Home /News /business /

TCS Shares : શુ કહે છે નિષ્ણાતો, પરિણામ પછી ટીસીએસના શેર વહેંચવા કે ખરીદવા?

TCS Shares : શુ કહે છે નિષ્ણાતો, પરિણામ પછી ટીસીએસના શેર વહેંચવા કે ખરીદવા?

ટીસીએસના શેર વહેંચવા કે ખરીદવા?

    Indian Stock Market : IT કંપની TCSએ શુક્રવારે પોતાના ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા. પરિણામમાં અપેક્ષિત નફો નીચલા સ્તરે રહ્યો. આમ છતાં મોતીલાલ ઓસ્વાલના શેરોમાં વધારો જોવા મળી રહ્યો છે. સ્થાનિક બ્રોકરેજે રૂ. 3,730ના લક્ષ્ય ભાવ સાથે સ્ટોક પર ખરીદી જાળવી રાખી છે, જે વર્તમાન સ્તરોથી 14% વધુ છે. વૈશ્વિક મંદીમાં આ વર્ષે અતિયાર સુધીમાં TCS ના શેરમાં લગભગ 13% નો ઘટાડો થયો છે. વિશ્લેષકો કહે છે કે વ્યાજદરમાં વધારો, ધીમો આર્થિક વિકાસ અને વધતા ભૌગોલિક રાજકીય તણાવને કારણે વસ્તુઓ પર અસર પડી છે અને IT ખર્ચ અંગે ચિંતા વધી છે. બ્રોકરેજે જણાવ્યુકે TCSએ સત્તત માર્કેટ લીડરશીપની સ્થિતિ જાળવી રાખી છે. કંપની સારા માર્જિન સાથેનું પ્રદર્શન ચાલુ રાખશે.

    કંપનીનું પ્રદર્શન સારું રેહવાની સંભાવના

    મોતીલાલ ઓસ્વાલનું માનવું છે કે TCS નું કદ જોતા કંપની નબળા વાતાવરણનો સામનો અને ઉદ્યોગ વૃદ્ધિ કરવા માટે સક્ષમ છે.

    કંપનીનો ખર્ચ વધ્યો

    શુક્રવારે, TCS એ અહેવાલ આપ્યો કે તેનો નફો 30 જૂન સુધીના ત્રણ મહિનામાં 5.2% વધીને રૂ. 9,478 કરોડ થયો છે. જે વિશ્લેષકોની રૂ. 9851 કરોડની અપેક્ષા કરતા ઓછું છે. જે મુખ્યત્વે વાર્ષિક પગારમાં વધારો, પ્રતિભા શોધવાના ખર્ચમાં વધારો અને ધીમે ધીમે મુસાફરી ખર્ચ સામાન્ય થવાને કારણે હતું.

    આ પણ વાંચોનોકરી છોડીને પત્ની સાથે મોતીની ખેતી શરૂ કરી, ઓછા ખર્ચે લાખોની કમાણી કરી

    માર્જિન હજુ વધવાની આશા

    ક્વાર્ટર દરમિયાન એલિવેટેડ એટ્રિશન, સબ-ટાઈમ હાઈ પેટા કોન્ટ્રાક્ટર ખર્ચ અને મુસાફરી ખર્ચ ફરી શરૂ થવાથી પણ માર્જિન પર અસર થઈ હતી. ભારતીય IT સર્વિસીસ મેજરમાં એટ્રિશન રેટ 19.7 હતો. બ્રોકરેજે જણાવ્યુકે, મંદીમાં પણ TCS નો ગ્રોથ સારો રહેશે અને માર્જિન પણ વધશે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Indian Stock Market, Stock market, Stock market Tips, TCS

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन