TECH MAHINDRAનું છેલ્લા 10 વર્ષનું સૌથી સારું પરિણામ, શું શેરમાં રોકાણ કરી શકાય?

ટેક મહિન્દ્રા નોઇડા ઓફિસ (Shutterstock તસવીર)

Tech Mahindra Q2 Result: બીજા ત્રિમાસિક દરમિયાન કંપનીની ડૉલર આવક 147.26 કરોડ ડૉલર રહી છે. જ્યારે તે 143.90 કરોડ ડૉલર રહેવાનું અનુમાન હતું.

  • Share this:
    મુંબઈ: ટેક મહિન્દ્રાએ (TECH MAHINDRA) બીજા ત્રિમાસિક દરમિયાન 10 વર્ષનું સૌથી મજબૂત પરિણામ રજૂ કર્યું છે. DOLLER REVENUEમાં 6.4%નો ગ્રોથ નજરે પડ્યો છે. માર્જિનમાં પણ સુધારો જોવા મળ્યો છે. જોકે, નફામાં 1% ઘટાડો નોંધાયો છે. આંકડા પર નજર કરીએ તો બીજા ત્રિમાસિક દરમિયાન કંપનીનો કન્સોલિડેટેડ નફો વર્ષના આધારે 26 ટકાના વધારા સાથે 1,338 કરોડ રૂપિયાને પાર થઈ ગયો છે, જે ગત વર્ષે બીજા ત્રિમાસિક દરમિયાન 1064 કરોડ રૂપિયા હતો. ઉલ્લેખનીય છે કે કંપનીનો નફો 1,357 કરોડ રૂપિયા રહેવાનું અનુમાન હતું. જ્યારે ત્રિમાસિક આધાર પર જોઈએ તો આ જ વર્ષે ગત ત્રિમાસિક દરમિયાન કંપનીને 1,357 કરોડ રૂપિયાનો નફો થયો હતો.

    બીજા ત્રિમાસિક દરમિયાન કંપનીની ડૉલર આવક 147.26 કરોડ ડૉલર રહી છે. જ્યારે તે 143.90 કરોડ ડૉલર રહેવાનું અનુમાન હતું. ગત ત્રિમાસિક દરમિયાન કંપનીની ડૉલર આવક 138.36 કરોડ ડૉલર રહી હતી. આ સાથે જ કંપનીએ શેરધારકો માટે 15 રૂપિયા પ્રતિ શેરનું ખાસ ડિવિડન્ટ જાહેર કર્યું છે. સપ્ટેમ્બર ત્રિમાસિક દરમિયાન કંપની પાસે કુલ 1,41,193 કર્મચારી હતી. પરિણામના દિવસે ટેક મહિન્દ્રાનો શેર NSE પર મામુલી વધારા સાથે 1,521 રૂપિયાના સ્તર પર બંધ રહ્યો હતો.

    બ્રોકરોજ હાઉસિસનો TECH MAHINDRA પર અભિપ્રાય

    MORGAN STANLEY તરફથી TECH MAHINDRA પર ઓવરવેટ રેટિંગ આપવામાં આવ્યું છે અને શેરનો ટાર્ગેટ 1,900 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. તેનું કહેવું છે કે આગામી છ મહિના દરમિયાન સારી ડીલ અને Resilient Marginથી કમાણીમાં સુધારો થશે. કંપની દ્વારા Capital Allocationમાં સુધારાથી આગાળી રી-રેટિંગ સારી રહી શકે છે.

    CLSA તરફથી TECH MAHINDRA પર આઉટપરફોર્મ રેટિંગ આપવામાં આવ્યું છે, સાથે જ શેરનો ટાર્ગેટ 1,600 રૂપિયાથી વધારીને 1,720 રૂપિયા કરવામાં આવ્યો છે. તેનું કહેવું છે કે બીજા ત્રિમાસિકનું પરિણામ સારું રહ્યું, જેના કારણે પ્રથમ ત્રિમાસિક પરિણામને મોમેન્ટમ મળ્યું છે. બ્રોકરેજ હાઉસ તરફથી FY22/23 માટે EPS અંદાજ 1.4%-1.9% વધાર્યો છે. છેલ્લા ત્રણ મહિનમાં 35%ની રેલી છતાં તેનું રિસ્ક રિવોર્ડ અનુકૂળ છે.

    આ પણ વાંચો:  દિવાળી મુહૂર્તના શેર: GEPL કેપિટલે આપી આ 4 શેર ખરીદવાની સલાહ, થશો માલામાલ

    CITI તરફથી TECH MAHINDRAના શેરની ખરીદી કરવાની સલાહ આપવામાં આવી છે. સાથે જ શેરનો ટાર્ગેટ 1,655થી વધારીને 1,765 રૂપિયા કરવામાં આવ્યો છે. તેનું કહેવું છે કે કંપનીની FY23 દરમિયાન સારી સ્થિતિ રહેશે. બ્રોકરેજ હાઉસે FY22-24 માટે EPS અંદાજ 2-3% વધાર્યો છે. આ સાથે જ તેમનું કહેવું છે કે કંપની આ સેક્ટરની ટોપ પિક્સમાંની એક બની રહેશે.

    GOLDMAN SACHS તરફથી TECH MAHINDRA અંગે ન્યૂટ્રલ રેટિંગ આપવામાં આવ્યું છે. શેરનો ટાર્ગેટ 1447 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. તેમનું કહેવું છે કે કંપનીનું પરિણામ મજબૂત રેવન્યૂ ગ્રોથ સાથે અપેક્ષા પ્રમાણે રહ્યું છે પરંતુ Sustainable નથી. કંપની આ ત્રિમાસિક દરમિયાન સારું પ્રદર્શન કરી શકે છે.
    Published by:Vinod Zankhaliya
    First published: