Home /News /business /

સ્વિસ ગોલ્ડમાં રોકાણ કરવાની સુવિધા આપતી વેલ્થ ટેક એપ ગિલ્ડેડ લોન્ચ, જાણો આખી ડિટેઇલ

સ્વિસ ગોલ્ડમાં રોકાણ કરવાની સુવિધા આપતી વેલ્થ ટેક એપ ગિલ્ડેડ લોન્ચ, જાણો આખી ડિટેઇલ

ગિલ્ડેડના માધ્યમથી સોનાની ખરીદી પર વચેટીયા દૂર થઈ જાય છે, એટલે ભારતીય ગ્રાહકો સોનાના વર્તમાન ભાવોની સરખામણીએ 7-10 ટકાની બચત કરી શકે છે

ગિલ્ડેડના માધ્યમથી સોનાની ખરીદી પર વચેટીયા દૂર થઈ જાય છે, એટલે ભારતીય ગ્રાહકો સોનાના વર્તમાન ભાવોની સરખામણીએ 7-10 ટકાની બચત કરી શકે છે

મુંબઈ : છેલ્લા થોડા વર્ષોથી અલગ-અલગ ક્ષેત્રોમાં મૂડીરોકાણ માટે વિવિધ એપ્લિકેશન લોન્ચ થઇ રહી છે. આજે નવીનતમ એપ્લિકેશન લોન્ચ થઈ છે. જેનું નામ ગિલ્ડેડ છે. નાના રોકાણ દ્વારા લાંબા ગાળાની બચતની ઓફર કરતી નવા યુગની વેલ્થ ટેક એપ 'ગિલ્ડેડ' આજે લોન્ચ કરવામાં આવી છે. આ એપમાં 1 ગ્રામ સોના જેટલી નાનકડી ખરીદીની પણ સુવિધા મળે છે.

ગિલ્ડેડના માધ્યમથી સોનાની ખરીદી પર વચેટીયા દૂર થઈ જાય છે, એટલે ભારતીય ગ્રાહકો સોનાના વર્તમાન ભાવોની સરખામણીએ 7-10 ટકાની બચત કરી શકે છે. આમાં સોનું સીધું સ્વિસ રિફાઇનરીઓમાંથી ખરીદવામાં આવે છે અને તે સ્વિસ વોલ્ટમાં સ્ટોર થાય છે. ભારતમાં આ એપ્લિકેશન વિનામૂલ્યે ડાઉનલોડ કરી શકાશે. આ એપ્લિકેશનને યુએઈમાં પણ લોન્ચ કરવામાં આવનાર છે. તેનું એન્ડ્રોઇડ વર્ઝન ગૂગલ પ્લે સ્ટોર અને IOS વર્જન એપલ પ્લે સ્ટોરના માધ્યમથી ડાઉનલોડ કરી શકાય છે.

બીજા લાભ પણ મળે છે

ગિલ્ડેડ સોનામાં અન્ય ઘણા ફાયદા મળે છે. જેમાં સોનાનો સંપૂર્ણ વીમો, આંશિક માલિકી, એથીકલ સોર્સિંગ, સરળ 24/7 પહોંચ, ડિજિટલ ગોલ્ડ વિશ્વભરમાં મોકલવાની સુવિધા, વેચવામાં ઓછો ખર્ચ, વેચાણ પછી પૈસા મેળવવામાં સરળતા, સોનાની પ્રમાણિકતાનો પુરાવો, ખાસ કરીને સ્વિસ શુદ્ધ અને સંગ્રહિત સોનું અને ફાઇનાન્સિયલ સિસ્ટમના જોખમોથી રક્ષણ સહિતના લાભ સામેલ છે.

આ પણ વાંચો - અમીર બનવું હોય તો જીવનમાંથી આ 6 આદતોને કરો દૂર, નહીંતર લાઇફ થશે ગરીબીમાં પસાર

અગાઉ આ એપ્લિકેશનનું નામ ડિજિટલ સ્વિટ્સ ગોલ્ડ હતું

આ એપ્લિકેશન અગાઉ ડિજિટલ સ્વિસ ગોલ્ડ ઓળખાતી હતી. જેને હવે અપડેટ કરવામાં આવી છે. ડિજિટલ સ્વિસ ગોલ્ડના માધ્યમથી પ્રથમ છ મહિનામાં જ હજારો યુઝર્સ દ્વારા અપાયેલી પ્રતિક્રિયાના આધારે આ એપ્લિકેશનમાં સુધારા કરવામાં આવ્યા છે. જેમ જેમ ભારતીય બજાર ઉપયોગમાં સરળતા, બચત અને સલામતી જેવા ડિજિટલ ગોલ્ડના ફાયદાથી સામાન્ય બનશે, તેમ તેમ ગિલ્ડેડ સોનામાં રોકાણ માટે રસ ધરાવતા કરોડો ભારતીયોની જરૂરિયાતો પૂરી કરી શકવા સક્ષમ થશે.

ઉલ્લેખનીય છે કે, ગિલ્ડેડમાં સોનાનું મૂલ્ય, સલામતી, ગુણવત્તાને પારદર્શક રીતે નક્કી કરવામાં આવે છે. ગિલ્ડેડ યૂઝર્સ માટે મફત સ્ટોરેજ પણ આપે છે. સોનાની સંપૂર્ણ ખરીદી કાયદાકીય રૂપે ગ્રાહકની સંપત્તિ હોય છે. સોનાને વીમાવાળા વોલ્ટમાં સ્ટોર કરાય છે. સ્વતંત્ર રીતે ઓડિટ કરવામાં આવે છે. તેમજ કાયમી ધોરણે ટાઇટલ રાખવા માટે બ્લોકચેનમાં સ્ટોરેજ કરાય છે.

તમામ ગ્રાહકોને મળે છે રસીદ

બધા જ ગ્રાહકોને સોનાની માલિકીનો પુરાવો ડિજિટલ વેરહાઉસ રસીદના રૂપમાં આપવામાં આવે છે. જેમાં સોનાના હોલ્ડિંગનો એકાઉન્ટ નંબર, બાર સીરીયલ નંબર, બ્લોકચેન રેફરેન્સ અને વોલ્ટ લોકેશન સહિતની વિગતો હોય છે. એપ્લિકેશમાં ગ્રાહકના ગોલ્ડ બારનો ફોટોગ્રાફ અને પ્રમાણિતતાનું સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે. આ એપ્લિકેશનના માધ્યમથી ખરીદાયેલું સોનુ ઉચ્ચતમ ધોરણો પર ખરું ઉતરે છે. જેમાં સોનું સ્વિસ રિફાઇન્ડ અને 0.9999 શુદ્ધ હોય છે. તમામ પ્રકારના ગોલ્ડ હોલ્ડિંગ્સનું સ્વતંત્ર રીતે ઓડિટ કરવામાં આવે છે.

ગિલ્ડેડ અને ડિજિટલ સ્વિસ ગોલ્ડના ફાઉન્ડર અને CEO અશરફ રિઝવીએ લોન્ચ પ્રસંગે કહ્યું હતું કે, સોનુ ફુગાવા સામે બચાવનું કામ કરે છે, જેથી રોકાણ માટેની પદ્ધતિના રૂપમાં સોના પ્રત્યે ભારતીય લોકોને હંમેશાથી ખેંચાણ રહ્યું છે. લાંબા ગાળે ફાયદાકારક બને અને સાથે રોકાણ કરેલા નાણાંની સુરક્ષા કરવામાં પણ મદદ કરે તેવા વિકલ્પ તરફ રોકાણકારો નજર દોડાવે છે.

યૂઝર્સ પાસે વિવિધ વર્ચુઅલ ગિફ્ટ રેપિંગમાંથી પસંદ કરવાનો વિકલ્પ હશે. તેઓ આ ગિફ્ટ સાથે વ્યક્તિગત સંદેશો પણ જોડી શકશે. આંતરરાષ્ટ્રીય સ્તરે ગિલ્ડેડ વધતી જતી ઉપસ્થિતી સાથે તે ગિલ્ડ દ્વારા આવરી લેવામાં આવેલા વિવિધ દેશોમાં વિશેષ અવસરોએ ગિફ્ટની આપ-લે કરવા અને વધારાના ચાર્જ વગર ડિજિટલ સોનાના રૂપ રેમીંટેસની નવતર પદ્ધતિ છે.
First published:

Tags: Business news, Gold ETF, Gold price, Invest, Swiss gold, ગોલ્ડ

આગામી સમાચાર