Home /News /business /

TDS Rules Change: 1 જુલાઈથી નિયમોમાં થશે ફેરફાર, ડોકટર્સ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સને પણ કરશે અસર

TDS Rules Change: 1 જુલાઈથી નિયમોમાં થશે ફેરફાર, ડોકટર્સ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સને પણ કરશે અસર

1 જુલાઈથી નિયમોમાં થશે ફેરફાર

સેલ્સ પ્રમોશન માટે બિઝનેસમાંથી થતા નફા પર ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સના નિયમોમાં 1 જુલાઇથી ફેરફાર થવા જઇ રહ્યા છે. હવે આ નિયમો સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને ડોક્ટરોને પણ લાગુ પડશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસે આ નવી જોગવાઈઓના અમલ માટે માર્ગદર્શિકા જાહેર કરી છે.

વધુ જુઓ ...
    સેલ્સ પ્રમોશન માટે બિઝનેસમાંથી થતા નફા પર ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સના નિયમોમાં 1 જુલાઇથી ફેરફાર થવા જઇ રહ્યા છે. હવે આ નિયમો સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને ડોક્ટરોને પણ લાગુ પડશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસે આ નવી જોગવાઈઓના અમલ માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. કેન્દ્રીય બજેટમાં આવક લિકેજને રોકવા માટે આવકવેરા અધિનિયમ, 1961માં એક નવી કલમ, 194R ઉમેરવામાં આવી છે જેમાં વર્ષમાં રૂપિયા 20,000 થી વધુનો લાભ આપતી કોઈપણ વ્યક્તિ માટે 10 ટકાના દરે TDS જરૂરી છે.

    લાભો હેઠળ શું આવે છે ?

    નાણા મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી કમલેશ સી વાર્શ્નેયે લાભો સમજાવ્યા હતા. જેમાં તેમણે કહ્યું હતું કે, લાભોમાં ડૉક્ટરો દ્વારા મેળવેલા મફત દવાના નમૂનાઓ, વિદેશી ફ્લાઇટ ટિકિટો અથવા મફત ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ટિકિટ અને ઘણું બધું સામેલ છે. વાર્શ્નેએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આવકવેરા રિટર્ન ફાઇલ કરતી વખતે આને જાહેર કરવું જોઈએ. વધુમાં ઉમેર્યું હતું કે, આ વસ્તુઓ વેચવામાં આવતી નથી તેમ માની તેને ટાળવી જોઈએ નહીં.

    કલમ 194R હવે ડિસ્કાઉન્ટ અથવા રિબેટ સિવાયના પ્રોત્સાહનો ઓફર કરતાં વિક્રેતાઓને પણ લાગુ પડશે. આ ડિસ્કાઉન્ટ રોકડ અથવા કાર, ટીવી, કમ્પ્યુટર, સોનાના સિક્કા, મોબાઈલ ફોન, ફ્રી ટિકિટ વગેરે જેવી વસ્તુઓના સ્વરૂપમાં હોઈ શકે છે.

    આ પણ વાંચો -ક્રિપ્ટો માર્કેટ સતત બીજા દિવસે સકારાત્મક, ભારતમાં આ પ્રખ્યાત કરન્સીમાં પણ તેજી

    કોઈ ડૉક્ટર હોસ્પિટલમાં નોકરી કરતાં હોય તો શું?

    CBDTએ જણાવ્યું હતું કે, સરકારી હોસ્પિટલ જેવી સરકારી સંસ્થાને લાભ અથવા અનુદાન આપવામાં આવે તો કલમ 194R લાગુ થશે નહીં. CBDT એ પણ સ્પષ્ટતા કરી છે કે, હોસ્પિટલમાં નોકરી કરતી વખતે ડોકટરો દવાઓના મફત સેમ્પલ મેળવે છે, તો તેવા કિસ્સામાં કલમ 194R હોસ્પિટલમાં મફત સેમ્પલના વિતરણ પર લાગુ થશે. એમ્પ્લોયર તરીકે હોસ્પિટલ આવા નમૂનાઓને કર્મચારીઓ માટે કરપાત્ર અનુદાન તરીકે ગણી શકે છે અને કલમ 192 હેઠળ કર કપાત કરી શકે છે. આવા કિસ્સાઓમાં હોસ્પિટલના સંદર્ભમાં રૂપિયા 20,000ની થ્રેશોલ્ડની જોગવાઈ રહેશે.

    હોસ્પિટલમાં કન્સલ્ટન્ટ તરીકે કામ કરતા અને મફત સેમ્પલ મેળવતા ડોકટરો માટે ટીડીએસ આદર્શ રીતે હોસ્પિટલ પર લાગુ થશે. જે બદલામાં કન્સલ્ટન્ટ ડોકટરોના સંબંધમાં કલમ 194R હેઠળ કર કાપવાની જરૂર પડશે.

    આ પણ વાંચો -ભૂલથી પણ ન કરતા આ ભૂલ નહીં તો ઘરે આવશે ઇન્કમ ટેક્સની નોટિસ

    શું રાહત આપવામાં આવી?

    CBDTએ જણાવ્યું હતું કે, જો સરકારી હોસ્પિટલ જેવી સરકારી સંસ્થાને લાભ અથવા અનુદાન આપવામાં આવે તો કલમ 194R લાગુ થશે નહીં, તથા સેલ્સ ડિસ્કાઉન્ટ,રોકડ ડિસ્કાઉન્ટ અને ગ્રાહકને સેક્શન 194Rના કાર્યક્ષેત્રમાંથી બાકાત રાખીને છૂટછાટની પણ જાહેરાત કરી છે

    વધુમાં, જો મોબાઇલ ફોન જેવા લાભો રેન્ડરિંગ સેવાના હેતુ માટે ઉપયોગ કર્યા પછી ઉત્પાદિત કંપનીને પરત કરવામાં આવે (સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરના કિસ્સામાં) તો તે નવી જોગવાઈના દાયરામાં આવશે નહી.
    Published by:Bhavyata Gadkari
    First published:

    Tags: Income tax department, Income Tax Return, TDS

    આગામી સમાચાર