Home /News /business /

બનવા માંગો છો કરોડપતિ! આ ગુરૂ પાસેથી શીખો ઘરે બેઠા કરોડો કમાવવાની સરળ રીત

બનવા માંગો છો કરોડપતિ! આ ગુરૂ પાસેથી શીખો ઘરે બેઠા કરોડો કમાવવાની સરળ રીત

ઘરે બેઠા કરોડો કમાવવાની સરળ રીત

જીહાં, આજે અમે તમને પ્રખ્યાત અને દુનિયાના 10 સૌથી ધનવાનના લિસ્ટમાં સામેલ વારેન બફેની સુપરહિટ ટિપ્સ વિશે જણાવીશું.

  જ્ઞાનની વાત હોય અથવા સારા માણસ બનવાની, આ તમામ વસ્તુમાં ગુરૂનો રોલ ખુબ મહત્વનો હોય છે. કેમ કે, શિક્ષક આપણા જીવનમાં ખુબ મહત્વની ભૂમિકા નિભાવે છે. Teachers Day પર અમે તમને એક એવા ગુરૂ વિશે બતાવીશું જેમની સફળતાની ટિપ્સ જાણી તમે પણ જિંદગીમાં ખુબ પૈસા કમાઈ શકો છો. જીહાં, આજે અમે તમને પ્રખ્યાત અને દુનિયાના 10 સૌથી ધનવાનના લિસ્ટમાં સામેલ વારેન બફેની સુપરહિટ ટિપ્સ વિશે જણાવીશું.

  વારેન બફેએ હાલમાં જ કહ્યું હતું કે, હું તમારી સામે એક આંકડો રાખુ છુ, જે તમારા દિમાગને હલાવી દેશે. મે પહેલો શેર માત્ર 11 વર્ષની ઉંમરમાં ખરીદ્યો હતો. આ 1942ની વાત છે, ત્યારબાદ તુરંત પર્લ હાર્બરની ઘટના બની. મે એક શેરમાં 114.75 ડોલર (આજના હિસાબે 8 હજાર રૂપિયા0 લગાવ્યા હતા. જો આ રકમ મે એસએન્ડપી 500માં લગાવ્યા હોત અને તેનાથી મળતું ડિવિડન્ડ તેજ શેરમાં રોકાણ કરતો રહ્યો હોત તો અનુમાન લગાવીએ કે આજે તે રકમ કેટલી હોત. કેવી રીતે બની જાત 2.8 કરોડ રૂપિયા.

  દુનિયાના પ્રખ્યાત ઈન્વેસ્ટર વારેન બફે હંમેશા કહે છે કે, લાંબી અવધી અને સારા ડિવિડન્ડનો રેકોર્ડવાળા શેરમાં જ રોકાણ કરવું જોઈએ. સાથે, શેરમાં એક સાથે મોટી રકમની જગ્યાએ નિયમિત અને નાના રોકાણ કરવા સારી રહે છે. નાના રોકાણના કારણે જોખમ ઓછુ હોય છે. નિયમિત રોકાણના કારણે શેર બજારમાં કડાકા સમયે કિંમતોનું એવરેજ ઘટે છે, અને નુકશાન સિમિત હોય છે.  તમને જણાવી દઈએ કે, શેર બજારમાં એવા શેરની સંખ્યા વધારે છે, જેની કિંમત 50 રૂપિયાથી 500 રૂપિયા વચ્ચે છે. તેમાંથી કેટલાએ શેર એવા છે, જે શેરના ફન્ડામેન્ટલ મજબૂત માનવામાં આવે છે. માર્કેટ એક્સપર્ટ અનુસાર, રોકાણકાર દર મહિને નાની રકમની સાથે આ શેરને ખરીદી શકે છે.

  8 હજાર રૂપિયાથી બનાવો 2.80 કરોડ રૂપિયા - વારેન બફે કહે છે કે, વિચારો, શું આ 10 હજાર ડોલર હોત અથવા 75 હજાર ડોલર હોત? ચાલો હું જ તમારી મદદ કરી દઉ. આ આંકડો ખુબ ઓછો છે. તેનો જવાબ છે 4 લાખ ડોલર (2.80 કરોડ). આ પ્રકારે નાની ઉંમરમાં મે 114 ડોલર એસએન્ડપી 500માં લગાવ્યા હોત તો, તે રકમ આજે 4 લાખ ડોલર હોત.  લાંબી અવધીનું વિચારી રોકાણ કરવાની સલાહ - જો તમારે ઝાડનો છાંયડો જોય તો, વર્ષો પહેલા ઝાડ ઉગાડવું પડે. એટલે કે, લાંબી અવધીનું વિચારી હંમેશા રોકામ કરો. અવસર વારંવાર નથી આવતો, જ્યારે સોનાનો વરસાદ થાય તો હાથ આગળ કરવાને બદલે ડોલ મુકવી જોઈએ. અવસર પર હંમેશા નજર રાખો, જે દુનિયામાં ક્યાંય પણ મળી શકે છે. અવસર કોઈ પણ ઈન્ડસ્ટ્રીમાં પણ હોઈ શકે છે.

  સંયમ રાખવાથી જ વધે છે પૈસા - એક દિવસના ટ્રેડર બનવાની જગ્યાએ લાંબી અવધીનું લક્ષ્ય લઈ બજારમાં આવો. લક્ષ્ય પૂરૂ થવા સુધી રાહ જુઓ, સંયમ રાખવાથી જ પૈસા વધે છે. વધારે રિટર્નની લાલચ ન રાખો, જો 15થી 20 ટકા રિટર્ન દેખાઈ રહ્યું હોય તો રોકાણ કરો. બજારમાં રોકાણ કર્યું છે તો સામન્જસ્ય અને ધીરજ ખુબ જરૂરી છે. મોટાભાગના રોકાણકાર આવું ન કરી પોતાના જ દુશ્મન બની જાય છે. સંયમ રાખવાથી જ રોકાણ વધે છે.  બીજાને જોઈ બજારમાં પૈસા ન લગાવો - રોકાણ કર્યા બાદ વારંવાર શેરની કિંમતોને જોવી ખોટી રીત છે. તુરંત શેરમાં નુકશાન થતુ જોઈ શેર વેચવો કે ખરીદવો રોકાણકારોને નુકશાનમાં લાવી દે છે. જો તમે કોઈ શેર 10 વર્ષ સુધી નથી રાખી શકતા તો, તેને 10 મિનીટ સુધી પણ રાખવાનું ના વિચારો. બીજાને જોઈ બજારમાં પૈસા ન લગાવો, રોકામ ત્યારે જ કરો જ્યારે તેની તમને સમજ હોય.

  એવી જગ્યા પર ઈન્વેસ્ટ કરો જે હંમેશા પ્રોફિટમાં હોય - જ્યારે બીજા લોકો બજારમાં લાલચી થઈ રહ્યા હોય તો તમે ડરપોક બની જાઓ, જ્યારે બાકી લોકો ડરી રહ્યા હોય ત્યારે તમે લાલચી થઈ જાઓ. હંમેશા એવા હોશિયાર મેનેજરને રાશે રાખવા જોઈએ, જેના હિત તમારી સાથે મળતા હોય. એવું રોકાણ કરો જે પૂરી જિંદગી માટે હોય, જે તમને હંમેા પ્રોફિટ આપતું રહે.
  Published by:kiran mehta
  First published:

  Tags: Become, Crorepati, Teacher, Teacher's Day, Warren buffett, ઉજવણી`

  આગામી સમાચાર