Home /News /business /

TCS Buyback: ટીસીએસનો શેર પાંચ દિવસમાં 6% તૂટ્યો શું તમારે ખરીદવો જોઈએ?

TCS Buyback: ટીસીએસનો શેર પાંચ દિવસમાં 6% તૂટ્યો શું તમારે ખરીદવો જોઈએ?

ટીસીએસ શેર

TCS Stock: ટીસીએસ કંપની 4,500 રૂપિયા પ્રતિ શેર લેખે ચાર કરોડ શેર બાયબેક કરશે. કંપની બાયબેક પાછળ 18,000 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. 23 ફેબ્રુઆરી સુધી જેમના ખાતામાં શેર હશે તેઓ શેર ટેન્ડર માટે લાયક ગણાશે.

  મુંબઇ. TCS Share Price: ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસે (TCS stock) 4,500 રૂપિયા પ્રતિ શેરના ભાવથી ચાર કરોડ શેરનું બાયબેક કરવાનો નિર્ણય કર્યો છે. આ માટે કંપનીએ 23 ફેબ્રુઆરી, 2022ને રેકોર્ડ તારીખ તરીકે જાહેર કરી છે. કંપની કુલ 18,000 કરોડ રૂપિયાની કિંમતના શેર બાયબેક કરશે. જોકે, આ દરમિયાન ટીસીએસનો શેર (TCS stock) છેલ્લા થોડા દિવસોથી સતત તૂટી રહ્યો છે. ફક્ત પાંચ જ દિવસમાં ટીસીએસના શેરમાં છ ટકાનો ઘટાડો નોંધાયો છે.

  આ અંગે વાત કરતા GCL સિક્યોરિટીઝના વાઇસ-ચેરમેન રવિ સિંઘલનું કહેવું છે કે, "રશિયા અને યૂક્રેન વચ્ચે યુદ્ધના ભણકારાથી ડૉલર ઇન્ડેક્સમાં ઝડપથી ઘટાડો આવવાની સંભાવના છે. આથી એક્સપોર્ટ પર ભાર દેતી આઈટી કંપનીઓને રશિયા અને યૂક્રેન સંકટથી લાભ થવાનો છે. ટીસીએસ એક મોટી આઈટી એક્સપોર્ટર કંપની છે. આથી આ ઘટનાક્રમમાં કંપનીને ખૂબ લાભ થવાનો છે. હાલ બાયબેકની ઑફરથી કંપનીના શેરની માંગ ખૂબ વધી ગઈ છે. આ જ કારણે આ શેર આગામી એક મહિનામાં 4200 રૂપિયાની સપાટી પર પહોંચી શકે છે."

  ટીસીએસના શેરમાં ઘટાડો

  ટીસીએસના શેરમાં છેલ્લા થોડા સમયથી ઘટાડો નોંધાયો છે. જોકે, અનેક બજાર નિષ્ણાતો લાંબાગાળાને ધ્યાનમાં રાખીને આ શેરમાં દાવ રમવાની સલાહ આપી રહ્યા છે. બજાર વિશ્લેષકોનું માનીએ આ શેરની ખરીદી એક મોટી ડીલ સાબિત થશે. આ ઉપરાંત લાર્જ કેપ શેર તરીકે આઈટી સેક્ટરમાં એક સુરક્ષિત દાવ છે.

  સેબી સાથે ઇન્વેસ્ટમેન્ટ એડવાઈઝર્સ તરીકે નોંધાયેલી પેઢી રાઇટ રિસર્ચના સ્થાપક સોનમ શ્રીવાસ્તવ કહે છે કે, "કંપની બજાર કિંમતથી 20 ટકા વધારે કિંમત આપીને શેરનું બાયબેક કરી રહી છે. આપણે 50-70 ટકા સ્વીકાર પ્રમાણની આશા રાખીએ છીએ. બાયબેકની વધારે કિંમત અને લાંબા ગાળે ગ્રોથની વિશાળ સંભાવના રોકાણકારોને લાભનો અવસર આપે છે." ઉલ્લેખનીય છે કે શેરની રેકોર્ડ ડેટ પહેલા છેલ્લા પાંચ ટ્રેડિંગ સેશનમાં આ આઈટી સ્ટૉકમાં 6 ટકાનો ઘટાડો નોંધાયો છે.

  સેબી સાથે પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસિસ તરીકે નોંધાયેલી પેઢી ગ્રીન પોર્ટફોલિયોના સહ-સ્થાપક દિવમ શર્મા કહે છે કે, "બાયબેક ઑફર લાંબા સમયથી ટકી રહેલા શેરધારકો માટે નફાનો એક સારો અવસર છે. તેઓ પોતાના શેરને ટેન્ડર ઑફર મારફતે રજૂ કરી શકે છે. બાયબેકમાં નાના રોકાણકારો માટે 15 ટકા હિસ્સો અનામત છે. આથી તેમના શેર બાયબેક હેઠળ સ્વીકારમાં આવશે તેની શક્યતા વધી જશે."

  આ પણ વાંચો: શું રિટેલ રોકાણકારો માટે ટીસીએસની શેર બાયબેક ઑફર સારી તક છે?

  નિષ્ણાતનો અભિપ્રાય

  દિવમ શર્માએ વધુમાં જણાવ્યું કે, "ટીસીએસના શેરમાં હાલ ઘટાડો નોંધાયો છે. આ ઘટાડો કંપનીમાં રોકાણ માટે ખૂબ સારો મોકો છે. અમારું માનવું છે કે બ્લોકચેન, ક્લાઉડ, ડિજિટલીકરણ એનાલિટિક્સ, સાઇબર સુરક્ષા, ઓટોમેશનને ગ્રાહકો પાસેથી મોટી ડીલ મળશે અને આગામી વર્ષોમાં ટીસીએસ જેવી કંપનીઓને ફાયદો થશે."

  આ પણ વાંચો: શું લોકો LIC IPO માટે બજારમાંથી પૈસા કાઢી રહ્યા છે? જાણો બજાર નિષ્ણાતનો જવાબ

  મંગળવારે શેર 3.48% તૂટ્યો

  ટીસીએસનો શેર મંગળવારે એટલે કે 22મી ફેબ્રુઆરીના રોજ NSE પર 3.48 ટકા એટલે કે 129.40 રૂપિયા ઘટીને 3,590 રૂપિયાના સ્તર પર બંધ રહ્યો હતો. ઇન્ટ્રા ડે દરમિયાન શેર 3,570 રૂપિયા સુધી ચાલ્યો ગયો હતો.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Investment, Share market, Stock market, Stock tips, TCS

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन