નવી દિલ્હી: ભારતીય ટેક કંપનીઓના સ્ટૉક્સ માટે હાલ ખરાબ સમય ચાલી રહ્યો છે. ભૂ-રાજકીય સંકટને પગલે દુનિયભારના શેર બજારમાં અસ્થિરતા જોવા મળી રહી છે. મોટાભાગના બજારોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. ઝોમાટો, પેટીએમ, નાયકા જેવી કંપનીઓના શેરમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે. જોકે, આ દરમિયાન અમુક ટેક કંપનીઓના શેર હજુ મજબૂતી સાથે ટકી રહ્યા છે.
આવી જ અમુક કંપનીઓમાં ડિજિટલ મેપ પ્રોવાઇડર સીઈ ઇન્ફો સિસ્ટમ્સ એટલે કે મેપમાયઇન્ડિયા (CE Info Systems or MapMyIndia) સામેલ છે. આ કંપનીનો શેર લિસ્ટિંગ પછી મજબૂત સ્થિતિમાં છે. ગુરુવારે મેપમાયઇન્ડિયાનો શેર NSE પર 2.03% વધીને 1,505 રૂપિયા પર બંધ થયો હતો. છેલ્લા પાંચ દિવસમાં આ શેરમાં સાત ટકાનો વધારો નોંધાયો છે. આ દરમિયાન મોટભાગના ટેક શેર્સમાં ઘટાડો નોંધાયો હતો.
54 ટકા પ્રીમિયમ પર લિસ્ટ થયો હતો શેર
મેપમાયઇન્ડિયા કંપની જ દેશમાં એપલ કંપનીના મેપને દર્શાવે છે. મેપમાયઇન્ડિયાનો આઈપીઓ ડિસેમ્બરમાં 1,033 રૂપિયા પ્રતિ શેર લેખે લોંચ થયો હતો. મેયમાયઇન્ડિયાનો આઈપીઓ બજારમાં 54 ટકા પ્રીમિયમ સાથે લોંચ થયો હતો. એ સમયે તેની માર્કેટ કિંમત 1.12 અબજ ડૉલર આંકવામાં આવી હતી.
જોકે, લિસ્ટિંગના દિવસે ટ્રેડિંગ દરમિયાન શેરની કિંમતમાં ઘટાડો આવ્યો હતો અને પ્રથમ દિવસે શેર 1394 રૂપિયાના ભાવ પર બંધ થયો હતો. તેની સરખામણી કરતા મેપમાયઇન્ડિયાનો શેર હજુ આઠ ટકા વધારા સાથે ટ્રેડ કરી રહ્યો છે.
આ જ રીતે ફૂડ ડિલિવરી કંપની Zomato, કૉસ્મેટિક ઈ-કૉમર્સ પ્લેટફોર્મ Nykaa અને ફીનટેક ફર્મ Paytm અને Policybazaar જેવી ટેક કંપનીઓના શેર પ્રથમ દિવસના બંધ ભાવથી હાલ 35થી 50 ટકા ઘટી ગયા છે.
મેયમાયઇન્ડિયાના ડિસેમ્બર ત્રિમાસિકનો નફો 14 ટકાથી ઘટીને 18 કરોડ રૂપિયા રહ્યો હતો. કંપનીની કન્સૉલિડેટેડ આવક પણ 11 ટકા ઘટીને 43 કરોડ રૂપિયા રહી હતી. જોકે, ત્રીજા ત્રિમાસિકમાં ઘટાડા છતાં મેયમાયઇન્ડિયા પસંદગીની એવી ટેક કંપનીઓમાં સામેલ છે, જે હાલ નફામાં ચાલી રહી છે.
ગુરુવારે ઝોમાટોનો શેર NSE પર 1.75 રૂપિયા એટલે કે 2.18 ટકા વધીને 82.10 રૂપિયાના સ્તર પર બંધ રહ્યો હતો. પેટીએમનો શેર 3.22 ટકા એટલે કે 24.15 રૂપિયા વધીને 774 રૂપિયા પ્રતિ શેરના સ્તર પર બંધ રહ્યો હતો. નાયકા કંપનીનો શેર ગુરુવારે 0.44 ટકા એટલે કે 6.15 ટકા રૂપિયા ઘટીને 1,394.15 રૂપિયા પર બંધ રહ્યો હતો.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર