Home /News /business /

TCS Buyback: ટીસીએસ બાયબેક માટે અરજી કરવાનો અંતિમ દિવસ, અત્યારસુધી મળ્યો જોરદાર પ્રતિસાદ

TCS Buyback: ટીસીએસ બાયબેક માટે અરજી કરવાનો અંતિમ દિવસ, અત્યારસુધી મળ્યો જોરદાર પ્રતિસાદ

ટીસીએસ શેર

TCS Buyback offer: ટીસીએસ (TCS) તરફથી કહેવામાં આવ્યું હતું કે, નાના રોકાણકારો માટે અનામત કેટેગરી (Reserve category for Small Investors)માં બાયબેકનો રેશિયો (Entitlement ratio) પ્રતિ સાત શેર દીઠ એક હશે.

    નવી દિલ્હી: ભારતની સૌથી મોટી આઈટી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (Tata Consultancy Services- TCS) તરફથી 9 માર્ચના રોજ પોતાની ચોથી બાયબેક (TCS buyback 2022)ની જાહેરાત કરી હતી. આ ઑફર આજે એટલે કે 23 માર્ચના રોજ બંધ થશે. બીએસઈ (BSE)ની વેબસાઇટ પર ઉપલબ્ધ આંકડા પ્રમાણે 22 માર્ચ સાંજે 4 વાગ્યા સુધી શેર ધારકોએ બાયબેક માટે કુલ 22 કરોડ શેર ટેન્ડર કર્યાં છે. આ ઑફર અંતર્ગત કંપની ચાર કરોડ શેર અથવા આશરે 1.1 ટકા ઇક્વિટીની ખરીદી 4500 રૂપિયા પ્રતિ શેર લેખે કરશે.

    આ ભાવ 22 માર્ચના રોજ બંધ ભાવ 3701થી 21 ટકા વધારે છે. ટીસીએસ તરફથી આ સૌથી મોટી બાયબેક ઑફર (TCS buyback offer) છે. ટીસીએસની બાયબેક ઑફરને આ વખતે ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. કંપની ઑફર પોતાની ઇશ્યૂ સાઇઝથી 5.5 ગણી વધારે ભરાઈ છે. આજે એટલે કે 23 માર્ચના રોજ સાંજે પાંચ વાગ્યે ચોક્કસ ડેટા આવશે.

    ટીસીએસ તરફથી શું કહેવામાં આવ્યું?


    ટીસીએસ (TCS) તરફથી કહેવામાં આવ્યું હતું કે, નાના રોકાણકારો માટે અનામત કેટેગરી (Reserve category for Small Investors)માં બાયબેકનો રેશિયો (Entitlement ratio) પ્રતિ સાત શેર દીઠ એક હશે. જ્યારે જનરલ કેટેગરીમાં આ પ્રમાણે પ્રત્યેક 108 ઇક્વિટી શેર દીઠ એક શેર હશે. સેબીના નિયમ પ્રમાણે ઑફર સાઇઝનો 15 ટકા હિસ્સો (આશરે 2,700 કરોડ રૂપિયા) નાના રોકાણકારો માટે અનામત છે. જેમાં એવા રોકાણકારો સામેલ છે જેમની પાસે રેકોર્ડ ડેટ સુધી બે લાખથી ઓછી કિંમતના શેર છે.

    એન્ટાઇટલમેન્ટ રેશિયોનો મતલબ શું?


    અહીં આપણે એન્ટાઇટલમેન્ટ રેશિયો (Entitlement Ratio) અને એક્સેપ્ટન્સ રેશિયો (Acceptance Ratio) વચ્ચેનો તફાવત સમજી લેવો જરૂરી છે. ટીસીએસ કંપનીએ જણાવ્યું છે કે રિટેલ રોકાણકારો માટે તેનો એન્ટાઇટલમેન્ટ રેશિયો 14.3 ટકા છે. અથવા સાત શેરની સામે 1 શેર છે. એટલે કે જો તમારા ડીમેટ ખાતામાં સાત શેર છે તો કંપની ઓછોમાં ઓછો એક શેર તો બાયબેક કરશે જ. પરંતુ તેનો મતલબ એવો નથી કે કંપની ફક્ત એક જ શેરની ખરીદી કરશે. ગત બાયબેકમાં કંપનીએ રિટેલ રોકાણકારો પાસેથી તમામ શેર બાયબેક કરી લીધા હતા. જ્યારે જે તે સમયે પણ એન્ટાઇટલમેન્ટ રેશિયો 40થી 45 ટકા વચ્ચે જ હતો. દા.ત. 2017માં એન્ટાઇટલમેન્ટ રેશિયો 45%, 2018માં 44.8%, 2020માં 40% હતો. પરંતુ આ દરમિયાન એક્સેપ્ટન્સ રેશિયો 100 ટકા હતો. એટલે કે કંપનીએ રિટેલ રોકાણકારોના તમામ શેર ખરીદી લીધા હતા.

    પાંચ વર્ષમાં ચોથું સૌથી મોટું બાયબેક


    છેલ્લા પાંચ વર્ષમાં ટીસીએસનું આ ચોથું બાયબેક છે. છેલ્લા ત્રણ બાયબેકમાં ટાટા સન્સ સૌથી મોટી લાભ મેળવનારી કંપની રહી છે. આ બાયબેક ઑફરમાં ટીસીએસની પ્રમોટર ટાટા સન્સ (Tata Sons) કંપની અને ટાટા ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન લી. (Tata Investment Corporation Ltd) તરફથી આશરે 2.88 કરોડ શેર ટેન્ડર કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે.

    આ પણ વાંચો: આજે (23 માર્ચ) આ 20 શેરમાં કરો મોટી કમાણી

    2021માં ટીસીએસએ 3000 રૂપિયા પ્રતિ શેરના ભાવથી 5.3 કરોડ શેર ખરીદ્યા હતા. ઑફર અંતર્ગત કંપનીએ 3.333 કરોડ શેરનો સ્વીકાર કર્યો હતો. 2017 અને 2018માં પણ કંપની બાયબેક લાવી હતી. બંને રાઉન્ડમાં રાઉન્ડની સાઇઝ 16-16 હજાર કરોડ રૂપિયા હતી. સપ્ટેમ્બર, 2021ના અંતમાં ટીસીએસ પાસે આશરે 51,950 કરોડ રૂપિયાની કેશ અથવા કેશ ઇક્વિવેલેન્ટ હતી.

    બાયબેકથી શું લાભ?


    બજાર નિષ્ણાતોના મતે શેરના બાયબેકથી સામાન્ય રીતે પ્રતિ શેર અર્નિંગલમાં સુધારો થાય છે. આ ઉપરાંત શેરધારકોને સરપ્લસ કેશ મળે છે, જેના પગલે સુસ્તીન સમયમાં શેરને સપોર્ટ મળે છે.

    આ પણ વાંચો: સોના-ચાંદીની કિંમતમાં થયો ઘટાડો, ફટાફટ જાણો આજનો ભાવ 

    બાયબેક એટલે શું?


    કંપની પાસે જ્યારે વધારે પ્રમાણમાં રોકડ હોય છે ત્યારે તે કંપનીના રોકાણકારોને તેમના રોકાણનું વધારે મૂલ્ય આપવા માટે શેર બાયબેકનો વિકલ્પ આપે છે. જે અંતર્ગત કંપની એક નિશ્ચિત રકમ ઑફર કરીને માર્કેટમાંથી પોતાની કંપનીના શેર પરત ખરીદે છે. જેનાથી રોકાણકારોને વધારે ફાયદો થાય છે. જે લોકો બાયબેકમાં શેર ટેન્ડર કરવા માંગે છે તેમણે એક ફોર્મ ભરીને કંપનીને આપવાનું હોય છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, Share market, Stock market, TCS

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन