Home /News /business /Technical View: નિફ્ટીએ બનાવી મજબૂત બુલિશ કેન્ડલ, ગુરુવારે નિફ્ટી અને બેન્ક નિફ્ટીમાં ટ્રેડિંગ માટે કયા લેવલ રહેશે મહત્ત્વના?

Technical View: નિફ્ટીએ બનાવી મજબૂત બુલિશ કેન્ડલ, ગુરુવારે નિફ્ટી અને બેન્ક નિફ્ટીમાં ટ્રેડિંગ માટે કયા લેવલ રહેશે મહત્ત્વના?

શેર માર્કેટ

Technical View : બેન્ક નિફટી (Bank Nifty) આજે 240 વધીને 38517 પર ખુલ્યું હતું. દિવસ દરમિયાન ઉપરની તરફ વધવાની સાથે સાથે તેને મજબૂત ગ્રોથ જાળવી રાખ્યો હતો અને 39606ના હાઈ લેવલ પર પહોંચી ગયું હતું.

    આજે એક ગેપ -અપ ઓપનિંગ પછી નિફટી50 (Nifty50) એ ધીરે ધીરે ઉપરની તરફ જવાનું શરુ કર્યું હતું. ગત 30 ઓગસ્ટે દિવસના સૌથી ઊંચા લેવલની આસપાસ એક જ દિવસમાં ભાગ 450 પોઇન્ટ ઉછળીને બંધ થયું હતું.


    આ બાબતે નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, ઓઈલની કિંમતોમાં તેજી આવી હોવા છતાં ઇન્ડેકસે one-week -high થી ઊંચું લેવલ રજીસ્ટર કર્યું હતું. તેણે ડેઇલી ચાર્ટ પર મજબૂત બુલિશ કેન્ડલિસ્ટિક પેટર્ન બનાવી છે. તે તેનાથી આગળ વધવાના પણ હેલ્ધી સંકેતો આપી રહ્યો છે.

    આ સાથે જ નિફટીએ નિર્ણાયક રૂપે આગળના દિવસના નીચલા લેવલ 17166 થી ઉપર રહયું હતું. હવે જો ઇન્ડેક્સ ઉપરની તરફ વધવાનું ચાલુ રાખે અને તે 19 જુલાઈના 17992ના હાઈની ઉપર બંધ થાય તો બુલિશ સેન્ટિમેન્ટ ઈન્ડેક્સને 18000 પોઇન્ટના મનોવૈજ્ઞાનિક સ્તરથી ઉપર લઇ જશે.

    ગુરુવાર માટે નિફટી વિશે સલાહ


    નિફટી આજે 17415 ખુલ્યું અને આખા સત્રમાં એક દિવસના હાઈ લેવલ 17778 પર પહોંચી ગયું હતું. ઇન્ડેક્સ 446 પોઇન્ટ ઉપરની તરફ ઉછાળીને 17759 પર બંધ થયું હતું.

    મનીકંટ્રોલના અહેવાલ મુજબ 5paisaના રુચિત જૈને કહ્યું છે કે, મિડવિક ભારતીય શેરમાર્કેટમાં બુધવારના ગેપ પછી ગ્લોબલ માર્કેટ વીકલી એક્સપાયરી દિવસે માર્કેટની ચાલને નિયંત્રિત કરી શકે છે, તે ડેટા પોઝિટિવિટી ના સંકેતો આપી રહી છે. તેમજ આવનારા સત્ર અંતે 17645 અને 17515ની આસપાસ સપોર્ટ જોવા મળી શકે છે. જોકે, ઉપરની તરફ 17890 અને 18020ની આસપાસ નિફટી અટકતું પણ દેખાઈ રહયું છે.

    ગુરુવાર માટે બૅન્ક નિફટી પર સલાહ


    બેન્ક નિફટી આજે 240 વધીને 38517 પર ખુલ્યું હતું. દિવસ દરમિયાન ઉપરની તરફ વધવાની સાથે સાથે તેને મજબૂત ગ્રોથ જાળવી રાખ્યો હતો અને 39606ના હાઈ લેવલ પર પહોંચી ગયું હતું. બેન્કિંગ ઇન્ડેક્સ 1260 પોઇન્ટ વધીને 19 જુલાઇના લેવલની ઉપર બંધ થયું હતું. બીજી તરફ 39537ના લેવલ પર ટેમ્પરરી કરેક્શનની શરૂઆત જોવા મળ્યું હતું. તેણે ડેઇલી ચાર્ટ પર મજબૂત બુલિશ કેન્ડલિસ્ટિક પેટર્ન બનાવ્યું છે.

    આ પણ વાંચોકંપનીએ એક્સચેન્જ ફાઇલિંગમાં લખ્યું, 'તમને જણાવતા આનંદ થાય છે કે કંપનીના પ્રમોટર મૃત્યુ પામ્યા છે'

    LKP securitiesના કુણાલ શાહ જણાવે છે કે, બેન્ક નિફટી 38500ના રેઝિસ્ટન્સને વટાવી ગઈ છે. આ લેવલ હવે નીચેની તરફ મજબૂત સપોર્ટ રૂપે કામ કરશે. હવે ઉપરની તરફ ઇન્ડેક્સ 41000-41500ના ટાર્ગેટ ને અંકિત કરી રહ્યું છે. જ્યાંથી તેમાં મોટાપાયે વેચાણ જોવા મળ્યું હતું. બેન્ક નિફટી નીચેની તરફ 38500 સપોર્ટને જાળવી રાખે ત્યાં સુધી બાય ઓન ડીપની રણનીતિ અપનાવવી જોઈએ.
    First published:

    Tags: Indian Stock Market, Nifty up, Stock market Tips, Stock Markets

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन