Home /News /business /

Apple: ટેક જાયન્ટ એપલે રચ્ચો ઇતિહાસ, 3 ટ્રિલિયન ડોલર માર્કેટ વેલ્યૂ ધરાવતી પ્રથમ કંપની બની

Apple: ટેક જાયન્ટ એપલે રચ્ચો ઇતિહાસ, 3 ટ્રિલિયન ડોલર માર્કેટ વેલ્યૂ ધરાવતી પ્રથમ કંપની બની

એપલ કંપની

Apple કંપનીએ Microsoft Corp સાથે $2 ટ્રિલિયન માર્કેટ વેલ્યૂ ક્લબ શેર કરી છે, જેની કિંમત હવે લગભગ $2.5 ટ્રિલિયન છે. Alphabet Inc (Google), Amazon અને Teslaનું બજાર મૂલ્ય $1 ટ્રિલિયનથી વધુ છે.

  નવી દિલ્હી: દિગ્ગજ ટેક કંપની એપલે નવો ઇતિહાસ કાયમ કર્યો છે. એપલની માર્કેટ વેલ્યૂ 3 ટ્રિલિયન ડોલર (Apple $3 trillion stock market value) થઇ ગઈ હતી. 2022 માં ટ્રેડિંગના પ્રથમ દિવસે સિલિકોન વેલી કંપની (Silicon Valley company)ના શેરોએ $182.88ની ઇન્ટ્રા-ડે ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. જેથી Appleનું બજાર મૂલ્ય $3 ટ્રિલિયનની ઉપર પહોંચ્યું હતું. એપલની માર્કેટ મૂડી (Apple’s market capitalization) $2.99 ​​ટ્રિલિયન સાથે શેરે સત્ર 2.5% વધારા સાથે $182.01 પર સમાપ્ત થયું હતું.

  વિશ્વની સૌથી મૂલ્યવાન કંપનીએ પોતાનો ઉદ્દેશ હાંસલ કર્યો છે. ઓક્લાહોમાના તુલનામાં લોંગબો એસેટ મેનેજમેન્ટના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર જેક ડોલરહાઇડે જણાવ્યું હતું કે, “આ એક અદ્દભૂત સિદ્ધિ છે અને સેલિબ્રેશન કરવા યોગ્ય છે. તેનાથી જાણી શકાય છે કે, એપલ કેટલું આગળ નીકળી ચૂક્યું છે અને મોટાભાગના રોકાણકારોની નજરમાં તે કેટલું વર્ચસ્વ ધરાવે છે.”

  અન્ય કંપનીએની બજાર કિંમત

  Apple કંપનીએ Microsoft Corp સાથે $2 ટ્રિલિયન માર્કેટ વેલ્યૂ ક્લબ શેર કરી છે, જેની કિંમત હવે લગભગ $2.5 ટ્રિલિયન છે. Alphabet Inc (Google), Amazon અને Teslaનું બજાર મૂલ્ય $1 ટ્રિલિયનથી વધુ છે. રેફિનિટીવ અનુસાર, સાઉદી અરેબિયન ઓઈલ કંપની (2222.SE)નું મૂલ્ય આશરે $1.9 ટ્રિલિયન છે.

  વેલ્સ ફાર્ગો ઇન્વેસ્ટમેન્ટ ઇન્સ્ટિટ્યૂટના વરિષ્ઠ વૈશ્વિક બજાર વ્યૂહરચનાકાર સ્કોટ રેને જણાવ્યું હતું કે, “બજાર એવી કંપનીઓને રીવોર્ડ આપે છે કે જેઓ મજબૂત ફંડામેન્ટલ્સ અને બેલેન્સશીટ ધરાવે છે અને જે કંપનીઓ આ પ્રકારના વિશાળ માર્કેટ કેપને ટક્કર આપી રહી છે તેઓએ સાબિત કર્યું છે કે તેઓ મજબૂત વ્યવસાયો છે અને માત્ર અટકળો નથી.”

  2007માં આવ્યો હતો પ્રથમ આઈફોન

  ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરી 2007માં સહ-સ્થાપક અને ભૂતપૂર્વ ચીફ એક્ઝિક્યુટિવ સ્ટીવ જોબ્સે પ્રથમ iPhoneનું અનાવરણ કર્યું ત્યારથી એપલના શેર લગભગ 5,800% વધી ગયા છે. આ સમયગાળા દરમિયાન S&P 500 (SPX)ના લગભગ 230 ટકાના લાભને પાછળ છોડી દીધો છે.

  2011માં ટીમ કૂકે કમાન સંભાળી

  જોબ્સના મૃત્યુ પછી 2011માં ચીફ એક્ઝિક્યુટિવ બનેલા ટીમ કૂકના માર્ગદર્શન હેઠળ એપલે વીડિયો સ્ટ્રીમિંગ અને સંગીત જેવી સેવાઓમાંથી તેની આવકમાં તીવ્ર વધારો કર્યો હતો. તેનાથી એપલને નાણાકીય વર્ષ 2021માં iPhone પરની તેની નિર્ભરતાને 2018માં 60 ટકાથી ઘટાડીને કુલ આવકના લગભગ 52 ટકા જેટલી કરવામાં મદદ મળી છે. રોકાણકારોને ચિંતા હતી કે કંપની તેની સૌથી વધુ વેચાતી પ્રોડક્ટ પર વધુ આધાર રાખે છે. તેમ છતાં, કેટલાક રોકાણકારોને ચિંતા છે કે Apple તેની લિમિટને સ્પર્શી રહ્યું છે તો તેના યુઝર્સના આધારને કેટલો વિસ્તારી શકે છે અને તે દરેક યુઝર્સ પાસેથી કેટલી રોકડ સ્ક્વિઝ કરી શકે છે. તેની કોઈ ગેરેંટી નથી કે ભવિષ્યની પ્રોડક્ટ કેટેગરી iPhone જેટલી જ આકર્ષક સાબિત થશે.

  આ પણ વાંચો: આઈફોન 15માંથી ફિઝિકલ SIM slot કાઢી નાખશે એપલ

  5G, વર્ચ્યુઅલ રિયાલિટી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવી ટેક્નોલોજીને લોકોએ ઝડપી સ્વીકારતા Apple અને અન્ય બિગ ટેક કંપનીઓનું આકર્ષણ પણ વધાર્યુ છે. કાઉન્ટરપોઈન્ટ રિસર્ચના તાજેતરના ડેટા દર્શાવે છે કે, Apple એ સતત બીજા મહિને Vivo અને Xiaomi જેવા હરીફોને હરાવી લીડ મેળવી છે.

  એપલ પોતાની કાર લોંચ કરી શકે

  ટેસ્લા હવે વિશ્વની સૌથી મૂલ્યવાન ઓટોમેકર છે, કારણ કે વોલ સ્ટ્રીટ ઇલેક્ટ્રિક કાર પર ભારે હોડ લાગી છે, ઘણા રોકાણકારો અપેક્ષા રાખે છે કે Apple આગામી થોડા વર્ષોમાં તેનું પોતાનું વાહન લોન્ચ કરશે. જેમ Appleનું માર્કેટ કેપિટલાઇઝેશન $3 ટ્રિલિયનના માઇલસ્ટોન સુધી પહોંચી રહ્યું છે, તેમ Nasdaq 100 ઇન્ડેક્સના મૂલ્યની ટકાવારી તરીકે તેના શેરની કિંમત ઉછળી રહી છે.
  First published:

  Tags: Apple, IPhone, Share market, ટેકનોલોજી

  આગામી સમાચાર