TCSનું માર્કેટ કેપ 8 લાખ કરોડને પાર, હવે રિલાયન્સ બીજા નંબરે

  • Share this:
    રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનું માર્કેટ કેપ 8 લાખ કરોડના આંકડાને સ્પર્શી ગયા પછી ટાટા કન્સલ્ટન્સીઝ સર્વિસીઝ (TCS)  પણ એની પાર પહોંચી ગઈ છે. જોકે  રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝvનું માર્કેટ કેપ હાલમાં આ સ્તરથી નીચે છે. આ વખતે TCSએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને પાછળ મૂકી દીધી છે.

    મંગળવારનાં કામકાજ દરમિયાન ટીસીએસનું માર્કેટ કેપ 8,01,895.07 કરોડે પહોંચી ગયું હતું. આ કંપનીના શેરોમાં હાલમાં પણ તેજી ચાલુ જ છે.

    હાલમાં કંપનીના શેરોના ભાવમાં 1.94 ટકાની વૃદ્ધિ જોવા મળી રહી હતી. એને કારણે કંપનીના શેરનો ભાવ 2094.90ના સ્તરે પહોંચી ગયો હતો.

    બીજી બાજુ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના શેરના ભાવમાં 1.74 ટકાનો વધારો નોંધાયો હતો. હમણાં કંપનીના શેરનો ભાવ 1251.85 પર પહોંચી ગયો હતો. રિલાયન્સનું માર્કેટ કેપ હાલમાં 7,93,378.70 કરોડ પર પહોંચ્યું છે.

    રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે માર્કેટ કેપમાં સૌથી પહેલા 8 લાખ કરોડનો આંકડો વટાવ્યો હતો. 23 ઓગસ્ટે શેરોમાં આવેલી તેજીને કારણે કંપનીને ફાયદો થયો હતો.

    એનો સીધો લાભ કંપનીને માર્કેટ કેપ વધતાં જોવા મળ્યો હતો. રિલાયન્સે 8 લાખ કરોડનો આંકડો પાર કરીને ઇતિહાસ રચ્યો હતો. આ પહેલાં પણ 7 લાખ કરોડ માર્કેટ કેપનો આંક વટાવી TCS આગળ રહી હતી.
    Published by:Sanjay Joshi
    First published: