TCSનું પરિણામ અનુમાન કરતા ઓછું, જાણો આ દિગ્ગજ IT શેર પર નિષ્ણાતોનો મત

TCS પરિણામ (પ્રતીકાત્મક તસવીર)

Investment tips on TCS: રોકાણકારોએ હવે TCSના શેર (TCS share) પર શું નિર્ણય લેવો તેના માટે અમે અહીં વિવિધ બ્રોકરેજ હાઉસનો અભિપ્રાય રજૂ કરી રહ્યા છીએ.

  • Share this:
    મુંબઈ: TCS (Tata Consultancy Services)નું પરિણામ અનુમાન કરતા નબળું રહ્યું છે. ડૉલર રેવન્યૂમાં આશરે 3 ટકા વધારો અને નફામાં સાત ટકાનો વધારો જોવા મળ્યો છે. જોકે, છેલ્લા બે ક્વાર્ટરમાં ડીલની ઝડપ મંદ પડી છે. રોકાણકારોએ હવે TCSના શેર (TCS share) પર શું નિર્ણય લેવો તેના માટે અમે અહીં વિવિધ બ્રોકરેજ હાઉસનો અભિપ્રાય રજૂ કરી રહ્યા છીએ.

    JEFFERIESનો TCS પર અભિપ્રાય

    JEFFERIES તરફથી ટીસીએસ પર Hold Rating આપવામાં આવ્યું છે. આ સાથે જ શેરનો ટાર્ગેટ 3,950 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. બીજા ક્વાર્ટરમાં સકારાત્મક આંકડાઓ ન જોવા મળતા રિ-રેટિંગ માટે મર્યાદિત સ્કોપ છે. જોકે, કંપનીએ સપ્લાઇ પ્રેસર હોવા છતાં માર્જિનને બહુ સારી રીતે મેનેજ કર્યો છે.

    MACQUARIEનો TCS પર અભિપ્રાય

    MACQUARIE તરફથી TCS પર Outperform રેટિંગ આપવામાં આવ્યું છે. આ માટે 4,530 રૂપિયાનો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે. ફર્મનું કહેવું છે કે સપ્લાઇ અને લોઅર માર્જિનને પગલે કંપનીના પરિણામ અંદાજથી થોડું ઓછું રહ્યું હતું.

    KOTAK INSTS EQનો TCS પર અભિપ્રાય

    KOTAK INSTS EQ તરફથી ટીસીએસને Add રેટિંગ આપવામાં આવ્યું છે, સાથે જ 4,100 રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. ફર્મનું કહેવું છે કે તેનું FY22-24 માટે EPS અંદાજ 2-3 ટકા અને ટાર્ગેટ 3 ટકા ઘટાડ્યો છે. જ્યારે EBIT margin સ્થિર અને આશા પ્રમાણે છે. માર્જિનને મેનેજ કરવામાં કંપની પોતાની સમકક્ષ કંપનીઓથી સારી સ્થિતિમાં છે.

    CLSAનો TCS પર અભિપ્રાય

    CLSA તરફથી TCSને Outperform Rating આપવામાં આવ્યું છે. સાથે જ શેરનો ટાર્ગેટ 4,050 રાખવામાં આવ્યો છે. બીજા ક્વાર્ટરમાં કંપનીનો રેવન્યૂ ગ્રોથ અને માર્જિન બંને અંદાજથી ઓછા રહ્યા છે. તેમણે FY22/23 માટે EPS અનુમાન 1 ટકા ઘટાડ્યું છે.

    UBSનો ટીસીએસ પર અભિપ્રાય

    UBS તરફથી TCSને Neutral Rating રેટિંગ આપવામાં આવ્યું છે. શેરનો ટાર્ગેટ 4,180 રૂપિયા પ્રતિ શેર આપવામાં આવ્યો છે. તેમને આશા છે કે આ શેર થોડો ડાઉનસાઇડમાં કન્સોલિડેટ થતો નજરે પડે છે. જ્યારે બાકીના પરિણામથી વધારે સંકેત મળી શકે છે.

    આ પણ વાંચો: બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલાએ આ કંપનીના શેરમાં મિનિટોમાં જ કરી 900 કરોડ રૂપિયાની કમાણી!

    GOLDMANS SACHSનો TCS પર અભિપ્રાય

    GOLDMANS SACHS તરફથી TCS પર Buy રેટિંગ આપવામાં આવ્યું છે. આ સાથે જ શેરનો ટાર્ગેટ 4,657 રૂપિયા આપવામાં આવ્યો છે. તેમનું કહેવું છે કે ટીસીએસનું પરિમાણ રેવન્યૂ, માર્જિન અને ઑર્ડરબુક પ્રમાણે અંદાજથી ઓછું રહ્યું હતું. FY22-26 માટે ઈપીએસ અંદાજ 1-2 ટકા ઘટાડવામાં આવ્યો છે.
    Published by:Vinod Zankhaliya
    First published: