Home /News /business /

TCS vs INFOSYS: જાણો બીજા ત્રિમાસિક ગાળાના પરિણામો અને નિષ્ણાતોનો મત

TCS vs INFOSYS: જાણો બીજા ત્રિમાસિક ગાળાના પરિણામો અને નિષ્ણાતોનો મત

ઇન્ફોસિસ (ફાઇલ તસવીર)

TCS vs INFOSYS: ગુરુવારે આઈટી કંપની વિપ્રો (Wipro) અને ઈન્ફોસિસ (Infosys)માં સારી તેજી જોવા મળી છે. ઈન્ફોસિસમાં 3% જ્યારે વિપ્રોમાં 5%નો વધારો જોવા મળ્યો હતો.

મુંબઇ: આઈટી કંપનીઓનાં બીજા ક્વાર્ટરમાં સારી કામગીરીને કારણે અને વૈશ્વિક માર્કેટ (Global market)થી આવતા સકારાત્મક સંકેતોને આધારે ભારતીય શેર બજાર (Indian share market) ગુરુવારે રેકોર્ડ સ્તર પર પહોચ્યું હતું. બેંચમાર્ક BSE Sensex 352 અંકની તેજી સાથે 61,089 પર ખુલ્યું. જણાવી દઈએ કે સેન્સેક્સ પ્રથમ વખત 61,000નાં આંકડાને પાર પહોંચ્યો છે. NSEના NIFTYમાં પણ 105 અંકની તેજી જોવા મળી અને તે 18,267 ના એક નવા રેકોર્ડ સાથે ખુલ્યો. આ દરમિયાન આઈટી કંપની વિપ્રો (Wipro) અને ઈન્ફોસિસ (Infosys)માં સારી તેજી જોવા મળી. ઈન્ફોસિસમાં 3% જ્યારે વિપ્રોમાં 5%નો વધારો જોવા મળ્યો હતો.

આઈટી કંપનીઓ ઈન્ફોસિસ, વિપ્રો અને માઈન્ડટ્રીના સપ્ટેમ્બર ત્રિમાસિક પરિણામો ખૂબ સારા જોવા મળ્યા છે. ભારતની બીજી સૌથી મોટી આઈટી સર્વિસ કંપની ઈન્ફોસિસનાં શેરમાં 3 ટકાના વધારો જોવા મળ્યો, સાથે જ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીનાં નેટ પ્રોફિટમાં 12 ટકા જેટલો વધારો નોંધાયો છે અને હવે તેનો નફો 5,421 રુપિયા છે. આ સાથે જ ઈન્ફોસિસે પોતાના રેવન્યૂ આઉટલુકમાં પણ વધારો કર્યો છે. આ વધારા પાછળ ડિજિટલ ઓફરિંગ દ્વારા ગ્લોબલ બિઝનેસ એક્સપાન્ડિગથી વધુ કરાર (contracts) મેળવવાનો તેમનો હેતું છે.

સપ્ટેમ્બર 2021નાં ત્રિમાસિકમાં કંપનીને 5,421 કરોડનો પ્રોફિટ થયા હોવાનાં રિપોર્ટ બાદ ઈન્ફોસિસનાં શેર 3 ટકાના વધારા સાથે 1784 રુપિયાના ઇન્ટ્રા ડે હાઈ પર પહોચ્યા હતા, જે પાછલા વર્ષની સરખામણીમાં 11.9 ટકાનો વધારો છે. સપ્ટેમ્બર મહિનામાં 26,602 કરોડની આવક થઈ, જે ગત વર્ષે 24570 કરોડની હતી. આ વર્ષે આવકમાં પણ 20.48 ટકાની વૃદ્ધિ જોવા મળી છે. કંપનીનો રેવન્યુ રેટ 14થી 16 ટકાના અંદાજથી વધીને 16.5થી 17.5 ટકાએ પહોંચ્યો છે. નાણાકીય વર્ષ 2022માં કંપની દ્વારા 22થી 24 ટકાના માર્જિનનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે.

ઇન્ફોસિસ-ટીસીએસે જાહેર કર્યું ડિવિડન્ટ

ઈન્ફોસિસે બીજા ક્વાર્ટરનું પરિણામ જાહેર કરતાં વચગાળાનું ડિવિડન્ડ પણ જાહેર કર્યું છે. કંપની પોતાના શેરધારકોને શેરદીઠ 15 રુપિયાનું ડિવિડન્ડ ચૂકવશે. ડિવિડન્ડની રેકોર્ડ ડેટ 27 ઓક્ટોબર રાખવામાં આવી છે અને તેની ચૂકવણી 10 નવેમ્બર 2021ના રોજ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ટીસીએસે (TCS) બીજા ક્વાર્ટરના પરિણામ જાહેર કરતાં શેરદીઠ 7 રુપિયા ડિવિડન્ડ જાહેર કર્યું હતું.

મિન્ટમાં છપાયેલા અહેવાલ પ્રમાણે માર્કેટ વિશ્લેષકોના મત અનુસાર હાલ જોવા મળી રહી તેજી આશ્ચર્યજનક રીતે સારી છે. મોતીલાલ ઓસ્વાલ (Motilal Oswal) જણાવે છે કે, જે રીતે ઈન્ફોસિસ મોટી ડીલ પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યું છે અને ટેઈલવિન્ડને કારણે જે લાભ થઈ રહ્યા છે, તેને જોતાં આગલા બે ત્રિમાસિક ગાળાઓમાં અમને વધારાની શક્યતાઓ દેખાઈ રહી છે.

ઇન્ફોસિસના સીઇઓ અને એમડી સલીલ પારેખે જણાવ્યું હતું કે તેમનું ઉત્કૃષ્ટ પ્રદર્શન અને મજબૂત વૃદ્ધિનું દૃષ્ટિકોણ તેમના વ્યૂહાત્મક ફોકસ અને તેમની ડિજિટલ ઓફરિંગની તાકાત દર્શાવે છે.

કંપનીએ 22 ડિલ્સ કરી

કંપનીએ 30 સપ્ટેમ્બરે પૂર્ણ થતા ત્રિમાસિક ગાળામાં $ 2.15 બિલિયનનો સોદો કર્યો છે. જેમાં કુલ 22 ડિલ્સનો સમાવેશ થાય છે. ઓપરેટિંગ મોરચે કંપનીના કોન્સોલિડેટેડ ઓપરેટિંગ માર્જિનમાં 10 બેસિસ પોઇન્ટનો ઘટાડો થયો છે અને તે ઘટીને 23.6 ટકા થયો છે. ઘટાડાનું મુખ્ય કારણ કંપનીના પગારમાં વધારો છે. જો કે, આ પ્રયાસો સફળ થયા ન હતા કારણ કે કંપનીનો એટ્રિશન રેટ વધીને 20.1 ટકા થયો છે. જે અગાઉના ક્વાર્ટરમાં 13.9 ટકા હતો.

ઇન્ફોસિસ જે પ્રમાણે એક મુખ્ય બેનિફિશિયરીના રુપમાં હાલ જોવા મળી રહ્યું છે, ત્યારે ડિજિટલ ટ્રાન્સફોર્મેશનની તેની શક્યતાઓને જોતાં 1960 રુપિયાના ભાવ સાથે તેની પુન:ખરીદી કરવામાં આવશે. મોતીલાલ જણાવે છે કે ટીસીએસ કરતાં ઈન્ફોસિસની પસંદગી તેમની વૃધ્ધિની સંભાવના પર આધારિત છે, જેને પરિણામાની મદદથી વધુ મજબૂત બનાવી શકાય છે. પોતાનો રેવેન્યૂ માર્જીનનો અંદાજ ખોટો પડ્યા બાદ છેલ્લા 5 ટ્રેડિંગ સેશનમાં ભારતની ટોચની આઈટી કંપની ટીસીએસના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો.

નિષ્ણાતોનો મત

ICICIનાં સિક્યોરિટી નોટમાં જણાવ્યાં અનુસાર, ડિસેમ્બર ત્રિમાસિક ગાળામાં ઈન્ફોસિસ અને માઈન્ડ ટ્રીમાં વધારાની મજબૂત શક્યતાઓ દેખાઈ રહી છે, પણ TCSને ડિસેમ્બર ત્રિમાસિક ગાળામાં પણ ખોટનો સામનો કરવો પડી શકે છે.

આ પણ વાંચો: રાકેશ ઝુનઝુનવાલાનો આ શેર 1 મહિનામાં 58% ભાગ્યો, શું હજુ પણ રોકાણનો મોકો છે?

બેંગ્લોરની એક કંપની અનુસાર સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં 2.15 બિલિયન ડોલરની 22 ડીલ સાઈન કરવામાં આવી છે. એમ્કેના વિશ્લેષકો જણાવે છે કે નવી ડીલ અને સારા રેવન્યુની શક્યતાને કારણે આ ગાળામાં સારી ડીલ જોવા મળી છે.

વધુમાં તે જણાવે છે કે મોટા રેવન્યૂ ગ્રોથ, યોગ્ય ડીલ, પ્રોફિટ માર્જીનની સ્થિતીસ્થાપકતા આ તમામ બાબતો જો જોવા મળે તો નાણાકીય વર્ષ 2022માં પણ શેરબજાર સારો દેખાવ કરી શકે છે, પણ એટ્રિશન રેટનો વધારો સારી બાબત ન ગણી શકાય.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Share market, Stock tips, TCS, WIPRO

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन