Home /News /business /

TCS Q4 Results: ટીસીએસની આવક વધીને 50,591 કરોડ રૂપિયા થઈ, નફો 9,926 કરોડ રૂપિયા, વાંચો વિગતવાર અહેવાલ

TCS Q4 Results: ટીસીએસની આવક વધીને 50,591 કરોડ રૂપિયા થઈ, નફો 9,926 કરોડ રૂપિયા, વાંચો વિગતવાર અહેવાલ

ટીસીએસ બિલ્ડિંગ (ફાઇલ તસવીર)

TCS Q4 Results: માર્ચ 2022 ત્રિમાસિકમાં ટીસીએસે કોઈ પણ ત્રિમાસિક કરતા સૌથી વધારે હાયરિંગ કરી છે. ચોથા ત્રિમાસિકમાં ટીસીએસે 35,209 કર્માચારીઓને નોકરી આપી છે. કોઈ પણ ત્રિમાસિકમાં થયેલી આ સૌથી વધારે ભરતી છે.

    નવી દિલ્હી. TCS Q4 Results: આઈટી કંપની ટીસીએસ (Tata Consultancy services)ના રિઝલ્ટ સાથે જ ચોથા ત્રિમાસિકના પરિણામોની મૌસમની શરૂઆત થઈ ગઈ છે. ચોથા ત્રિમાસિકમાં ટીસીએસ (TCS)નો નફો ગત વર્ષની ત્રિમાસિકની સરખામણીમાં 15.8 ટકા વધીને 50,591 કરોડ રૂપિયા થયો છે. એક વર્ષ પહેલા સમાન ત્રિમાસિકમાં ટીસીએસનો નફો (TCS profit) 43,705 કરોડ રૂપિયા હતો.

    આ દરમિયાન કંપનીનો કન્સૉલિડેટેડ નેટ પ્રૉફિટ 9,926 કરોડ રૂપિયા રહ્યો છે. આ નફો નિષ્ણાતોની ધારણા પ્રમાણે જ છે. બજાર નિષ્ણાતો અંદાજ લગાવી રહ્યા હતા કે ટીસીએસનો પ્રૉફિટ 10,000 કરોડ રૂપિયા આસપાસ રહી શકે છે. ગત વર્ષે સમાના ત્રિમાસિકમાં કંપનીનો કન્સૉલિડેટેડ નફો 9,246 કરોડ રૂપિયા રહ્યો હતો.

    બ્લૂમબર્ગના સર્વેમાં અનુમાન લગાવવામાં આવ્યું હતું કે ટીસીએસની આવક માર્ચ ત્રિમાસિકમાં 50,249 કરોડ રૂપિયા રહી શકે છે. જ્યારે નફો 10,077 કરોડ રૂપિયા રહેવાની આશા છે.

    કરન્સીની દ્રષ્ટીએ જોઈએ તો માર્ચ ત્રિમાસિકમાં કંપનીની આવક 14 ટકા વધી છે. જ્યારે ડૉલરમાં કંપનીની કમાણી વર્ષથી વર્ષના આધારે (YoY) 12 ટકા વધીને 669.6 કરોડ ડૉલર રહી છે.

    આ પણ વાંચો: રાકેશ ઝુનઝુનવાલાએ આ ઓટો સ્ટૉકમાં કર્યું પ્રૉફિટ બુકિંગ

    ડિવિડન્ડની જાહેરાત


    આ સાથે જ ટીસીએસના બોર્ડે 22 રૂપિયા પ્રતિ શેર ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે.

    શેરની કિંમત


    કંપનીનું રિઝલ્ટ શેર બજાર બંધ થયા બાદ આવ્યું છે. સોમવારે ટીસીએસનો શેર 0.36 ટકા વધીને 3,699 રૂપિયા પર બંધ થયો હતો. 2022માં અત્યારસુધી કંપનીનો શેર ત્રણ ટકા તૂટી ચૂક્યો છે. જ્યારે આ દરમિયાન નિફ્ટી આઈટી ઇન્ડેક્સ આશરે 10 ટકા તૂટી ગયો છે.

    આ પણ વાંચો: રુચિ સોયાના રોકાણકારોના અચ્છે દિન

    બમ્પર હાયરિંગ


    માર્ચ 2022 ત્રિમાસિકમાં ટીસીએસે કોઈ પણ ત્રિમાસિક કરતા સૌથી વધારે હાયરિંગ કરી છે. ચોથા ત્રિમાસિકમાં ટીસીએસે 35,209 કર્માચારીઓને નોકરી આપી છે. કોઈ પણ ત્રિમાસિકમાં થયેલી આ સૌથી વધારે ભરતી છે. કર્મચારીઓની કુલ સંખ્યા 5,92,195 છે. આ વર્ષે કંપનીએ કુલ 1,03,546 લોકોની ભરતી કરી છે.

    આ Multibagger શેરે પાંચ વર્ષમાં આપ્યું 9300% વળતર


    પેની સ્ટૉક્સ (Penny stocks)માં રોકાણ જોખમી સાબિત થઈ શકે છે. જોકે, આ એવા શેર હોય છે જેમાં ટૂંકાગાળામાં જ તમે મોટી કમાણી પણ કરી શકો છો. પેની સ્ટૉક્સમાં નાના એવા ન્યૂઝથી મોટી ઉથલપાથલ શક્ય છે. જોકે, કંપનીની પ્રોફાઇલ અને ગ્રોથ (Growth)ને જોઈને રોકાણ કરવામાં આવે તો આવા શેરો સંપત્તિનું સર્જન કરવામાં મદદ કરી શકે છે. જો સારી સ્ક્રીપ્ટ હાથમાં આવી જાય છે ટૂંકાગાળામાં જ આલ્ફા રિટર્ન (Alpha return) મળી શકે છે. જીઆરએમ ઓવરસીઝ (GRM Overseas) આવો જ એક શેર છે. છેલ્લા પાંચ વર્ષમાં આ શેર 6 રૂપિયાથી વધીને 565 રૂપિયા પર પહોંચ્યો છે. એટલે કે પાંચ વર્ષમાં આ શેરમાં રોકાણકારોને 9300 ટકા રિટર્ન મળ્યું છે. (વાંચો સમગ્ર અહેવાલ...)
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, Share market, Stock market, TCS

    આગામી સમાચાર