Home /News /business /

TCS Buyback: ટીસીએસની બાયબેક ઑફર 9થી 23 માર્ચ સુધી ખુલશે, જાણો તમામ વિગત

TCS Buyback: ટીસીએસની બાયબેક ઑફર 9થી 23 માર્ચ સુધી ખુલશે, જાણો તમામ વિગત

ટીસીએસ શેર

TCS Buyback dates: બાયબેક અંગે વિગત આપતા ટીસીએસ તરફથી માહિતી આપવામાં આવી છે કે નાના રોકાણકારો માટે રિઝર્વ કેટેગરીમાં રેશિયો "રેકોર્ડ ડેટ પર પ્રતિ 7 ઇક્વિટી શેર હોલ્ડ કરવા પર 1 ઇક્વિટી શેર" હશે.

    મુંબઇ. TCS share buyback offer: આઈટી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (Tata Consultancy Services) તરફથી પાંચમી માર્ચના રોજ 18,000 કરોડ રૂપિયાના શેરની બાયબેક ઑફર (buyback offer) માટે તારીખોની જાહેરાત કરી દેવામાં આવી છે. આ બાયબેક ઑફરની જાહેરાત કંપની આ વર્ષે જાન્યુઆરી મહિનામાં કરી હતી. કંપનીએ કહ્યું છે કે તેની બાયબેક ઑફર 9મી માર્ચના રોજ ખુલશે અને 23મી માર્ચના રોજ સાંજે 5 વાગ્યા બંધ થશે.

    બાયબેક રેશિયો કેટલો હશે?

    બાયબેક અંગે વિગત આપતા ટીસીએસ તરફથી માહિતી આપવામાં આવી છે કે નાના રોકાણકારો માટે રિઝર્વ કેટેગરીમાં રેશિયો "રેકોર્ડ ડેટ પર પ્રતિ 7 ઇક્વિટી શેર હોલ્ડ કરવા પર 1 ઇક્વિટી શેર" હશે.

    તમામ લાયક શેરહોલ્ડર્સ માટે જનરલ કેટેગરીમાં બાયબેકનો રેશિયો "રેકોર્ડ ડેટ પર પ્રતિ 108 ઇક્વિટી શેર હોલ્ડ કરવા પર 1 ઇક્વિટી શેર" હશે.

    કેટલું બાયબેક કરી ચૂકી છે કંપની?

    ઉલ્લેખનીય છે કે ટીસીએસનું આ ચોથું બાયબેક છે. છેલ્લા ત્રણ બાયબેકમાં ટાટા સન્સ સૌથી મોટી લાભ મેળવનારી કંપની રહી છે. આ બાયબેક ઑફરમાં ટીસીએસની પ્રમોટર ટાટા સન્સ (Tata Sons) કંપની અને ટાટા ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન લી. (Tata Investment Corporation Ltd) તરફથી આશરે 2.88 કરોડ શેર ટેન્ડર કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે.

    2021માં ટીસીએસએ 3000 રૂપિયા પ્રતિ શેરના ભાવથી 5.3 કરોડ શેર ખરીદ્યા હતા. ઑફર અંતર્ગત કંપનીએ 3.333 કરોડ શેરનો સ્વીકાર કર્યો હતો. 2017 અને 2018માં પણ કંપની બાયબેક લાવી હતી. બંને રાઉન્ડમાં રાઉન્ડની સાઇઝ 16-16 હજાર કરોડ રૂપિયા હતી. સપ્ટેમ્બર, 2021ના અંતમાં ટીસીએસ પાસે આશરે 51,950 કરોડ રૂપિયાની કેશ અથવા કેશ ઇક્વિવેલેન્ટ હતી.

    ટાટા સન્સે 18,000 કરોડ રૂપિયામાં ખરીદી એર ઇન્ડિયા

    ટાટા સન્સે સરકાર પાસેથી 18,000 કરોડ રૂપિયામાં એર ઇન્ડિયા (Air India) ખરીદ્યા બાદ આ ઘટનાક્રમ સામે આવ્યો છે. કંપની સરકારને 2,700 કરોડ રૂપિયાનૂ ચૂકવણી કરશે. બાકીની રકમનું દેવું ચૂકવવામાં આવશે. ટાટા સન્સ પાસે હાલમાં ટીસીએસમાં 27 ટકા ભાગીદારી છે.

    સેબીના નિયમ પ્રમાણે ઑફર સાઇઝનો 15 ટકા હિસ્સો (આશરે 2700 કરોડ રૂપિયા) નાના રોકાણકારો માટે અનામત છે. જેમાં એવા રોકાણકારો સામેલ છે જેમની પાસે રેકોર્ડ ડેટ સુધી બે લાખથી ઓછી કિંમતના શેર છે.

    આ પણ વાંચો: શેરનું બાયબેક એટલે શું? રોકાણકારોને શું ફાયદો થાય? 

    બીજી કંપનીઓની બાયબેક ઑફર

    સપ્ટેમ્બર, 2021માં ઇન્ફોસિસ (Infosys) તરફથી 9,200 કરોડ રૂપિયાની બાયબેકની જાહેરાત કરવામાં આવી હતી. વિપ્રો(Wipro) તરફથી 9,500 કરોડ રૂપિયાની બાયબેકની ઑફર જાહેર કરવામાં આવી હતી. 2018 દરમિયાન એચસીએલ ટેક (HCL Tech) તરફથી 4,000 કરોડ રૂપિયાની બાયબેક ઑફર લાવવામાં આવી હતી.

    આ પણ વાંચો: Tata Group: શું તમે જાણો છો કે ટાટા ગ્રુપ પાસે કેટલી કંપની છે? જાણો યાદી

    બજાર નિષ્ણાતોના મતે શેરના બાયબેકથી સામાન્ય રીતે પ્રતિ શેર અર્નિંગલમાં સુધારો થાય છે. આ ઉપરાંત શેરધારકોને સરપ્લસ કેશ મળે છે, જેના પગલે સુસ્તીન સમયમાં શેરને સપોર્ટ મળે છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Share market, Stock market, Tata group, TCS

    આગામી સમાચાર