Home /News /business /

Tea Company Shares: શ્રીલંકામાં અફરાતફરીથી ભારતમાં ચા કંપનીના શેરમાં તેજીનો માહોલ

Tea Company Shares: શ્રીલંકામાં અફરાતફરીથી ભારતમાં ચા કંપનીના શેરમાં તેજીનો માહોલ

પ્રતિકાત્મક તસવીર

Share Market Investment: બુધવારે પણ ટોચની છ ચા કંપનીઓમાંથી પાંચના શેરમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો હતો. છેલ્લા એક મહિનામાં ચા કંપનીઓના શેર (Tea Company Shares) માં 15 થી 28 ટકાનો ઉછાળો આવ્યો છે.

    મુંબઈઃ છેલ્લા કેટલાક દિવસોથી ચા કંપનીઓના શેર (Tea Company Shares) માં તેજી જોવા મળી રહી છે. બુધવારે પણ ટોચની છ ચા કંપનીઓમાંથી પાંચના શેરમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો હતો. છેલ્લા એક મહિનામાં ચા કંપનીઓના શેર (Tea Company Shares)માં 15થી 28 ટકાનો ઉછાળો આવ્યો છે. વિશ્વના અગ્રણી ચા ઉત્પાદક દેશ શ્રીલંકામાં સર્જાયેલી આર્થિક દુર્દશાનો લાભ ભારતીય ચાને મળી રહ્યો છે. શ્રીલંકાની આર્થિક દુર્દશાએ તેના ચાના ઉત્પાદનને પણ મોટાપાયે અસર કરવાનું શરૂ કર્યું છે. જેના કારણે તેની ચાની નિકાસ પર પણ સીધી રીતે અસર પડી રહી છે.

    શ્રીલંકા જે પણ દેશમાં ચાની નિકાસ કરે છે તે દેશનો ભારતે સંપર્ક કરવાનું શરૂ કર્યું છે. આગામી દિવસોમાં ભારતીય ચાની નિકાસમાં તેજી આવવાની તીવ્ર શક્યતા દેખાઈ રહી છે. આ જ કારણ છે કે ભારતીય ચા ઉદ્યોગ આગળ જતાં તેના વ્યવસાયમાં સારી વૃદ્ધિ અને તેજીની અપેક્ષા રાખી રહ્યુ છે. આ આશા ચા કંપનીઓના શેરને પણ તેજી આપી રહી છે.

    ચા કંપનીઓના શેરમાં જોવા મળ્યો ઉછાળો
    મુખ્ય ચા ઉત્પાદક કંપની મેકલિયોડ રસેલ (McLeod Russel) ના શેરમાં પણ બુધવારે વધારો થયો હતો. શેર 1.36 ટકાના વધારા સાથે રૂ.26 પર બંધ થયો હતો. એક મહિનામાં શેરમાં 14.4 ટકાનો વધારો થયો છે. જય શ્રી ટી એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (Jay Shree and Tea Industries) નો સ્ટોક પણ બુધવારે 4.27 ટકા વધીને રૂ.115.95ના સ્તરે પહોંચ્યો હતો. છેલ્લા એક મહિનાની વાત કરીએ તો આ શેરમાં 19 ટકાનો વધારો થયો છે. વર્ષ 2022માં આ શેરે 15 ટકા રિટર્ન આપ્યું છે.

    ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ (Tata Consumer Products)ના શેરમાં પણ આજે વધારો યથાવત રહ્યો હતો. શેર આજે 2.37 ટકાના ઉછાળા સાથે રૂ.810.10 પર બંધ રહ્યો હતો. આ શેરે એક મહિનામાં 8.33 ટકા રિટર્ન આપ્યું છે. બુધવારે ધુનસેરી ટી ઇન્ડસ્ટ્રીઝ (Dhunseri Tea Industries)ના શેરમાં પણ વધારો થયો હતો અને શેર રૂ. 309.80 પર બંધ થયો હતો. એક મહિનામાં શેરમાં લગભગ 21 ટકાનો વધારો થયો છે.

    રોસેલ ઈન્ડિયા (Rossell India)ના શેરમાં પણ તેજીનો ટ્રેન્ડ છે. બુધવારે શેર 3.76 ટકાના વધારા સાથે રૂ. 195.75 પર બંધ થયો હતો. ઈન્ટ્રાડેમાં આ સ્ટોક એકવાર રૂ. 200ના સ્તરને પાર કરી ગયો હતો. એક મહિનાની વાત કરીએ તો આ શેરમાં લગભગ 19 ટકાનો ઉછાળો આવ્યો છે.

    આ પણ વાંચોઃ-E-Shram Card: અરજી કરતી વખતે આવી ભૂલ કરશો તો નહીં મળે ઈ-શ્રમ યોજનાનો લાભ

    ગુડરિક ગ્રુપ (Goodricke Group) ના શેરે છેલ્લા એક મહિનામાં સૌથી વધુ વળતર આપ્યું છે. તેની કિંમત એક મહિનામાં 28.17 ટકા વધી છે. બુધવારે તેની કિંમત 0.98 ટકાના વધારા સાથે રૂ. 263.90 પર રહીને બંધ થઈ હતી.

    આ છે તેજીનુ કારણ
    બજારના નિષ્ણાંતોનું કહેવું છે કે શ્રીલંકાથી ચાની સપ્લાય ઘટી છે. ભારત આની ભરપાઈ કરી શકે છે. ટી બોર્ડ ઓફ ઈન્ડિયાના ડેટા અનુસાર વર્ષ 2019માં શ્રીલંકાએ તુર્કીને 167 મિલિયન ડોલર, રશિયાને 132 મિલિયન ડોલર, ઈરાકને 104 મિલિયન ડોલર અને ચીનને 55 મિલિયન ડોલરની ચાની નિકાસ કરી હતી. શ્રીલંકા અત્યારે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યું છે.

    આ પણ વાંચોઃ-Rainbow Children IPO થકી એકત્ર કરશે રૂ. 2000 કરોડ, જાણો તારીખ-ક્વોટા સહિતની તમામ વિગતો

    ઈંધણની સાથે સાથે ખાદ્ય ચીજોની પણ અછત છે, રોજેરોજ લાંબો વીજ કાપ પણ છે. તેની અસર ચાના ઉત્પાદન પર પડી છે. ભારત ઈરાન, તુર્કી, ઈરાક જેવા દેશોમાં ચાની નિકાસ વધારી શકે છે. અત્યારે આ દેશોમાં ચાની નિકાસને લઈને કેટલીક સમસ્યાઓ છે. આ દેશોમાં ભારતીય ચા શ્રીલંકાની ચાનો વિકલ્પ બની શકે તે માટે સરકાર સમસ્યા દૂર કરવાનો પ્રયાસ કરી રહી છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Indian Stock Market, Share market, Stock market

    આગામી સમાચાર