નવી દિલ્હી: ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS)એ શેરના રૂ. 4,500 ભાવે તેની ઇક્વિટીના 1.1 ટકા એટલે કે 4 કરોડ શેર ટેન્ડર ઑફર દ્વારા બાયબેક (TCS buyback) કરવાની મંજૂરી આપી હતી. જેના પરિણામે કુલ ઑફર સાઇઝ રૂ. 18,000 કરોડ થઈ હતી. TCS શેર બાયબેકમાં ભાગ લેવા માટે પાત્રતા ધરાવતા ઇક્વિટી શેરહોલ્ડરો (equity shareholders)ના હક નક્કી કરવાના હેતુથી રેકોર્ડ તારીખ 23 ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી છે.
કઈ રીતે લઈ શકાય બાયબેક ઓફરનો લાભ?
સેબી (SEBI)ના નિયમો અનુસાર, ઑફર સાઇઝના 15 ટકા (2,700 કરોડ જેટલા) નાના શેરહોલ્ડરો માટે અનામત રાખવામાં આવે છે. ત્યારે મોતીલાલ ઓસવાલનું કહેવું છે કે, "અમે અપેક્ષા રાખીએ છીએ કે રેશિયો 30-50% ની રેન્જમાં હશે, જે 1-2 મહિનાની સમયમર્યાદા સાથે 5-9% (પ્રી-ટેક્સ) નું સંભવિત વળતર આપી શકે છે. ટૂંકા ગાળાની તકની શોધમાં રહેલા રિટેલ રોકાણકારો ટીસીએસના શેરને ઓપન બજારમાંથી ખરીદી શકે છે અને બાય-બેક ઓફરમાં ટેન્ડર આપી શકે છે."
રોકાણકારો તક ગુમાવી શકે
રૂ. 4,500ના શેરની બાયબેક કિંમતને આધારે, કોઈ પણ વ્યક્તિ 44 શેર એટલે કે રૂ. 2,00,000 સુધી ખરીદી કરે તે રિટેલ કેટેગરી માટે લાયક ઠરશે. જોકે, મોતીલાલ ઓસ્વાલનું કહેવું છે કે, વધારાના રિટેલ શેરહોલ્ડરો રેકોર્ડ તારીખ પહેલાં શેરની ખરીદી કરે છે, જે નીચા રેશિયો તરફ દોરી જાય છે અને વર્તમાન બજાર કિંમત તકના મુખ્ય જોખમો તરીકે બાયબેક પછી બહાર નીકળવા માટે સક્ષમ બને તે પહેલાં તેમાં ઘટાડો થાય છે.
ટાટા સન્સ અને ટાટા ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન લિમિટેડ લગભગ 2.88 કરોડ શેરનું ટેન્ડરિંગ કરીને બાયબેક ઑફરમાં ભાગ લેવાનો ઇરાદો ધરાવે છે. છેલ્લા 5 વર્ષમાં TCSનો આ ચોથો અને સૌથી મોટો બાયબેક છે. આશરે રૂ. 16,000 કરોડની કિંમતની TCSની ગત બાયબેક 18 ડિસેમ્બર, 2020ના રોજ શરૂ અને 1 જાન્યુઆરી, 2021ના રોજ બંધ થઈ હતી.
કંપની પાસે જ્યારે વધારે પ્રમાણમાં રોકડ હોય છે ત્યારે તે કંપનીના રોકાણકારોને તેમના રોકાણનું વધારે મૂલ્ય આપવા માટે શેર બાયબેકનો વિકલ્પ આપે છે. જે અંતર્ગત કંપની એક નિશ્ચિત રકમ ઑફર કરીને માર્કેટમાંથી પોતાની કંપનીના શેર પરત ખરીદે છે. જેનાથી રોકાણકારોને વધારે ફાયદો થાય છે. જે લોકો બાયબેકમાં શેર ટેન્ડર કરવા માંગે છે તેમણે એક ફોર્મ ભરીને કંપનીને આપવાનું હોય છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર