How to check IPO allotment status) તેની તપાસ રોકાણકારો બે રીતે કરી શકે છે. ટેગા ઇન્ડસ્ટ્રીઝનો આઈપીઓ 1 ડિસેમ્બરના રોજ ખુલ્યો હતો અને ત્રીજી ડિસેમ્બરના રોજ બંધ થયો હતો.

    શેરની ફાળવણી

    ટેગા ઇન્ડસ્ટ્રીઝના શેર માટે બીડ કરનાર રોકાણકારો કંપની રજિસ્ટ્રાર વેબસાઇટ Link Intime India Private Ltd અને BSEની વેબસાઇટ પરથી સ્ટેટસ જાણી શકે છે.

    1) કંપની રજિસ્ટ્રારની વેબસાઇટ પર સ્ટેટસ જાણવા ક્લિક કરો (https://www.linkintime.co.in/IPO/public-issues.html)
    2) BSEની વેબસાઇટ પર સ્ટેટસ જાણવા ક્લિક કરો (https://www.bseindia.com/investors/appli_check.aspx)

    ગ્રે માર્કેટ પ્રીમિયમ (Tega Industries Grey Market Premium)

    બજાર પર નજર રાખતા લોકોના જણાવ્યા પ્રમાણે આજે (સોમવારે) ટેગા ઇન્ડસ્ટ્રીઝનો શેર ગ્રે માર્કેટમાં 345 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો હતો. કંપની આઈપીઓનું લિસ્ટિંગ ભારતીય શેર બજારમાં 13મી ડિસેમ્બરના રોજ કરાવવાની તૈયાર કરી રહી છે.

    ટેગા ઇન્ડસ્ટ્રીઝ આ વર્ષે સૌથી વધારે ભરાયેલો ત્રીજો IPO

    કોલકાતા સ્થિતિ ટેગા ઇન્ડસ્ટ્રીઝનો આઈપીઓ (Tega Industries) આ વર્ષે સૌથી વધારે ભરાયેલો ત્રીજો આઈપીઓ બની ગયો છે. ટેગા ઈન્ડસ્ટ્રીઝનો આઈપીઓ અંતિમ દિવસ સુધી 219 ગણો ભરાયો છે. ટેગા ઇન્ડસ્ટ્રીઝના આઈપીઓને તમામ કેટેગરીમાં સારો રિસ્પોન્સ (Tega Industries IPO subscription) મળ્યો છે. રિટેલ માટે અનામત હિસ્સો 29.44 ગણો ભરાયો છે. જ્યારે નૉન-ઇન્સ્ટીટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (NII) માટે અનામત હિસ્સો 666.19 ગણો ભરાયો છે. ક્વૉલિફાઇડ ઇન્સ્ટીટ્યૂશનોલ ઇન્વેસ્ટર્સ માટે અનામત હિસ્સો 215.45 ગણો ભરાયો છે.

    પારસ ડિફેન્સ આઈપીઓ 304 ગણો ભરાયો હતો

    આ જ વર્ષે આવેલા બે આઈપીઓ લેટેન્ટ વ્યૂ એનાલિટિક્સ (Latent view analytics) અને પારસ ડિફેન્સ (Paras Defence)ના આઈપીઓને રોકાણકારો તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો. લેટેન્ટ વ્યૂ એનાલિટિક્સનો આઈપીઓ 338 ગણો ભરાયો હતો જ્યારે પારસ ડિફેન્સ આઈપીઓ 304 ગણો ભરાયો હતો.

    ટેગા ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇસ બેન્ડ (Tega Industries Price band)

    કંપનીએ આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 443-453 રૂપિયા રાખી છે. એટલે કે બીડ કરનાર વ્યક્તી 443થી 453 રૂપિયા પ્રતિ શેરની પ્રાઇસ બેન્ડ પ્રમાણે બીડ કરી શકાય છે.

    આઈપીઓ લોટ સાઇઝ (Tega Industries IPO size)

    ટેગા ઇન્ડસ્ટ્રીઝનો આઈપીઓ સંપૂર્ણ રીતે ઑફર પૉર સેલ છે. એટલે કે કંપનીના પ્રમોટરો પોતાનો હિસ્સો વેચીને 619.23 કરોડ રૂપિયા એકઠા કરવાનો પ્રયાસ કરશે.

    કેટલું રોકાણ કરવું પડશે? (Tega Industries IPO lot size)

    ટેગા ઇન્ડસ્ટ્રીઝના આઈપીઓ માટે રોકાણકારો ઓછામાં ઓછા 33 શેરના એક લૉટ માટે બોલી લગાવી શકે છે. એક રોકાણકારો વધારેમાં વધારે 13 લોટ માટો બોલી લગાવી શકે છે. કંપનીએ નક્કી કરેલી અપર પ્રાઇસ બેન્ડ પ્રમાણે એક રોકાણકારો આઈપીઓમાં ઓછામાં ઓછા 14,949 રૂપિયા (453*33) માટે રોકાણ કરવું પડશે. એક રોકાણકાર વધારેમાં વધારે 1,94,337 (453*33*13) રૂપિયા માટે બીડ કરી શકે છે.

    આ પણ વાંચો: Metro Brands IPO: રાકેશ ઝુનઝુનવાલાના રોકાણવાળી કંપનીનો IPO 10મી ડિસેમ્બરે ખુલશે, જાણો અગત્યની વિગતો

    અગત્યની તારીખો (Tega Industries IPO Important dates)

    ટેગા ઇન્ડસ્ટ્રીઝનો આઈપીઓ 1 ડિસેમ્બરના રોજ ખુલ્યો હતો અને ત્રીજી ડિસેમ્બરના રોજ બંધ થયો હતો. શેરના ફાળવણી માટે હાલ કામચલાઉ તારીખ 8મી ડિસેમ્બર છે.

    કંપનીનો બિઝનેસ (Tega Industries profile)

    ટેગા ઇન્ડસ્ટ્રીઝ પૉલીમર આધારિત મીલ લાઇનર્સ બનાવતી દેશની બીજી સૌથી મોટી કંપની છે. ટેગા ઇન્ડસ્ટ્રીઝ કંપનીની સ્થાપના સ્વીડનના સ્કેજા ABના સહયોગથી 1978માં ભારતમાં થઈ હતી. બાદમાં પ્રમોટર મદન મોહન મોહનકાએ 2001માં કંપનીમાં સ્કેજા ABની સંપૂર્ણ ભાગીદારી ખરીદી લીધી હતી.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: GMP, IPO, Share market

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन