Home /News /business /

TA'ZIZ અને રિલાયન્સે 2 અબજ ડોલરની રાસાયણિક ઉત્પાદન ભાગીદારી લોન્ચ કરવાની સમજૂતી કરી

TA'ZIZ અને રિલાયન્સે 2 અબજ ડોલરની રાસાયણિક ઉત્પાદન ભાગીદારી લોન્ચ કરવાની સમજૂતી કરી

આ પરિયોજના એડીએનઓસી-રિલાયન્સની દીર્ધકાલિન રણનીતિક ભાગીદારી પર આધારિત છે

Reliance Industries news: આ પ્રસંગે મુકેશ અંબાણીએ કહ્યું કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ -TA’ZIZ ના વચ્ચે આ સંયુક્ત ઉદ્યમ ભારત અને સંયુક્ત અરબ અમિરાતના વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા મહત્વપૂર્ણ સંબંધોને મજબૂત કરશે

    નવી દિલ્હી : અબૂધાબી કેમિકલ્સ ડેરિવેટિવ્સ કંપની આરએસસી લિમિટેડ (“TA’ZIZ”) અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે (RIL)વિશ્વસ્તર પર રાસાયણિક ઉત્પાદન ભાગીદારી ‘TA’ZIZ EDC & PVC’ લોન્ચ કરવાની સમજૂતી કરી છે. આ ઉત્પાદન સંયત્ર રુવાઇસમાં TA’ZIZ ઔદ્યોગિત રસાયણ ક્ષેત્રમાં લગાવવામાં આવશે. નવા સંયુક્ત ઉદ્યમમાં 2 અબજ ડોલરથી વધારે નિવેશ કરવામાં આવશે. સંયુક્ત અરબ અમિરાતમાં આ રસાયણોનું પ્રથમ વખત ઉત્પાદન કરવામાં આવશે. આ પરિયોજના વૈશ્વિક સ્તર પર આ રસાયણોની વધી રહેલી માંગને પુરી કરવાની સાથે-સાથે આયાતને પણ ઓછી કરશે. TA’ZIZ ઔદ્યોગિત રસાયણ ક્ષેત્ર અબુધાબી નેશનલ ઓઇલ કંપની (ADNOC) અને ADQ વચ્ચે એક સંયુક્ત ઉદ્યમ છે.

    આ પરિયોજના એડીએનઓસી-રિલાયન્સની દીર્ધકાલિન રણનીતિક ભાગીદારી પર આધારિત છે. આ ક્ષેત્રમાં રિલાયન્સનું આ પ્રથમ નિવેશ છે. સંયુક્ત અરબ અમીરાતના ઉદ્યોગ અને અને એડવાન્સ ટેકનોલોજી મંત્રી ડો. સુલ્તાન અહમદ અલ જાબેર અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીની હાજરીમાં સમજુતી પત્ર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. સમજુતી પર TA’ZIZના કાર્યવાહક સીઈઓ ખલીફા અલ મહેરી અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના પ્રેસિડેન્ટ સ્ટ્રેટેજી એન્ડ બિઝનેસ ડેવલોપમેન્ટ કમલ નાનાવતીએ હસ્તાક્ષર કર્યા.

    આ પણ વાંચો - Mukesh Ambaniનો વિશ્વાસઃ ભારત આપબળે કરશે ડિજીટલ સોસાયટીનું નેતૃત્વ અને બનશે વૈશ્વિક લીડર

    સંબંધોને વધારે મજબૂત કરશે આ સંયુક્ત ઉદ્યમ - મુકેશ અંબાણી

    આ પ્રસંગે મુકેશ અંબાણીએ કહ્યું કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ -TA’ZIZ ના વચ્ચે આ સંયુક્ત ઉદ્યમ ભારત અને સંયુક્ત અરબ અમિરાતના વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા મહત્વપૂર્ણ સંબંધોને મજબૂત કરશે. અમને ખુશી છે કે અમે સંયુક્ત અરબ અમિરાતમાં TA’ZIZ ઔદ્યોગિક રસાયણ ક્ષેત્રમાં વિનાઇસ શ્રૃંખલામાં પ્રથમ પરિયોજના સ્થાપિત કરીશું. જેને રસાયનો માટે એક વૈશ્વિક કેન્દ્રના રૂપમાં વિકસિત કરવામાં આવી રહી છે.

    ડો. અલ જાબેરે કહ્યું હતું કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સાથે આ રણનીતિક ભાગીદારી સંયુક્ત અરબ અમિરાત અને ભારત વચ્ચે મજબૂત દ્વિપક્ષીય સંબંધો પર આધારિત છે. અમે આ નવા સંયુક્ત ઉદ્યમમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે ભાગીદારી કરીને ખુશ છીએ. જે સંયુક્ત અરબ અમિરાતમાં પ્રથમ વખત મહત્વપર્ણ ઔદ્યોગિક કાચા માલનું નિર્માણ કરશે અને ઔદ્યોગિક ક્ષેત્રને સશક્ત બનાવવા માટે અમારી રાષ્ટ્રીય રણનીતિને મજબૂતી આપશે.

    (ડિસ્ક્લેમર - નેટવર્ક 18 અને ટીવી 18 કંપનીઓ ચેનલ/વેબસાઇટનું સંચાલન કરે છે, જેનું નિયંત્રણ ઇન્ડીપેંડેટ મીડિયા ટ્રસ્ટ કરે છે, જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એકમાત્ર લાભાર્થી છે.)
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Reliance Industries, મુકેશ અંબાણી, રિલાયન્સ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन