Home /News /business /TCS Q3 Result: શેરધારકો માટે સારા સમાચાર! નફામાં વધારો થયા પછી, 2 ડિવિડન્ડ જાહેર થયા

TCS Q3 Result: શેરધારકો માટે સારા સમાચાર! નફામાં વધારો થયા પછી, 2 ડિવિડન્ડ જાહેર થયા

ત્રિમાસિક ધોરણે કામગીરીમાંથી કંપનીની આવક રૂ.55,309 કરોડથી 5.27 ટકા વધીને રૂ.58,229 કરોડ થઈ છે.

TCS Q3 Result: ટાટા ગ્રુપની IT કંપની TCSનો નફો વાર્ષિક ધોરણે 11 ટકા અને ત્રિમાસિક ધોરણે 4 ટકા વધ્યો છે. કંપનીની આવકમાં પણ વધારો નોંધાયો છે. આમ છત્તા બજારને વધુ સારી અપેક્ષા હતી.

    TCS Q3 Result: દેશની સૌથી મોટી IT કંપની Tata Consultancy Services એટલે કે TCS એ ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. આ સમયગાળા દરમિયાન, કંપનીનો કોન્સોલિડેટેડ નફો ત્રિમાસિક ધોરણે રૂ.10,431 થી વધીને રૂ.10,846 કરોડ થયો છે. આ 4 ટકાનો વધારો છે. બીજી તરફ, વાર્ષિક ધોરણે તે 9769 થી 11 ટકા વધ્યો છે. આ નફાની સાથે કંપનીએ શેરધારકો માટે 2 અલગ-અલગ ડિવિડન્ડ જાહેર કર્યા છે. કંપની રૂ.67નું સ્પેશિયલ ડિવિડન્ડ અને શેર દીઠ રૂ.8નું વચગાળાનું ડિવિડન્ડ ચૂકવશે.

    નોંધપાત્ર રીતે બજાર નિષ્ણાતો કંપની પાસેથી વધુ નફાની અપેક્ષા રાખતા હતા. બજારને TCS પાસેથી રૂ.11,137 કરોડના નફાની અપેક્ષા હતી. ત્રિમાસિક ધોરણે કામગીરીમાંથી કંપનીની આવક રૂ.55,309 કરોડથી 5.27 ટકા વધીને રૂ.58,229 કરોડ થઈ છે.

    આ પણ વાંચો:TATAની જ બંને કંપનીઓમાં ખુશી અને ગમ જેવો માહોલ, બ્રોકરેજ હાઉસે આપી આ સલાહ

    કંપનીનું નિવેદન


    TCSના CEO અને MD રાજેશ ગોપીનાથને જણાવ્યું હતું કે, “અમે નબળા ક્વાર્ટરમાં અમારી મજબૂત વૃદ્ધિથી સંતુષ્ટ છીએ. ઉત્તર અમેરિકા અને યુકેમાં અમારી ક્લાઉડ સેવાઓ, બજારનો હિસ્સો અને પહોંચ વધુ વૃદ્ધિ કરે છે. વર્તમાન અનિશ્ચિતતાઓથી આગળ જોતાં, અમારો લાંબા ગાળાનો વૃદ્ધિનો અંદાજ મજબૂત રહે છે.

    કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો


    આ ક્વાર્ટરમાં કંપનીનો એટ્રિશન રેટ વધ્યો છે. ત્રીજા ક્વાર્ટરમાં 2197 નવા લોકોએ કંપની છોડી દીધી. 10 ક્વાર્ટરમાં આ પ્રથમ વખત બન્યું જેમાં કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. જોકે કંપનીને આશા છે કે IT સેક્ટરમાં એટ્રિશન રેટ ઘટશે. જો નોકરી છોડવાનો દર વધે છે, તો કંપનીઓએ પગાર વધારવો પડે છે, જે તેના નફા પર અસર કરે છે. આ ક્વાર્ટરમાં કંપનીમાં કુલ 616,171 કર્મચારીઓ હતા.


    સ્ટોક સ્થિતિ


    આજે શેરબજારમાં તેજી જોવા મળી હતી અને TCS પણ લીલા નિશાનમાં રહ્યો હતો. ત્રિમાસિક પરિણામો પહેલા જ શેર 3.38 ટકા અથવા રૂ.108ના વધારા સાથે રૂ.3,320 પર બંધ થયો હતો. છેલ્લા એક સપ્તાહમાં આ શેર લગભગ 50 રૂપિયા સુધી વધી ગયો છે. TCSનું માર્કેટ કેપ રૂ.11.75 લાખ કરોડથી વધુ છે અને તે સેન્સેક્સની ટોચની 10 કંપનીઓમાં સામેલ છે. TCS એ ટાટા ગ્રુપની લાર્જ કેપ કંપની છે. તે વિશ્વના ઘણા દેશોમાં તેની સેવાઓ પ્રદાન કરે છે.
    Published by:Darshit Gangadia
    First published:

    Tags: Business news, Share market, TCS

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन